ગૂગલ સર્કલ ટુ સર્ચની ઉપયોગિતાને સત્તત વિસ્તૃત બનાવી રહ્યું છે. આ ફીચર ઓન સ્ક્રિન સર્ચને વધુ ઝડપી અને સરળ કરવા બનાવાયું છે.
Photo Credit: Google
ગૂગલે પહેલી વાર જુલાઈમાં આ સુવિધાનો ઉલ્લેખ કર્યો હતો, જોકે તે સમયે તે ક્યારેય વ્યાપકપણે ઉપલબ્ધ થયું ન હતું.
ગૂગલ સર્કલ ટુ સર્ચની ઉપયોગિતાને સત્તત વિસ્તૃત બનાવી રહ્યું છે. આ ફીચર ઓન સ્ક્રિન સર્ચને વધુ ઝડપી અને સરળ કરવા બનાવાયું છે. તમે ડિસ્પ્લે પર જેની માહિતી જોઈતી હોય તેના પર વર્તુળ બનાવીને શોધી શકો તે માટે આ ફીચરની શોધ કરવામાં આવી હતી. જો કે હવે તે વધુ સક્ષમ અને AI- ડ્રિવન ટૂલ બન્યું છે. ગૂગલ યુઝર્સને સીધા તેમની સ્ક્રીનમાંથી કન્ટેન્ટ સાથે ઇન્ટરેક્ટ કરવાની રીતને સુધારી રહ્યું છે, લાગે છે એક નવું અપગ્રેડ રોલ આઉટ થવાનું શરૂ થયું છે, અને પ્રારંભિક તારણો સૂચવે છે કે આ ફીચરમાં ફોલો-અપ પ્રશ્નોને હેન્ડલ કરવાની પદ્ધતિમાં નોંધપાત્ર રીતે સુધારો આવશે.
સર્કલ ટુ સર્ચનો ઉપયોગ કરતી વખતે ગૂગલ વાપરનારને ફોલો-અપ પ્રશ્નો પૂછવા દે છે
એન્ડ્રોઇડ ઓથોરિટી અહેવાલ આપે છે કે નવું ગૂગલ એપ વર્ઝન 16.47.49 હવે બધા ફોલો-અપ ટેક્સ્ટ પ્રશ્નોને સ્ટાન્ડર્ડ ઇમેજ સર્ચને બદલે ગૂગલના AI મોડ તરફ ડાયરેક્ટ કરે છે. જો કે આ વર્ઝન હજુ સુધી બધા ડિવાઈઝ સુધી પહોંચ્યું નથી અને આગામી થોડા દિવસોમાં તે વ્યાપકપણે ઉપલબ્ધ થશે. ગેજેટ્સ 360 એ નવા વર્ઝન ઇન્સ્ટોલ કર્યા પછી પણ નવી કાર્યક્ષમતાને ઍક્સેસ કરવામાં અસમર્થ હતું, જે સૂચવે છે કે તે તબક્કાવાર રીતે રોલઆઉટ થઈ શકે છે.
ગૂગલે સૌપ્રથમ જુલાઈમાં આ સુવિધાનો ઉલ્લેખ કર્યો હતો, અને કહ્યું હતું કે પ્રારંભિક પરિણામ જોયા પછી વપરાશકર્તાઓ "AI મોડ સાથે વધુ સારીરીતે કામ લઈ શકશે". આ ક્ષમતા તે સમયે ક્યારેય વ્યાપકપણે ઉપલબ્ધ થઈ ન હતી, પરંતુ તે હવે વધુ વપરાશકર્તાઓ માટે દેખાવા લાગી છે.
અત્યાર સુધી, ગૂગલના સર્કલ ટુ સર્ચમાં વપરાશકર્તાઓ સ્ક્રીન પર વસ્તુઓ પર સર્કલ કે ગોળ બનાવી તેને શોધી શકતા હતા અને AI-જનરેટેડ પ્રતિભાવ મેળવી શકતા હતા, પરંતુ ફક્ત એક જ પ્રશ્ન માટે આ શક્ય બનતું હતું. આથી પૂરતા જવાબ મળતા નહતા.
નવા અપડેટમાં સર્કલ ટુ સર્ચ રિઝલ્ટ પેનલના નીચેના ભાગમાં એક સર્ચ બાર રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે વપરાશકર્તાઓ આ બારમાં ટાઇપ કરે છે, ત્યારે ક્વેરી સીધી AI મોડ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, જેના પરિણામે વધુ વાતચીત, સુસંગત અનુભવ મળે છે.
આ સુધારા સાથે, સર્કલ ટુ સર્ચ બધા વધારાના પ્રશ્નોને AI મોડમાં રાખે છે, જે અગાઉના ઉત્તર સુધી પાછા ફરવાથઈ અટકાવે છે. આ ટાઇટ ઇન્ટિગ્રેશન હોમવર્કમાં મદદ વિઝ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વિંગ અને ટ્રાવેલ રિસર્ચ જેવી નવી ક્ષમતાઓને પણ સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon