સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રાના લોન્ચ અગાઉ Samsung Galaxy S25 Ultraના ભાવમાં ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ફ્લિપકાર્ટ પર, Samsung Galaxy S25 Ultra હાલમાં તેના લોન્ચ સમયની કિંમત રૂ. 129,999 ને સ્થાને રૂ. 1,08,000માં મળી રહ્યો છે. આમ સીધા તેના ભાવમાં રૂ. 20,000 નો ઘટાડો કર્યો છે.
Photo Credit: Samsung
ગેલેક્સી S25 અલ્ટ્રાની કિંમતમાં 22,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રાના લોન્ચ અગાઉ Samsung Galaxy S25 Ultraના ભાવમાં ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ફ્લિપકાર્ટ પર, Samsung Galaxy S25 Ultra હાલમાં તેના લોન્ચ સમયની કિંમત રૂ. 129,999 ને સ્થાને રૂ. 1,08,000માં મળી રહ્યો છે. આમ સીધા તેના ભાવમાં રૂ. 20,000 નો ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન ક્વોડ કેમેરા, AMOLED સ્ક્રીન, શાર્પ ડિઝાઇન અને S પેન સપોર્ટને કારણે ફ્લેગશિપ અનુભવનું વચન આપે છે. Samsung Galaxy S25 હાલમાં ફ્લિપકાર્ટ પર રૂ. 1,07,183 રૂપિયામાં લિસ્ટેડ છે. તેમાં, 3,769 રૂપિયાથી શરૂ થતા નો-કોસ્ટ EMIનો વિકલ્પ પસંદ કરી શકાય છે. તેમાં પ્રોસેસિંગ ફી અને અન્ય શુલ્કની ગણતરી કરવામાં આવી નથી જે તમારા બેંક કાર્ડના મુજબ લાગુ થઈ શકે છે. ગ્રાહકો ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઓફર હેઠળ તેમના જૂના ડિવાઇસ પર રૂ. 57,400 રૂપિયા સુધીની કિંમત મેળવી શકે છે. પરંતુ તે ફોનની સ્થતિ અને અન્ય બાબતો પર આધાર રાખે છે. ફ્લિપકાર્ટ વધારાની ચૂકવણી કરીને વિસ્તૃત વોરંટી અને અન્ય એડ-ઓન પણ ઓફર કરી રહ્યું છે.
Galaxy S25 Ultra, સેમસંગના One UI 8 ઇન્ટરફેસ સાથે કામ કરશે. જે 6.9-ઇંચ (1,400x3,120px) ડાયનેમિક AMOLED 2X સ્ક્રીનના 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. જેને કોર્નિંગ ગોરિલા આર્મર 2 પ્રોટેક્શન સપોર્ટ કરશે. આ ડિવાઇસ સ્નેપડ્રેગન 8 એલીટ દ્વારા સંચાલિત છે અને 16GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ સાથે જોડાયેલ છે.
ઓપ્ટિક્સ માટે, Galaxy S25 Ultra પાસે ક્વાડ રીઅર કેમેરા યુનિટ આપવામાં આવ્યા છે. જેમાં 200 MPનો મુખ્ય કૅમેરો, 50 MPનો અલ્ટ્રાવાઇડ કૅમેરો, 50 MPનો ટેલિફોટો કૅમેરો અને 10 MPનો ટેલિફોટો કૅમેરો આપેલો છે. ફ્રન્ટમાં સુપર સેલ્ફી માટે 12 MPનો કેમેરો આપ્યો છે.
સેમસંગનો આ લેટેસ્ટ હેડસેટ 5,000mAh બેટરી સાથે આવે છે જે 45W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જેને ફ્લેગશિપ ફોન કિફાયતી ભાવે લેવો હોય તેના માટે આ ઉત્તમ તક છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે,
Samsung Galaxy S25 Ultra ફેબ્રુઆરી 2026માં લોન્ચ થઈ શકે છે.
જાહેરાત
જાહેરાત