Indkal Technologiesની બેંગલુરુ સ્થિત ઇન-હાઉસ બ્રાન્ડ Wobble એ ભારતમાં કંપનીનો પહેલો સ્માર્ટફોન Wobble one લોન્ચ કર્યો છે
Photo Credit: Wobble One
Wobble One મીડિયાટેક ડાયમેન્સિટી 7400 SoC દ્વારા સંચાલિત
Indkal Technologiesની બેંગલુરુ સ્થિત ઇન-હાઉસ બ્રાન્ડ Wobble એ ભારતમાં કંપનીનો પહેલો સ્માર્ટફોન Wobble one લોન્ચ કર્યો છે. આ ફોનમાં 6.67-ઇંચ (1080×2400 પિક્સેલ્સ) ફુલ HD+ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, ડોલ્બી વિઝન છે, અને તે એપિક હાઇપરએન્જિન ગેમિંગ ટેકનોલોજી સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 7400 SoC દ્વારા સંચાલિત છે. ભારતમાં ડિસ્પ્લે અને સ્માર્ટ ટીવીની વિસ્તૃત રેન્જ રજૂ કરે છે અને હવે આ સ્માર્ટફોન બજારમાં તેનો પગદંડો જમાવશે. તે 12 ડિસેમ્બરથી Amazon અને મુખ્ય રિટેલ ચેનલો પરથી ઉપલબ્ધ થશે.Wobble one ની કિંમત,વોબલ વન મિથિક વ્હાઇટ, એક્લિપ્સ બ્લેક અને ઓડિસી બ્લુ કલરમાં આવે છે અને 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે તેની કિંમત રૂ. 22,000 થી શરૂ થાય છે, અને તે 8GB રેમ 256GB સ્ટોરેજ તેમજ, 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે પણ મળે છે.તેના સ્પેસિફિકેશન્સ જોઈએ તો, ફોન ડ્યુઅલ સીમ સાથે આવશે અને Android 15 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. 2.6GHz સુધી ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 4nm પ્રોસેસર માલી-G615 MC2 GPU સાથે આવશે.
Wobble one ની ફ્રેમ મેટલની આપવામાં આવી છે અને ગ્લાસ બેક છે. તેમાં 50MP મુખ્ય કેમેરા છે જેમાં Sony LYT-600 સેન્સર, OIS, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 50MP ફ્રન્ટ કેમેરા છે. તે Google AI સુવિધાઓ સાથે Android 15 પર ચાલે છે તેમજ તેમાં કોઈ બ્લોટવેર નથી. મતલબ કોઈ પ્રિ ઇન્સ્ટોલ સોફ્ટવેર નહીં હોવાને કારણે વગર જોઈતી સ્પેસ વપરાશે નહીં અને ઉપરાંત તેની કામગીરી પણ ધીમી થશે નહીં.
ફોનમાં એલ્યુમિનિયમ એલોય ફ્રેમ અને ગ્લાસ બેક છે. તે 5000mAh બેટરી પેક કરે છે, અને એક જ ચાર્જ પર 47 કલાક કોલિંગ, 24 કલાક વિડિઓ સ્ટ્રીમિંગ અને 22 દિવસ સ્ટેન્ડબાયનું વચન આપે છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર તેમજ 3.5mm ઓડિયો જેક સાથે આવશે. કનેક્ટિવિટી જોઈએ તો, 5G SA/NSA, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11 એક્સ (2.4GHz + 5GHz), બ્લૂટૂથ 5.4, GPS/GLONASS/ Beidou, USB Type-C 2.0 ને સપોર્ટ કરે છે.
લોન્ચ સમયે Indkal Technologies ના સીઈઓ આનંદ દુબેએ કહ્યું કે,
વોબલનો સ્માર્ટફોન ક્ષેત્રમાં પ્રવેશ ફક્ત એક પ્રોડક્ટ લોન્ચ નથી - તે અમારા વિઝનનું અભિવ્યક્તિ છે. અમે એક એવો સ્માર્ટફોન બનાવવાનું નક્કી કર્યું છે જે આજના વપરાશકર્તાઓની મહત્વાકાંક્ષા અને અભિવ્યક્તિને પ્રતિબિંબિત કરે છે, અને વિશ્વ-સ્તરીય કામગીરી આપે છે. અમારું આ ડિવાઈઝ અમારી સફરનું પહેલું પગલું અને નવીનતા, કારીગરી અને ટેકનોલોજી ડિઝાઇન અને ઉત્પાદનમાં ભારતની વધતી જતી આગેવાની પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે
જાહેરાત
જાહેરાત
Xbox Partner Preview Announcements: Raji: Kaliyuga, 007 First Light, Tides of Annihilation and More
YouTube Begins Testing Built-In Chat and Video Sharing Feature on Mobile App
WhatsApp's About Feature Upgraded With Improved Visibility, New Design Inspired by Instagram Notes