Department of Telecommunicationsનું નવું SIM Binding નિયમ મેસેજિંગ એપ્સ માટે સતત સિમ ચકાસણી ફરજિયાત બનાવી શકે છે . આ પગલાંથી ઓનલાઇન થતા કૌભાંડોમાં કમી આવશે .
Photo Credit: Unsplash/Daniel Korpie
આ સુધારો ટેલેગ્રામ , સિગ્નલ અને વોટ્સઅપ જેવી એપ્સને અસર કરે છે .
ભારતમાં મેસેજિંગ એપ્સ માટે ઓળખ ચકાસણી વધુ કડક બનાવવા માટે Department of Telecommunications( DoT )દ્રારા SIM Binding સંબંધિત નવો નિયમ રજૂ કરવામાં આવ્યો છે .આ નવો નિર્દેશ ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા (TCS ) સુધારા નિયમો, 2025 હેઠળ જાહેર કરવામાં આવ્યુ છે . આ નિયમ મુજબ મેસેજિંગ પ્લેટફોર્મના ફેરફારોને અમલમાં મુકવા 90 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો. આ નિયમનો મુખ્ય હેતુ એ છે કે મેસેજિંગ એપ એકાઉન્ટ હંમેશા સક્રિય સિમ કાર્ડ સાથે જોડાયેલ રહે સરકાર મુજબ આ પગલું ડિજિટલ નકલ , નાણાકીય છેતરપિંડી , ઓનલાઇન કૌભાંડો અને ઓળખના દુરુપયોગ જેવા વધતા જતા કેસોને રોકવા માટે લેવામાં આવ્યું છે .
આ નિયમ Telecommunication Identifier User Entities તરીકે ઓળખતી સેવાઓ પર લાગુ પડશે . તેમાં લોકપ્રિય મેસેજિંગ એપ્સ જેમ કે WhatsApp, Telegram, Signal Snapchat અને Facebook Messengerનો સમાવેશ છે .
SIM Binding શું છે
DoT અનુસાર SIM Binding એ એવી પદ્ધતિ છે જેમાં યુઝરના મેસેજિંગ એકાઉન્ટને સ્માર્ટફોનમાં દાખલ કરાયેલા સક્રિય સિમ કાર્ડ સાથે જોડવામાં આવેલ છે .આનાથી આ ખાતરી થાય છે કે એપમાં નોંધેલ ફોન નંબર હમેશા સક્રિય રહે અને તેનો ટેલિકોમ સબસ્ક્રાઈબર રેકોર્ડ સાથે ચકાસી લેવાશે.
આ નવી સિસ્ટમ હેઠળ મેસેજિંગ એપ્લિકેશનોને સતત સિમ ચકાસણી પ્રકિયા અમલમાં મુકવી પડશે જો વપરાશકર્તા સિમ કાઢી નાખે અથવા બદલે તો એપ એકાઉન્ટની ઍક્સેસ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે .
યુઝર્સ પર અસર :
આ નવા નિયમો આવા લોકો પર અસર કરી શકે છે જે વારંવાર પોતાના ઉપકરણો અથવા સિમ કાર્ડ બદલે છે .અથવા વિદેશ પ્રવાસ દરમિયાન સ્થનિક સિમનો ઉપયોગ કરતા નથી . આવી સ્થિતિમાં યુઝર્સને ફરીથી ચકાસણી કરવાની જરૂર પડી શકે છે .
આ નિયમોમાં લિંકડ ડિવાઇસ માટે ઑટોમેટિક લોગઆઉટ સિસ્ટમ લાગુ કરવાની પણ જોગવાઈ છે . ઉદાહરણ તરીકે WhatsApp વેબનો ઉપયોગ કરતી વખતે યુઝર્સને સમય સમય મુખ્ય સ્માર્ટફોન પરથી લોગિન કરવાની ફરજ બતાવવી પડે છે .
નવા નિયમનો વિરોધ :
આ નવો નિયમ બહાર પડતા જ એના માટેનો વિરોધ પણ જોયા મળ્યો છે. SIM Binding નિયમ જાહેર થયા બાદ Internet Freedom Foundationએ DoT ને આ બધા નિયમો પાછા ખેંચવા વિનંતી કરી છે . આ નિયમથી યુઝર્સને વિદેશ પ્રવાસ દરમિયાન થોડી મુશ્કેલીઓ આવી શકે છે .અથવા તો સિમને નુકસાન થાય તો ચેટ્સ ગુમાવવાનો ભય રહે .
કેટલાક અહેવાલો મુજબ, WhatsApp પહેલાથી જ ભારતમાં નવા નિયમોને અનુરૂપ નવી સુવિધાઓ પર કામ શરુ કરી દીધું છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999