6.67 ઈંચની પોલેડ સ્ક્રીન સાથે લૉન્ચ થઈ શકે છે Vivo T4 Ultra ફોન

જૂન મહિનાની શરૂમાં લોન્ચ થશે Vivo T4 Ultra સ્માર્ટ ફોન.

6.67 ઈંચની પોલેડ સ્ક્રીન સાથે લૉન્ચ થઈ શકે છે Vivo T4 Ultra ફોન

Photo Credit: Vivo

Vivo ભારતમાં ટૂંક જ સમયમાં લોન્ચ કરશે તેની T સિરીઝની લેટેસ્ટ અપડેટનો ફોન T4 Ultra

હાઇલાઇટ્સ
  • 50MPના ટેલીફોટો કેમેરા અને ટ્રીપલ કેમેરા સેટઅપ સાથે આવશે Vivo નવું ડીવાઈસ
  • ડીવાઈસ સાથે કંપની આપશે 90Wનું ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ
  • 100x ઝૂમ કેપેસીટી ધરાવતા કેમેરા સાથે આવશે Vivo T4 Ultra ડીવાઈસ
જાહેરાત

Vivo દ્વારા ભારતમાં તેના T સિરીઝમાં એક નવા સ્માર્ટફોનનો ઉમેરો કરવા જઈ રહ્યો છે. ગત વર્ષે લોન્ચ થયેલા ભારતીય માર્કેટમાં આવેલા T3 ઉલ્ટ્રાના અપડેટ વર્ઝન તરીકે T4 Ultra સ્માર્ટ ફોન બજારમાં આવશે. ફ્લિપકાર્ટની વેબસાઈટ પર “Coming Soon”ના કેપ્શન સાથે Vivo T4 Ultraનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. કંપની તરફથી એવો ઈશારો પ્રાપ્ત થયો છે કે કંપની Vivo T4 Ultra સ્માર્ટફોનને તેના Vivo S20 Pro ડીવાઈસના રિબ્રાન્ડેડ તરીકે લોન્ચ કરી શકે છે. પરંતુ તેનું કોઈ કન્ફર્મેશન કંપની દ્વારા આપવામાં આવ્યું નથી.

Vivo કંપનીએ T4 Ultraના લોન્ચિંગનું ટીઝર જાહેર કર્યું છે. આ કંપનીનો લૉન્ચ થનાર સ્માર્ટ ફોન ગયા વર્ષે ભારતમાં આવેલા T3 Ultra નું અપડેટ વર્ઝન તરીકે માર્કેટમાં આવશે.

કંપની દ્વારા લોન્ચ કરાયેલા ટીઝરમાં ફ્લેગશિપ લેવલનું ઝૂમ બતાવાયું છે. ફોટોની વાત કરીએ તો તેમાં ટેલિફોટો કેમેરા સાથે ટ્રિપલ રીઅર કેમેરા જોઈ શકાય છે. જે 100x ઝૂમ સુધીની કેપેસિટી ધરાવે છે જેની સાથે રિંગ ટાઈપની LED ફ્લેશ પણ આપવામાં આવી છે.

આમ જોવા જઈએ તો Vivo T3 Ultra તેના ડાયમેન્સિટી 9200+ SoC સાથે પાવરફૂલ મનાતો હતો. તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. કંપનીએ લોન્ચ કરેલા ફોટોમાં રાઉન્ડ કેમેરો મોડ્યુલ અને LED ફ્લેશ લાઇટ સાથે રાઉન્ડ કેમેરાનો સમૂહ આપવામાં આવી શકે છે. 50MPનો Sony IMX921 મુખ્ય કેમેરા ઉપરાંત, 50MPનો પેરિસ્કોપ કૅમેરો અને 8MPનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો ડીવાઈસમાં કંપની દ્વારા આપવામાં આવી શકે છે. જે ફોનના આગામી લોંચ કરાયેલા ડીવાઈસમાં અપાયા નહોતા. કેમેરાની ઝૂમિંગની કેપેસિટીમાં ઘણો સુધારો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં ફોનમાં સુપર સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MPનો JN1 ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે.

બજારમાં ફેલાયેલા સમાચારની વાત કરીએ તો ફોનમાં 6.67 ઈંચની પોલેડ સ્ક્રીન આવી શકે છે જે 120Hzના રીફ્રેશ રેટ સાથે આવશે. આ સાથે જ ડીવાઈસમાં હાઈસ્પીડ મીડિયાટેક ડાયમેન્સિટી 9300 સીરીઝના SoC પર કાર્યરત રહેશે. 50MPનો Sony IMX921 પ્રાથમિક કેમેરો અને 50MPનો પેરિસ્કોપ કેમેરાનો સપોર્ટ મળશે. ડીવાઈસમાં 90Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કંપની દ્વારા આપવામાં આવશે.

આવનારા દિવસોમાં આપણને ફોનની બેટરી લાઇફ, ફ્રન્ટ કેમેરા ફિચર્સ અને ફોનના સ્પેક્સ અંગે વધુ જાણકારી મળશે કારણ કે ફોન દેશમાં જૂનની શરૂમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. ફોનના લોન્ચ બાદ તે ફ્લિપકાર્ટ, Vivo ઈન્ડિયા ઓનલાઈન સ્ટોર અને ઑફલાઈન સ્ટોર્સ પરથી વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »