Vivo દ્વારા ચીનમાં તેની Vivo Y500 સિરીઝમાં નવા સ્માર્ટફોન Vivo Y500i લોન્ચ કરાયો છે. તેણે ગયા વર્ષે Vivo Y500 અને Y500 Pro ની જાહેરાત કરી હતી. વિવોએ આ સ્માર્ટફોનમાં લાંબી બેટરી લાઇફ, વિવિધ સ્ટોરેજ વિકલ્પો અને વિશ્વસનીય 5G પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Photo Credit: Vivo
Vivo Y500i માં સેલ્ફી અને વિડીયો કોલ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.
Vivo દ્વારા ચીનમાં તેની Vivo Y500 સિરીઝમાં નવા સ્માર્ટફોન Vivo Y500i લોન્ચ કરાયો છે. તેણે ગયા વર્ષે Vivo Y500 અને Y500 Pro ની જાહેરાત કરી હતી. વિવોએ આ સ્માર્ટફોનમાં લાંબી બેટરી લાઇફ, વિવિધ સ્ટોરેજ વિકલ્પો અને વિશ્વસનીય 5G પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે એવા વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવે છે જેઓ રોજિંદા કાર્યો અને ઉપયોગિતાને પ્રાથમિકતા આપે છે. Vivo Y500i માં 6.75-ઇંચ LCD ડિસ્પ્લે છે જેનું HD+ રિઝોલ્યુશન 1570 x 720 પિક્સેલ છે. પેનલ 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, 19.6:9 એસ્પેક્ટ રેશિયો, 90.60 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો અને 1500:1 કોન્ટ્રાસ્ટ રેશિયો આપે છે.
Vivo Y500i સ્નેપડ્રેગન 4 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ ફોન 8GB અને 12GB રેમ સાથે આવે છે તેમાં 8GB વેરિઅન્ટમાં LPDDR5X અને 12GB વેરિઅન્ટમાં LPDDR4Xનો ઉપયોગ થાય છે. સ્ટોરેજ વિકલ્પોમાં 128GB, 256GB અને 512GB UFS 3.1નો સમાવેશ થાય છે. Vivo ની મેમરી ફ્યુઝન ટેકનોલોજી વેરિઅન્ટના આધારે 12GB અથવા 8GB સુધી વર્ચ્યુઅલ રેમની મંજૂરી આપે છે.
Vivo Y500i ની એક મુખ્ય ખાસિયત સિંગલ-સેલ 7,200mAh લિથિયમ-આયન બેટરી છે. જે 44W ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે આવે છે. આ ડિવાઇસ OriginOS 6 પર ચાલે છે, જે સંભવતઃ Android 16 પર આધારિત છે.
Vivo Y500i માં f/1.8 એપરચર અને ઓટોફોકસ સપોર્ટ સાથે સિંગલ 50-મેગાપિક્સલનો રીઅર કેમેરા છે. f/2.2 એપરચર સાથે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. અન્ય સુવિધાઓમાં Wi-Fi ડ્યુઅલ-બેન્ડ સપોર્ટ, બ્લૂટૂથ 4.2, બહુવિધ સેટેલાઇટ સિસ્ટમ્સ સાથે GPS, USB-C, 3.5mm હેડફોન જેક, ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ અને આવશ્યક સેન્સરનો સમાવેશ થાય છે. ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ માટે, તેને IP68/69 રેટિંગ મળ્યું છે. તે SGS ગોલ્ડ લેબલ 5-સ્ટાર્ટ ડ્રોપ અને શોક રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન પણ ધરાવે છે. Vivo Y500i ની સાઈઝ 166.64 x 78.43mm x 8.49mm છે અને તેનું વજન લગભગ 219 ગ્રામ છે.
Vivo Y500i 8GB રેમ અને 128GB સ્ટોરેજ, 8GB રેમ અને 256GB સ્ટોરેજ,, 8GB રેમ અને 512GB સ્ટોરેજ, 12GB રેમ અને 256GB સ્ટોરેજ,અને 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવે છે. જેની કિંમત અનુક્રમે 1,499 યુઆન (~$210), 1,799 યુઆન (~$250), 1,999 યુઆન (~$280), 1,999 યુઆન (~$280) અને 2,199 યુઆન (~$315) છે. તે ચીનમાં ગેલેક્સી સિલ્વર, ઓબ્સિડિયન બ્લેક અને ફોનિક્સ ગોલ્ડ કલરમાં મળે છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Realme Neo 8 Display Details Teased; TENAA Listing Reveals Key Specifications