Vivo X300 સિરીઝ 2 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થઈ રહી છે ત્યારે હાલમાં જ તેની કિંમતની માહિતી બહાર આવી છે.
Photo Credit: Vivo
Vivo X300 സീരീസ് 3nm MediaTek Dimensity 9500 ചിപ്സെറ്റിൽ പ്രവർത്തിക്കുമെന്ന് റിപ്പോർട്ട്
Vivo X300 સિરીઝ 2 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થઈ રહી છે, તેનું લોન્ચ ચીનમાં ગયા મહિને જ કરાયું હતું. આથી તેના સ્પેસિફિકેશન્સની માહિતી આપણે શેર કરી ચૂક્યા છીએ પરંતુ તેની કિંમતો અંગે હજુ સુધી માહિતી બહાર આવી નહતી. જો કે, હાલમાં જ એક ટિપસ્ટરે તેની કિંમત જાહે કરી છે. જેમાં, સ્ટાન્ડર્ડ મોડેલની કિંમત OnePlus 15 અને Oppo Find X9 જેટલી હોવાની અપેક્ષા છે, જ્યારે X300 Pro ની કિંમત Oppo Find X9 Pro જેટલી હોઈ શકે છે.ભારતમાં Vivo X300 12GB રેમ અને 256GB વેરિઅન્ટની શરૂઆત રૂ. 75,999 માં થઈ રહી છે. 12GB રેમ અને 512GB મોડેલની કિંમત રૂ. 81,999 હશે, અને 16GB રેમ અને 512GB વેરિઅન્ટની કિંમત રૂ. 85,999 હશે.
Vivo X300 Pro ની વાત કરીએ તો, તે ભારતમાં ફક્ત 16GB રેમ અને 512GB વેરિઅન્ટમાં રૂ. 109,999 માં મળશે. ફોટોગ્રાફી કીટ, જેને Vivo પ્રો-ફ્રેન્ડલી એડ-ઓન તરીકે આગળ ધપાવી રહી છે, તેની કિંમત ₹19,999 હોવાની ધારણા છે. ટેલિકોન્વર્ટર કીટ, અથવા ટેલિફોટો એક્સ્ટેન્ડર કિટમાં Zeiss 2.35x ટેલિકોન્વર્ટર લેન્સ છે જે ક્લિક કરેલા કોઈપણ ઇમેજ ઓપ્ટિકલ ઝૂમને વિસ્તૃત કરે છે. તે ટેલિકોન્વર્ટર મોડ ચાલુ કરતા ઇન્સ્ટન્ટ લેન્સ ઓળખ અને ઓટોમેટિક કાર્યરત થવા માટે NFC સપોર્ટ સાથે આવે છે.
ચીનની સરખામણીમાં કિંમતો આશ્ચર્યજનક રીતે વધારે છે. ઉદાહરણ તરીકે, X300, 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે લગભગ રૂ. 54,700 થી શરૂ થાય છે, જ્યારે X300 Pro ના 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવતા ફોનની કિંમત ત્યાં આશરે રૂ. 75,000 છે.
આ પ્રોમાં 6.78 ઇંચનો ડિસ્પ્લે અને 50MP સેલ્ફી કેમેરા છે. પાછળના ભાગમાં 50MP મુખ્ય, 50MP અલ્ટ્રાવાઇડ અને 200MP ટેલિફોટો યુનિટ છે.
Vivo X300 સિરીઝના સ્માર્ટફોન 3nm MediaTek Dimensity 9500 ચિપસેટ દ્વારા સંચાલિત હશે, જે VS1 Pro ઇમેજિંગ ચિપ અને V3+ ઇમેજિંગ ચિપ સાથે જોડાયેલ છે. સ્માર્ટફોન Android 16-આધારિત OriginOS 6 પર ચાલશે. ફોન ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 200MP મુખ્ય, 50MP અલ્ટ્રાવાઇડ અને 50MP પેરિસ્કોપ યુનિટ શામેલ છે અને 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે આવશે. Vivo X300 6040 mAh બેટરી સાથે આવશે જ્યારે તેનું pro વર્ઝન 6510 mAh બેટરી સાથે આવશે. X300 એક કોમ્પેક્ટ મોડેલ છે જેમાં 6.31-ઇંચ OLED ડિસ્પ્લે છે. Vivo X300 સ્માર્ટફોન ભારતમાં સમિટ રેડ કલરમાં આવી શકે છે.
જાહેરાત
જાહેરાત
Xbox Partner Preview Announcements: Raji: Kaliyuga, 007 First Light, Tides of Annihilation and More
YouTube Begins Testing Built-In Chat and Video Sharing Feature on Mobile App
WhatsApp's About Feature Upgraded With Improved Visibility, New Design Inspired by Instagram Notes