OnePlus Watch Lite સ્માર્ટવોચ યુરોપ અને યુકેમાં લોન્ચ કરી છે

OnePlus Watch Lite સ્માર્ટવોચ યુરોપ અને યુકેમાં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ 1.46″ AMOLED 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે સાથે આવે છે. 8.9mm સ્લિમ પ્રોફાઇલ અને હળવા સ્ટેનલેસ-સ્ટીલ કેસ સાથે સ્ટાઈલિશ અને હળવી બનાવાઈ છે.

OnePlus Watch Lite સ્માર્ટવોચ  યુરોપ અને યુકેમાં લોન્ચ કરી છે

Photo Credit: OnePlus

8.9mm પાતળો પ્રોફાઇલ અને હળવો સ્ટેનલેસ-સ્ટીલ કેસ સાથે ઉપકરણ ઉપલબ્ધ છે

હાઇલાઇટ્સ
  • OnePlus Watch Lite ડ્યુઅલ-બેન્ડ GPS છે
  • 10 મિનિટ ચાર્જ કરતા તે આખા દિવસની બેટરી લાઇફ
  • 100+ સ્પોર્ટ મોડ્સ આપવામાં આવ્યા છે
જાહેરાત

OnePlus Watch Lite સ્માર્ટવોચ યુરોપ અને યુકેમાં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ 1.46″ AMOLED 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે સાથે આવે છે. 8.9mm સ્લિમ પ્રોફાઇલ અને હળવા સ્ટેનલેસ-સ્ટીલ કેસ સાથે, OnePlus Watch Lite લાંબા કામકાજના દિવસોથી લઈને મોડી રાત સુધી આરામદાયક રહે છે. મજબૂત, સ્ટાઇલિશ અને એટલી હલકી કે તમે ભૂલી જશો કે તમે પહેરી છે.

તેમાં ડ્યુઅલ-બેન્ડ GPS છે જે તેના લોકેશનની એક્યુરસી વધારે છે. વોચ 100+ સ્પોર્ટ મોડ્સ, ક્રોસ-OS ડ્યુઅલ ફોન પેરિંગ છે, અને તેમાં IP68 + 5ATM વોટર રેઝિસ્ટન્સ છે. તે 7 દિવસ સામાન્ય અને 10 દિવસ સુધીની મહત્તમ બેટરી લાઇફનું વચન આપે છે. કંપનીએ અનુસાર તેને 10 મિનિટ ચાર્જ કરતા તે આખા દિવસની બેટરી લાઇફ આપે છે.

OnePlus Watch Lite કિંમત અને ઉપલબ્ધતા

OnePlus Watch Lite બ્લેક સ્ટીલ અને સિલ્વર સ્ટીલ રંગોમાં આવે છે અને તેની કિંમત 179 યુરો (USD 209 / રૂ. 18,940 આશરે) / 179 GBP છે અને તે યુરોપ અને યુકેના ઘણા દેશોમાં પ્રી-ઓર્ડર માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.

OnePlus Watch Lite ના સ્પેસિફિકેશન્સ

OnePlus Watch Lite માં 1.46″ (464 x 464 પિક્સેલ્સ) 3000 nits પીક બ્રાઇટનેસ સાથે AMOLED ડિસ્પ્લે, 317 પિક્સલ ડેન્સિટી છે. તેમાં BES2800BP ચિપસેટ

OxygenOS Watch 7.1 છે જે Android 9.0, IOS 14.0 અને તેથી વધુ વર્ઝનવાળા સ્માર્ટફોનને સપોર્ટ કરે છે. તેમાં, 4GB EMMC સ્ટોરેજ, 100+ સ્પોર્ટ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં એક્સીલેરોમીટર, ગાયરોસ્કોપ સેન્સર, જીઓમેગ્નેટિક સેન્સર, એર પ્રેશર સેન્સર, ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, ઓપ્ટિકલ બ્લડ ઓક્સિજન સેન્સર, કાંડા તાપમાન સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર છે.

તે હાર્ટ રેટ મોનિટરિંગ, હાઈ/લો હાર્ટ રેટ એલર્ટ્સ, રેસ્ટિંગ હાર્ટ રેટ, સ્લીપ બેન્ચમાર્ક હાર્ટ રેટ જેવા ફીચર્સ ધરાવે છે. ફોલ ડિટેક્શન, ધૂળ અને પાણી પ્રતિકાર માટે તે 5ATM + IP68 રેટિંગ્સ ધરાવે છે.

કેનેક્ટિવિટી માટે બ્લુટુથ 5.2, ડ્યુઅલ બેન્ડ L1+L5, Beidou, GPS, GALILEO, GLONASS, QZSS, NFC (સપોર્ટેડ નોન-કોન્ફિડેન્શિયલ એક્સેસ કાર્ડ) સ્પોર્ટેડ છે.

તેની સાઈઝ 44.98×44.98×8.9 મીમી છે અને વજન ૩૫ ગ્રામ છે.

આરામ અને પરફોર્મન્સ માટે બનાવાયેલા સ્ટ્રૈપ

ટ્રેનિંગ માટે પાતળા, નરમ ફ્લોરોઇલાસ્ટોમર બેન્ડનો ઉપયોગ કરાયો છે. પાણી અને પરસેવા-પ્રતિરોધક, તેની ફ્લેક્સિબલ, વળાંકવાળી ડિઝાઇન આખા દિવસના આરામ માટે યોગ્ય છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. અપગ્રેડેડ ડિસ્પ્લે અને પરફોર્મન્સ સાથે Lumio Vision 9 (2026) આવી રહ્યું છે
  2. Apple iPhone 18 Pro સિરીઝમાં લાવશે નવો લાલ શેડ અને મિની ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઈન
  3. Netflix પર આવી રહ્યું છે 'યુથ ' : ટીનએજ જીવનની ભાવનાત્મક સફર હવે ઘરે બેઠા જુઓ
  4. Redmi A7 Pro 5G Unisoc પ્રોસેસર અને 32MP કેમેરા સાથે બજેટ કિંમતે લોન્ચ
  5. AI ફોક્સ સાથે એપલના "ડિસ્પ્લે ફ્રી " સ્માર્ટ ગ્લાસિસ મેટાને ટક્કર આપશે
  6. Infinix Note 60 Pro આવ્યો માર્કેટમાં : Snapdragon 7s Gen 4 , 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે
  7. નવા મોડલ પહેલા Galaxy Z Fold 7 મોંઘો થયો , અન્ય સેમસંગ ફોનમાં પણ ભાવવધારો
  8. એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone 2026માં iPhone 18 પ્રો સાથે લોન્ચ થવાની સંભાવના
  9. ગુરુ અને શનિના ચંદ્રોમાં તફાવત પાછળ ચુંબકીય ક્ષેત્રનું રહસ્ય ખુલ્લું
  10. ભાનુપ્રિયા ભુતેર હોટેલ હવે OTT પર , હોરર- કોમેડી ફિલ્મ 15 એપ્રિલે ZEE5 પર રિલીઝ થશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »