ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ સાથે હવે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ સોમવારથી "દિવાળી સ્પેશિયલ" સેલ જાહેર કરાયું છે.
Photo Credit: Lenovo
એમેઝોન સેલ 2025: લેનોવો 27-ઇંચ QHD i9 32GB/1TB AiO રૂ. 1,05,990 માં ખરીદી શકાય છે
23 સપ્ટેમ્બરના રોજ દેશમાં વ્યાપક વાર્ષિક વેચાણ ઇવેન્ટ શરૂ થયા પછી, ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 23 સપ્ટેમ્બરથી ચાલુ થયું હતું અને હવે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ સોમવારથી "દિવાળી સ્પેશિયલ" સેલ જાહેર કરાયું છે. આ સેલ દિવાળી સુધી ચાલશે. સેલમાં અનેકવિધ ઉત્પાદનો પર ભારે છૂટ જાહે કરાઈ છે જેનો ગ્રાહકો ભરપૂર લાભ લઈ રહ્યા છે.ઓલ-ઇન-વન પીસી પર અપાઈ રહેલા ડિસ્કાઉન્ટ પર પણ ગ્રાહક નજર કરી રહ્યા છે. આજે આપણે તેના અંગેની માહિતી જાણીશું.ઓલ ઇન વન પીસી પર ભારે છૂટ,ASUS A3202 21.45" FHD Celeron 8GB/256GB AiO લેપટોપ જેની કિંમત રૂ. 47,990 છે તે હાલમાં સેલમાં રૂ. 24,990 માં લઈ શકાશે.
HP All-in-One 24" FHD Ryzen 3 8GB/512GB AiO નો ભાવી રૂ. 51,848 થી ઘટાડીને રૂ. 36,990 કરાયો છે. Asus V440 23.8" FHD i3 8GB/512GB AiOની કિંમત રૂ. 59,990 છે તે સેલમાં રૂ. 39,990માં મળી રહ્યું છે. HP 27" FHD i3 8GB/512GB AiO IR Camera સાથે રૂ. 48,990માં મળશે તેની કિંમત રૂ. 65,374 છે. Asus A3402 23.8" FHD i5 8GB/512GB AiO રૂ. 79,990ને બદલે સેલમાં રૂ. 54,990માં લઈ શકશો. HP 27" FHD i5 16GB/1TB AiO રૂ. 93,552 ને બદલે રૂ. 69,990માં, HP 27" FHD Core Ultra 5 16GB/1TB AiO રૂ. 93,552 ને સ્થાને સેલમાં રૂ. 75,990 માં મળશે. આ ઉપરાંત Lenovo 27" FHD i7 16GB/1TB AiO IR Camera સાથે રૂ. 98,960 ને બદલે રૂ. 81,990માં તેમજ Lenovo 27" QHD i9 32GB/1TB AiO રૂ. 1,31,190 ને બદલે સેલ હેઠળ રૂ. 1,05,990માં મળશે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી સ્પેશિયલ સેલ દરમિયાન પસંદગીની બેંક કાર્ડનો ઉપયોગ કરી વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. જેના કારણે ભાવમાં વધુ ઘટાડો મળશે. એક્સિસ બેંક, બોબકાર્ડ, IDFC ફર્સ્ટ બેંક અને RBL બેંકના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને બોનસ ડીલ્સ સાથે 10 ટકા વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. ગ્રાહક વિવિધ ચૂકવણીમાં કુલ રૂ. 65,000 સુધીનો ભાવ ઘટાડો મેળવી શકે છે.
આ લાભો 12 ઓક્ટોબરના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી માન્ય છે. ગ્રાહકો એક્સચેન્જ ડીલ્સ, EMI વિકલ્પો અને વિશિષ્ટ કૂપન્સનો પણ લાભ લઈ શકે છે, જે વેચાણ દરમિયાન બચત કરવાની ઘણી રીતો પ્રદાન કરે છે.
આ સેલમાં અન્ય ઉપકરણો જેમકે, રેફ્રિજરેટર અને સ્માર્ટ ટીવી સાથે લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટવોચ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ પણ ઓફરમાં મળી રહ્યા છે.
જાહેરાત
જાહેરાત