Vivo X200T સ્માર્ટફોન બ્લૂટૂથ SIG અને ભારતના BIS સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર જોવા મળ્યો છે. ભારતના સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર દેખાતા Vivo X200T ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે તેવું લાગે છે.
Photo Credit: Vivo
Vivo X200T ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે
Vivo X200T સ્માર્ટફોન બ્લૂટૂથ SIG અને ભારતના BIS સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર જોવા મળ્યો છે. ભારતના સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર દેખાતા Vivo X200T ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે તેવું લાગે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે તે આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ સ્મેટફોન અંગેના બહાર આવી રહેલી વિગતો માં તેના સ્પેસિફિકેશનનો ઉલ્લેખ કરાયો છે. Vivo X200T માં 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે હશે જે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ ઓફર કરશે. તેની પીક બ્રાઇટનેસ 4,500 nits હોવાની અપેક્ષા છે. તે એન્ડ્રોઇડ 16 સાથે આવશે, જેમાં 5 મુખ્ય એન્ડ્રોઇડ ઓએસ અપડેટ્સ અને 7 વર્ષ સુરક્ષા પેચ આપવામાં આવશે, જે લાંબા ગાળાના સપોર્ટની ખાતરી આપે છે. મીડિયાટેક ડાયમેન્સિટી 9400+ SoC દ્વારા સંચાલિત થશે, જે પર્યાપ્ત રેમ અને સ્ટોરેજ વિકલ્પો સાથે જોડાયેલ છે (કેટલાક વેરિઅન્ટમાં 16GB રેમ અને 1TB સ્ટોરેજ).
6200mAh ની વિશાળ બેટરી સાથે આવતો આ ફોન 90W વાયર્ડ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. Vivo X200T ની ડિઝાઇન સ્લિમ, લાઇટવેઇટ પ્રોફાઇલ સાથે હશે. તેમાં મેટલ ફ્રેમ અને ગ્લોસી બેક હોવાની અપેક્ષા છે.
X200T ના ટ્રિપલ કેમેરા સેટઅપમાં OIS (Zeiss સુપર ફોટો સેન્સિટિવ) સાથે 50-મેગાપિક્સલનો Sony LYT-702 મુખ્ય સેન્સર, 50-મેગાપિક્સલનો Samsung JN1 (અલ્ટ્રા-વાઇડ), અને 50-મેગાપિક્સલનો LYT-600 પેરિસ્કોપ ટેલિફોટોનો સમાવેશ થશે. આગળ, શાર્પ પોટ્રેટ માટે 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે.
કનેક્ટિવિટી માટે Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, USB-C પોર્ટ, વધુ સુરક્ષા માટે, અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર રહેશે. ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP68/IP69 રેટિંગ, સતત કામગીરી દરમ્યાન પણ ફોન ગરમ ન થાય તે માટે 4.5K નેનોફ્લુઇડ VC કૂલિંગ અને eSIM સપોર્ટનો સમાવેશ થાય છે. તેમાં, લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, એક્સીલરોમીટર, કંપાસ તેમજ ગાયરોસ્કોપ રહેશે.
એક અંદાજ પ્રમાણે ભારતમાં Vivo X200T રૂ. 55,000 માં રજૂ કરાશે. તે બ્લેક અને પર્પલ કલરમાં મળશે. આ ફોન ચીનના Vivo X200s નું રિબ્રાન્ડેડ વર્ઝન હોય તેવું લાગે છે, જેની જાહેરાત એપ્રિલ 2025 માં કરવામાં આવી હતી.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત