Xiaomi 17 સિરીઝમાં વધુ એક ફોન Xiaomi 17 Ultra લોન્ચ થશે તેવી શક્યતા છે. હાલમાં આ ટોપ એન્ડ ફોન ડેવલપમેન્ટ હેઠળ છે અને તે હજુ ક્યારે લોન્ચ કરાશે તે જાહેર કરાયું નથી.
Xiaomi 15 Ultra (ચિત્રમાં) આ વર્ષની શરૂઆતમાં Leica બ્રાન્ડિંગ સાથે આવ્યું હતું.
Xiaomi 17 સિરીઝમાં વધુ એક ફોન Xiaomi 17 Ultra લોન્ચ થશે તેવી શક્યતા છે. હાલમાં આ ટોપ એન્ડ ફોન ડેવલપમેન્ટ હેઠળ છે અને તે હજુ ક્યારે લોન્ચ કરાશે તે જાહેર કરાયું નથી. જો કે તેના સ્પેસિફિએક્શન્સ અંગેની માહિતી લીક થઈ છે. મળતી માહિતી પ્રમાણે તેમાં, Xiaomi 17 Ultra ટ્રિપલ રીઅર કેમેરા સિસ્ટમથી સજ્જ હશે. તે 200-મેગાપિક્સલ ટેલિફોટો સેન્સર સાથે આવી શકે છે. Xiaomi 17 Ultra 2026 માં લોન્ચ થવાની ધારણા છે. તેના Xiaomi 17 સિરીઝના હાલના મોડેલમાં ઉમેરો કરશે. હાલમાં તેના Xiaomi 17, Xiaomi 17 Pro અને Xiaomi 17 Pro Max બજારમાં છે.Xiaomi 17 અલ્ટ્રાના કેમેરા સ્પેસિફિકેશન્સ લીક,XiaomiTime ના રિપોર્ટ મુજબ, Xiaomi 17 અલ્ટ્રા ફોટોગ્રાફી કીટના લીક થયેલી ઇમેજ પ્રમાણે તેમાં ચોથા સેન્સર માટે કોઈ જગ્યા નથી. આથી માની શકાય કે તેમાં ટ્રિપલ રીઅર કેમેરા આવશે. જે Xiaomi 15 અલ્ટ્રા પર ક્વોડ-કેમેરા યુનિટથી મોટો ફેરફાર દર્શાવે છે.
લાગે છે કે હવે ચીનની આ કંપની હવે ફક્ત કેમેરાની સંખ્યાને બદલે ચોક્કસ ફોકલ લંબાઈ અને સેન્સર કદના ઑપ્ટિમાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે Xiaomi 17 અલ્ટ્રા કેમેરાની ડેવલપમેન્ટ પ્રોસેસ દરમિયાન "નેઝા" કોડનેમ હેઠળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Xiaomi 17 અલ્ટ્રા માં ટ્રિપલ રીઅર કેમેરા સિસ્ટમ હોઈ શકે છે, જેમાં OVX10500U સેન્સર સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, S5KHPE સેન્સર સાથે 200-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને OV50M અથવા S5KJN5 સેન્સર સાથે 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ શૂટર આવશે. તેમાં, સેલ્ફી અને વિડીયો કોલ માટે 50-મેગાપિક્સલનો OV50M ફ્રન્ટ-ફેસિંગ કેમેરા આવી શકે છે.
આ માહિતી અગાઉ થયેલા લીક સાથે મેલ ખાય છે તેમ પણ જણાવાયું હતું કે, હેન્ડસેટમાં 200-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા હશે. તેમાં "મલ્ટી-ફોકલ-લેન્થ લોસલેસ ઝૂમ" અને "ટેલિફોટો મેક્રો" ક્ષમતાઓ માટે 4x4 RMSC સપોર્ટ હશે. સેન્સર "હાઈ ડાઇનેમિક રેન્જ" સાથે વધુ સારો મેગ્નિફિકેશન રેશિયો અને ફોકસ રેન્જ ઓફર કરી શકે છે.
તાજેતરના અન્ય એક અહેવાલ પ્રમાણે Xiaomi 17 Ultra માં ક્વોડ-કેમેરા સિસ્ટમ મળશે, જેમાં ત્રણ 50-મેગાપિક્સલ લેન્સ અને 200-મેગાપિક્સલ ટેલિફોટો શૂટર હશે. જોકે, આ માહિતી હાલમાં લીક થયેલી માહિતી સાથે મેળ ખાતી નથી.
જાહેરાત
જાહેરાત