એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 છેલ્લા છ દિવસથી ચાલી રહ્યું છે. જેમાં અનેકવિધ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ અને ઓફર ચાલુ છે. 16 જાન્યુઆરીએ તે બધા વપરાશકર્તાઓ માટે લાઇવ થયો હતો.
Photo Credit: HP
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન પ્રાઇમ મેમ્બર્સને 12.5 ટકા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મળશે
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 છેલ્લા છ દિવસથી ચાલી રહ્યું છે. જેમાં અનેકવિધ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ અને ઓફર ચાલુ છે. 16 જાન્યુઆરીએ તે બધા વપરાશકર્તાઓ માટે લાઇવ થયો હતો. આ સેલ ઇવેન્ટ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા યોજાઈ રહ્યું છે. તેમાં, સ્માર્ટફોન, ઇયરબડ્સ, સ્માર્ટવોચ, ટેબ્લેટ, સ્માર્ટ ટીવી, ગેમિંગ કન્સોલ, હોમ એપ્લાયન્સિસ ઉપરાંત વિવિધ ઉત્પાદનોને ડિસ્કાઉન્ટ હેઠળ આવરી લેવાયા છે. તેમાં HP, Lenovo તેમજ Asus જેવા પ્રીમિયમ લેપટોપ પર પણ સેલ ચાલી રહ્યું છે. જો તમારે તમારા લેપટોપને અપગ્રેડ કરવું હોય કે નવું લેવું હોય તો સેલમાં અનેક વિકલ્પ છે.
ઈ-કોમર્સ જાયન્ટ દ્વારા દરેક સેલ ઇવેન્ટની જેમ હાલમાં ત્રણ સ્તરના ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે. પહેલું ડિસ્કાઉન્ટ સીધું ડિસ્કાઉન્ટ છે જે પ્લેટફોર્મ પર વિવિધ ઉત્પાદનો પર ઉપલબ્ધ હશે, અને તેને લાલ લેબલ સાથે પ્રકાશિત કરવામાં આવશે. આ ઉપરાંત, એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 બેંક ઑફર્સ પણ આપે છે. SBI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ તેમની ખરીદી પર 10 ટકા (પ્રાઈમ સભ્યો માટે 12.5 ટકા) સુધીની છૂટ મેળવી શકે છે.
આ ઉપરાંત ચોક્કસ ઉત્પાદનો પર નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સ ઉપલબ્ધ છે. જ્યારે પહેલો વિકલ્પ તમને તમારા ખર્ચને થોડા મહિનાઓ સુધી વહેંચવાની મંજૂરી આપે છે, ત્યારે બીજો વિકલ્પમાં તમે નવું ખરીદતી વખતે તમારી જૂની પ્રોડક્ટ આપીને વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ તમામ ડિલ્સ હેઠળ ગ્રાહક ખરીદી કિંમત પર ઘણો ઘટાડો મેળવવો શક્ય છે.
HP Omnibook 5 હાલમાં રૂ. 85,965 માં લિસ્ટેડ છે પરંતુ તે તમે સેલમાં રૂ. 70,999 માં ખરીદી શકો છો. Microsoft Surface Pro 11 રૂ. 1,18,999 ને સ્થાને રૂ. 1,12,990 માં, HP 15 રૂ. 83,034 ને સ્થાને હાલમાં રૂ. 63,990 માં તેમજ Asus Vivobook S14 રૂ. 1,08,990 ને સ્થાને હાલમાં રૂ. 83,990 માં, Lenovo Yoga Slim 7 રૂ 1,13,290 ને સ્થાને હાલમાં રૂ. 76,990 માં તેમજ Dell Inspiron 7440 રૂ. 1,03,634 ને સ્થાને હાલમાં રૂ. 77,990 માં મળી રહ્યું છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Realme Neo 8 Launched With Snapdragon 8 Gen 5 Chip, 8,000mAh Battery: Price, Features
Amazon Great Republic Day Sale: Best Deals on Robot Vacuum Cleaners