Xiaomi TV S Mini LED (2026) ભારતમાં Amazon અને કંપનીના ઓનલાઇન સ્ટોર દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ છે
Photo Credit: Xiaomi
Xiaomi TV S Mini LED (2026) માં ડયુઅલ સ્પીકર સેટઅપ હોઈ શકે
ચીની ટેક કંપની Xiaomiએ જાહેરાત કરી છે કે તેની નવી Xiaomi TV S Mini LED (2026) સ્માર્ટ ટીવી સિરીઝ આ અઠવાડિયાના અંતમાં ભારતમાં લોન્ચ થશે . આ નવી 4K સ્માર્ટ ટીવી લાઇનઅપમાં ત્રણ અલગ સાઈઝના મોડેલ જેમ કે 55 ઇંચ , 65 ઇંચ અને 75 ઇંચ શામેલ રહેશે . સાથે જ આ ટીવી સિરીઝ માટેની માઈક્રોસાઈટ્સ ઈ - કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીના ઓનલાઇન સ્ટોર પર લાઈવ થઈ ગઈ છે , જે ડિઝાઈન અને કેટલીક મુખ્ય વિગતો દર્શાવે છે . Xiaomi TV S Mini LED (2026) માં ડયુઅલ સ્પીકર સેટઅપ હોઈ શકે . Xiaomi TV S Mini LED (2026) ભારતમાં Amazon અને કંપનીના ઓનલાઇન સ્ટોર દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ છે
કંપની મુજબ , Xiaomi TV S Mini LED (2026) સિરીઝ 15 એપ્રિલે ભારતમાં રજૂ કરવામાં આવશે . આ સ્માર્ટ ટીવી Quantum MagiQ ટેક્નોલોજી સાથે આવશે , જે વધુ સારી કલર એકયુરેસિ , વધારે કોન્ટ્રાસ્ટ અને સુધારેલી પિક્ચર ક્વોલિટી આપે છે .
આ લાઇનઅપમાં Mini LED ટેક્નોલોજી સાથે લોકલ ડિમિંગ ફીચર મળશે , જે સ્ક્રીનની બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટને વધુ અસરકારક બનાવે છે . ડિઝાઈનની વાત કરીએ તો , ટીવીમાં પાતળા બેઝલ્સ અને ચાર સ્પોક્સવાળો સ્ટેન્ડ જોવા મળી શકે છે .
ભારત પહેલા , Xiaomi TV S Mini LED (2026) પહેલાથી જ કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ છે . આના વૈશ્વિક વર્ઝનમાં 75 ઇંચ સુધીની 4K QD Mini LED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1,200 nits સુધી પીક બ્રાઇટનેસ , 60Hz રિફ્રેશરેટ રેટ , 178 ડિગ્રી વ્યૂઇંગ એંગલ અને 94% DCI - P3 કલર ગેમટ સપોર્ટ કરે છે .
પરફોર્મન્સ માટે , આ સ્માર્ટ ટીવી Google TV પર ચાલે છે અને તેમાં ક્વાડ - કોર Cortex- A55 પ્રોસેસર , Mali - G52, GPU , 2GB RAM અને 32GB સ્ટોરેજ મળે છે . કનેક્ટિવિટી માટે આ ટીવીમાં Bluetooth 5.0 , ડયુઅલ - બેન્ડ Wi - Fi , HDMI 2.0 અને HDMI 2. 1 પોર્ટસ તેમજ USB 2.0 પોર્ટનો સમાવેશ થાય છે .
જાહેરાત
જાહેરાત
Vivo T5 Pro 5G Launched in India With 9,020mAh Battery, 50-Megapixel Rear Camera: Price, Specifications