સોમવારે ભારતમાં ચાઇનીઝ ટેક કંપની Huawei એ તેની GT સિરીઝમાં Huawei Watch GT 6 અને Watch GT 6 Pro લોન્ચ કરી છે
Photo Credit: Huawei
Huawei Watch GT 6 Pro, Watch GT 6, 21 દિવસ સુધીની બેટરી લાઇફ સાથે લોન્ચ
સોમવારે ભારતમાં ચાઇનીઝ ટેક કંપની Huawei એ તેની GT સિરીઝમાં Huawei Watch GT 6 અને Watch GT 6 Pro લોન્ચ કરી છે. Huawei Watch GT 6 અને Watch GT 6 Pro બંને, ફ્લિપકાર્ટ અને RTC ઇન્ડિયા વેબસાઇટ દ્વારા દેશમાં ઉપલબ્ધ છે. Watch GT 6 Pro સિંગલ 46mm ડાયલ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે, ત્યારે વેનીલા Watch GT 6 બે સાઇઝમાં મળે છે. Watch GT 6 Pro અને Watch GT 6 ના 46mm મોડેલમાં 466×466 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 1.47-ઇંચ AMOLED ડિસ્પ્લે છે.
Huawei GT 6 Pro ની કિંમત ભારતમાં 46mm બ્લેક અને બ્રાઉન કલરમાં રૂ. 28,999 થી શરૂ થાય છે. દરમિયાન, 46mm ટાઇટેનિયમ વિકલ્પની કિંમત રૂ. 39,999 છે.
Huawei Watch GT 6, 41mm બ્લેક, વ્હાઇટ, પર્પલ અને બ્રાઉન ક્લરમાં રૂ. 21,999 થી શરૂ થાય છે અને તેમાં ગોલ્ડ ક્લેરના વેરિએન્ટની કિંમત રૂ. 24,999 છે. છેલ્લે, 46mm મોડેલની કિંમત ગ્રીન, ગ્રે અને બ્લેક શેડ્સ માટે રૂ. 21,999 છે.
Huawei Watch GT 6 Pro અને Watch GT 6 Android 9 અને પછીના વર્ઝન અને iOS 13 કે પછીના વર્ઝન પર ચાલતા ફોન સાથે સુસંગત છે. બંનેમાં 317 ppi પિક્સેલ ડેન્સિટી અને 466x466 પિક્સલ રિઝોલ્યુશન સાથે 1.47-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. જો કે, સ્ટાન્ડર્ડ મોડેલનું 41mm વેરિઅન્ટ 352 ppi પિક્સલ ડેન્સિટી સાથે 1.32-ઇંચ (466×466 પિક્સેલ) AMOLED ડિસ્પ્લેથી સજ્જ છે. Pro મોડેલ 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ પણ આપે છે.
Huawei ના Watch GT 6 Pro માં ટાઇટેનિયમ એલોય કેસ છે, અને Watch GT 6 માં સ્ટેનલેસ કેસ છે. જ્યારે વોચ GT 6 પ્રોમાં એક્સીલેરોમીટર, ગાયરોસ્કોપ, મેગ્નેટોમીટર, ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, બેરોમીટર, ટેમ્પરેચર સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ECG સેન્સર અને ડેપ્થ સેન્સર છે, ત્યારે વેનીલા વોચ GT 6 ECG અને ડેપ્થ સેન્સર્સથી વંચિત છે. નવા વેરેબલ્સ ધૂળ અને પાણી પ્રતિકાર માટે 5ATM + IP69 રેટિંગ સાથે આવે છે.
કનેક્ટિવિટી માટે, Watch GT 6 Pro અને Watch GT 6 માં Huawei નું Sunflower GPS, NFC, Bluetooth 6, Wi-Fi, GLONASS, BeiDou, Galileo, OZSS અને NavIC સપોર્ટ મળે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ 21 દિવસની મહત્તમ બેટરી લાઇફ, "ટિપિકલ યુસેઝ સાથે 12 દિવસ સુધી", ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે સાત દિવસ સુધી અને આઉટડોર સ્પોર્ટ મોડમાં 40 કલાક સુધી બેટરી લાઇફ આપશે. જોકે, 41mm Watch GT 6 14 દિવસની મહત્તમ બેટરી લાઇફ આપશે.
જાહેરાત
જાહેરાત