Photo Credit: Microsoft
માઇક્રોસોફ્ટે તેના નવા સરફેસ પ્રો અને સરફેસ લેપટોપ લૉન્ચ કર્યા છે, જે ખાસ કરીને બિઝનેસ અને ઓર્ગેનાઈઝેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ બંને Copilot+ PC ડિવાઇસિસ ઇન્ટેલ કોર અલ્ટ્રા સિરીઝ 2 પ્રોસેસર સાથે આવે છે, જે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (NPU) ની મદદથી AI કોમ્પ્યુટીંગ ક્ષમતાઓ પૂરું પાડે છે. આ નવા સરફેસ ડિવાઇસીસ Cloud કોમ્પ્યુટીંગ અને લોકલ AI પ્રોસેસિંગ વચ્ચે બેલેન્સ પૂરું પાડે છે, જેથી AI-સક્ષમ વર્કફ્લો વધુ અસરકારક બની શકે. સરફેસ Pro અને સરફેસ લેપટોપ નવી વિંડોઝ 11 Pro સાથે આવે છે અને સિક્યોરિટી માટે TPM 2.0, બિટલોકર, માઈક્રોસોફ્ટ પ્લુટોન ટેકનોલોજી અને NFC ઓથેન્ટિકેશન ફીચર્સનો સમાવેશ થાય છે.
માઇક્રોસોફ્ટ સરફેસ પ્રો અને સરફેસ લેપટોપ ની પ્રારંભિક કિંમત $1,499.99 (લગભગ ₹1,30,000) છે. આ ડિવાઇસીસ ફેબ્રુઆરી 18 થી સિલેક્ટ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.
સરફેસ પ્રો માં 13-inch (2880 × 1920 pixels) પિક્સલસેન્સ ફ્લો ડિસ્પ્લે છે, જે LCD અને OLED વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. ડિસ્પ્લે 120Hz ડાયનેમિક રિફ્રેશ રેટ અને 900 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડોલ્બી વિઝન IQ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સુરક્ષા માટે સામેલ છે.
તે ઇન્ટેલ કોર અલ્ટ્રા 7 268V પ્રોસેસર, 32GB LPDDR5x RAM અને 1TB Gen 4 SSD સાથે ઉપલબ્ધ છે. સ્નેપડ્રેગન X Elite ચિપસેટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
સરફેસ Pro માં 1440p Quad HD સરફેસ Studio ફ્રન્ટ કેમેરા, 10MP Ultra HD રિયર કેમેરા, વિન્ડોઝ હેલો ફેસ અનલોક, ડ્યુઅલ સ્ટુડિયો માઇક, ડોલ્બી એટમોસ સાથે 2W સ્ટેરિયો સ્પીકર્સ, અને બ્લૂટૂથ LE ઓડિઓ સપોર્ટ છે. કનેક્ટિવિટી માટે Thunderbolt 4 સાથે બે USB Type-C પોર્ટ, સરફેસ કનેક્ટ પોર્ટ અને Wi-Fi 7 છે. બેટરી 14 કલાક સુધી વિડિયો પ્લેબેક સપોર્ટ કરે છે.
સરફેસ લેપટોપ બે સાઇઝમાં આવે છે – 13.8-inch (2304 × 1536 pixels) અને 15-inch (2496 × 1664 pixels). તે જ ઇન્ટેલ કોર અલ્ટ્રા 7 268V, 32GB RAM, અને 1TB SSD સપોર્ટ સાથે આવે છે.
13.8-inch મોડેલ નું વજન 1.35kg છે અને બેટરી 20 કલાક સુધી વિડિયો પ્લેબેક પૂરુ પાડે છે.
જાહેરાત
જાહેરાત