ચીન લોન્ચ પહેલા OnePlus 15Tની પ્રથમ સત્તાવાર ઇમેજ બહાર

OnePlusએ આવનારા OnePlus 15T ની ડિઝાઇન સત્તાવાર રીતે ટીજ કરી છે . આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ, સ્લિમ બેઝલ્સ અને 7,500mAh બેટરી આપવામાં આવી શકે છે.

ચીન લોન્ચ પહેલા  OnePlus 15Tની પ્રથમ સત્તાવાર ઇમેજ બહાર

Photo Credit: Weibo/ OnePlus

OnePlus 15Tમાં OnePlus 13Tની જેમ જ 6.32 ઈંચનું OLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે .

હાઇલાઇટ્સ
  • IP66+IP68+IP69+IP69K રેટિંગ
  • OnePlus 15Tમાં 7,500mAh ક્ષમતાની "Glacier Battery"
  • 6.32 ઇંચ ફ્લેટ ડિસ્પ્લે LUMO પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા
જાહેરાત

OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થવાની અફવા છે , જે એપ્રિલ 2025માં રજૂ કરાયેલા  OnePlus 13Tનો અનુગામી માનવામાં આવે છે . આ ફોનના લોન્ચ પહેલા  જ કંપનીએ તેની સત્તાવાર ઇમેજ  બહાર પાડી છે . આ ઇમેજમાં ફોનનો ડિઝાઇન અને કેમેરા લેઆઉટ જોવા મળે છે . આ સ્માર્ટફોન  સ્લિમ  સાઈડ બેઝલ્સ અને કોમ્પેકટ બોડી હોવાની શક્યતાઓ છે  અને તે કંપનીના નાના સ્ક્રીન ફ્લેગશિપ તરીકે સ્થાન આપે છે . Weibo પર  OnePlus દ્રારા  શેર કરવામાં આવેલી સત્તાવાર ઇમેજ મુજબ  OnePlus 15Tમાં ચોરસ આકારનો રિયર કેમેરા જોવા મળે છે .આ કેમેરા આઇલેન્ડમાં ડયુઅલ રિયર કેમેરા  સેટઅપ છે  અને તેના પર LED ફ્લેશ આપવામાં આવ્યો છે .

આ ડિઝાઇન હાલમાં  OnePlus 13s ,  OnePlus અને  OnePlus 15R માં જોવા મળેલા કેમેરા યુનિટ જેવી લાગે છે . કંપનીએ જાહેર કરેલી આ ડિઝાઇન અગાઉની અફવાઓથી અલગ છે . આમ ફોનમાં મોટો લંબચોરસ કેમેરા હાઉસિંગ હોવાની વાત કરવામાં આવી હતી .

ઈમેજો પરથી એવું જણાય છે કે કેમેરા બમ્પ પ્રમાણમાં નાનો છે અને પાછળના પેનલથી થોડો ઉપર ઉઠેલો છે . OnePlus 15Tને બે રંગોમાં બતાવ્યા છે  જે ભૂરા  અને લીલા છે . પાછું આ લીલા રંગના વેરિઅન્ટમાં મેટ ફિનિશ સાથે કેમેરા મોડયુલ પણ સમાન છે જયારે ભૂરા રંગમાં વધુ ગાઢ ટોન જોવા મળે છે .  

ટીઝર મુજબ, હેન્ડસેટમાં ગોળ ખૂણાઓ સાથે ફ્લેટ બેક પેનલ અને ફ્લેટ ફ્રેમ આપવામાં આવી છે . જે વધુ સારી એર્ગોનોમિક્સ સાથે કોમ્પેકટ ડિઝાઇન જાવવી  રાખે છે .

OnePlus 15T ફીચર્સ અને સ્પેસિફિકેશન :

કંપનીએ પહેલા જ પુષ્ટિ કરી હતી કે OnePlus 15માં 6.32 ઇંચનો ફ્લેટ ડિસ્પ્લે હશે .જેને નાના સ્ક્રીન પેનલ તરીકે પણ જોવામાં આવ્યો છે . આ ફોનમાં મોટો " Golden  R Angle " હશે . આ ફોનમાં ચારેય બાજુ અત્યંત સાંકડા બેઝલ્સ હોવાની પણ શક્યતાઓ છે . જે આ ફોનના ફ્રન્ટ ડિઝાઇનને વધુ સારો લૂક આપશે .  

વાત કરીએ કેમેરાની તો ,આવી અપેક્ષા છે કે  આ ફોનમાં હેન્ડસેટમાં અપગ્રેડેડ LUMO  પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવશે . આ ઉપરાંત આ ફોનમાં IP66+IP68+IP69+IP69K  રેટિંગ પણ આપવામાં આવ્યો છે જે આ ફોનને ધૂળ અને પાણી સામે વધુ મજબૂત સુરક્ષા આપશે .

આ ફોનની બેટરી પણ મુખ્ય આકર્ષક બની શકે છે . અહેવાલો મુજબ ,  OnePlus 15Tમાં 7,500mAh  ક્ષમતાની "Glacier Battery " આપવામાં આવશે . OnePlusના પ્રમુખ લી જીના જણાવ્યા અનુસાર આ બેટરી કેટલાક મોટા સ્ક્રીન ફ્લેગશિપ ફોનમાં 100W  Super Flash Charging અને Bypass Charging સપોર્ટ મળવાની પણ શક્યતાઓ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »