Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ

Oppo Enco Clip 2 ઈયરબડ્સ એક જ ચાર્જ પર 9.5 કલાક સુધીનો પ્લેબેક આપે છે

Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં  :  Enco Clip 2 અને  Watch X3 Mini  સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ

Photo Credit: Oppo

Oppo એ Enco Clip 2 ઈયરબડ્સને IP55 રેટિંગ આપેલ છે .

હાઇલાઇટ્સ
  • Enco Clip 2 ઓપન ઈયર ક્લિપ ડિઝાઈન સાથે
  • Watch X3 Min કોમ્પેકટ સાઈઝ અને અદ્યતન ફિટનેસ ફીચર્સ સાથે
  • સ્માર્ટવોચ ગોલ્ડ , મોચા બ્રાઉન અને સ્ટારલાઈટ સિલ્વર કલર વિકલ્પોમાં
જાહેરાત

Oppo એ તેના વેરેબલ ડિવાઈસિસ તરીકે Oppo  Enco Clip 2 અને  Watch X3 Mini ને ચીન તેમજ પસંદગીના વૈશ્વિક બજારોમાં રજૂ કર્યા છે . આ બંને પ્રોડક્ટ્સ  Oppo Find X9 Ultra અને Find X9s  Pro સાથે લોન્ચ કરવામાં આવ્યા છે . કંપનીએ આ નવા ગેજેટ્સમાં સ્ટાઈલિશ ડિઝાઈન સાથે દૈનિક ઉપયોગ માટે ઉપયોગી સુવિધાઓ પર ખાસ ધ્યાન આપ્યું છે .   Enco Clip 2 ઓપન ઈયર ક્લિપ ડિઝાઈન સાથે આવે છે , જયારે Watch X3 Min કોમ્પેકટ સાઈઝ  અને અદ્યતન ફિટનેસ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે .

 Oppo  Enco Clip 2 અને   Oppo Watch X3 Mini કિંમત અને ઉપલબ્ધતા 

 Oppo  Enco Clip 2 ની કિંમત CNY 899 (લગભગ 12,300 રૂપિયા ) રાખવામાં આવી છે , જયારે મર્યાદિત સમય માટે તેની કિંમત CNY 849 ( લગભગ 11,600 રૂપિયા ) છે . આ હેન્ડસેટ હાઈ - ગ્લોસ ગોલ્ડ અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે . હાલમાં તે ચીનમાં લિસ્ટ થઈ ગયું છે અને ટૂંક સમયમાં  વેચાણ માટે ઉપલબ્ધ થશે  .

બીજી તરફ , Oppo Watch X3 Mini ની શરૂઆતની કિંમત CNY 1,799 ( લગભગ 24,700 રૂપિયા ) છે તેની વેરિઅન્ટસ CNY 1,999 અને CNY 2,499 સુધી જાય છે . જેમાં ટોચના મોડેલમાં eSIM સપોર્ટ અને હાઈ - ગ્લોસ ગોલ્ડ ફિનિશ આપવામાં આવી છે . આ સ્માર્ટવોચ ગોલ્ડ , મોચા બ્રાઉન અને સ્ટારલાઈટ સિલ્વર કલર  વિકલ્પોમાં આવે છે . આ બંને પ્રોડક્ટ 24 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે .

oppo watch x3 mini oppo inline Oppo Watch X3 Mini

 Oppo  Enco Clip 2 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ 

 Oppo  Enco Clip 2  ઓપન ઈયર ક્લિપ ડિઝાઈન ધરાવે છે , જે કાનની અંદર જવાના બદલે બહારથી ફિટ થાય છે . આ ડિઝાઈન લાંબા સમય સુધી આરામદાયક  ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવે છે . તેમાં ડયુઅલ ડાયનેમિક ડ્રાઈવર સેટઅપ છે , જે બેલેન્સ્ડ અને ક્લિયર સાઉન્ડ આપે છે . તે 20Hz   થી  40kHz  ફ્રીક્વન્સી સપોર્ટ કરે છે અને સ્પેશિયલ ઓડિયો સપોર્ટ સાથે વધુ સારો અનુભવ આપે છે . કોલ દરમિયાન અવાજની સ્પષ્ટતા માટે ત્રણ માઈક્રોફોન અને  AI આધારિત નોઇઝ રિડક્શન સિસ્ટમ આપવામાં આવી છે . 

કનેક્ટિવિટી માટે તેમાં Bluetooth 6.1 અને ડયુઅલ ડિવાઈસ પેરિંગ સપોર્ટ છે . આથી યુઝર્સ બે ડિવાઈસ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે . બેટરીની વાત કરીએ તો , ઈયરબડ્સ એક ચાર્જ પર 9.5 કલાક અને ચાર્જિંગ કેસ સાથે કુલ 40 કલાક સુધી ચાલે છે . IP55 રેટિંગ તેને પાણી અને ધૂળથી સુરક્ષિત બનાવે  છે  .

Oppo Watch X3 Mini ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ 
 

Oppo Watch X3 Mini માં 1.32 ઇંચ AMOLED ડિસ્પ્લે છે , જેમાં 466 x 466 રિઝોલ્યુશન અને 1000 nits બ્રાઇટનેસ છે . સેફાયર ગ્લાસ પ્રોટેકશન તેને વધુ મજબૂત બનાવે છે . આ સ્માર્ટવોચ Snapdragon W5 ચિપસેટ પર ચાલે છે અને ColorOS Watch 16 સપોર્ટ કરે છે .

ફિટનેસ અને હેલ્થ માટે તેમાં AI આધારિત કોચિંગ , સ્લીપ ટ્રેકિંગ , સ્ટ્રેસ મોનિટરિંગ , માસિક ચક્ર ટ્રેકિંગ અને 100થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે . તે યુઝરના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ટ્રેક કરવામાં મદદરૂપ બને છે .

બેટરીની વાત કરીએ તો આની બેટરી 354mAh છે , જે સામાન્ય ઉપયોગમાં 7 દિવસ અને હેવી યુઝમાં લગભગ 2.5 દિવસ ચાલે છે . તે 60 મિનિટમાં  ચાર્જ  થઈ જાય છે . કનેક્ટિવિટી માટે Bluetooth 5.2 , Wi -Fi અને eSIM વિકલ્પ મળે છે .

સ્માર્ટવોચ 5ATM અને IP68 રેટિંગ સાથે આવે છે , જે પાણી અને ધૂળથી સુરક્ષિત રાખે છે . તેનું વજન લગભગ 40 ગ્રામ છે , જે  રોજિંદા ઉપયોગ માટે અનુકૂળ બનાવે છે  .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »