Samsung Galaxy Z Fold 8 સ્માર્ટફોન 2026 ના ઉનાળામાં રિલીઝ કરવામાં આવશે. હજુ તેના લોન્ચને સમય છે ત્યારે તેના કેમેરા સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે. મુખ્ય કેમેરા, 200-મેગાપિક્સલ સેન્સર સાથે આવી શકે છે.
આ ઉપકરણ 2026 ના ઉનાળામાં રિલીઝ થશે.
Samsung Galaxy Z Fold 8 સ્માર્ટફોન 2026 ના ઉનાળામાં રિલીઝ કરવામાં આવશે. હજુ તેના લોન્ચને સમય છે ત્યારે તેના કેમેરા સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે. મુખ્ય કેમેરા, 200-મેગાપિક્સલ સેન્સર સાથે આવી શકે છે. સેમસંગે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 લોન્ચ કર્યો, ત્યારે તેમાં બે મોટા સુધારાઓ કરાયા હતા. તેની ડિઝાઇન તેમજ તેના કેમેરા અપગ્રેડ કરાયા હતા. તેના ગેલેક્સી S25 અલ્ટ્રામાં 200-મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યા છે. ત્યારે 2026 માં લોન્ચ થનાર Samsung Galaxy Z Fold - કોડનેમ Q8 તેમાં વધુ એક ડગલું આગલ વધશે. મુખ્ય કેમેરા, અલબત્ત, ફરી એકવાર 200-મેગાપિક્સલ સેન્સર સાથે આવી શકે છે. હકીકત એ છે કે બંને ફ્રન્ટ કેમેરા - એક પાછળના કવરમાં, એક મોટી આંતરિક સ્ક્રીનમાં - ફરીથી 10MP સેન્સર ધરાવે છે. સેમસંગે ગેલેક્સી S23 શ્રેણી પછી ગેલેક્સી S શ્રેણીમાં 10MP ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કર્યો નથી.
ગેલેક્સી S26 સીરિઝ અપગ્રેડ સાથે ટૂંક સમયમાં આવી શકે છે. તેને ટેલિફોટો કેમેરા ઓપ્ટિકલ ઝૂમ (3x) યથાવત છે, પરંતુ સેન્સરને 12 MP સુધી રિઝોલ્યુશન અપગ્રેડ મળે છે. આ ઉપરાંત અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. તે S25 અલ્ટ્રા જેવો જ છે, અને તેમાં 50MP રિઝોલ્યુશન હશે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 ના કેમેરા અલ્ટ્રા જેવા હોઇ શકે છે, ગેલેક્સી S26 અને S26+ ટૂંક સમયમાં ફરીથી 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા સાથે આવી શકે છે. H8 કોડનેમ સાથેનો અન્ય એક ફોલ્ડ સાથેનાં સ્માર્ટફોનમાં 50MP અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા આપવામાં આવી શકે છે.
હજુ સુધી જ્યારે Samsung Galaxy Z Fold 8 વિકાસ હેઠળ છે ત્યારે તે જુલાઇ 2026 પહેલા લોન્ચ થાય તેવી શક્યતા ઓછી છે. ત્યાં સુધી તેનાં સ્પેસિફિકેશન્સની માહિતી લીક થતી રહશે. ત્યારે આશા રાખી શકાય કે તેમાં અત્યારસુધીમાં જાહેર થયેલા જ કેમેરા સ્પેસિફિકેશન્સ હશે.
સેમસંગનો પાતળા ફોલ્ડેબલ્સ બનાવવાનું વલણ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 સુધી જ સીમિત નાં રહેતા આગામી ગેલેક્સી ઝેડ ફ્લિપ 8 માં પણ જાડાઈ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી અપેક્ષા છે. Samsung Galaxy Z Fold 8 વધુ સલીમ હશે તેવો પણ એક અંદાજ છે.
હાર્ડવેરની વાત કરીએ તો, ગેલેક્સી ઝેડ ફ્લિપ 8 સેમસંગના આગામી એક્ઝીનોસ 2600 પ્રોસેસર પર ચાલશે તેવી ધારણા છે. ગેલેક્સી S26 લાઇનઅપના કેટલાક ભાગોમાં પણ આ જ ચિપ આવી શકે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report