Toshiba Z670SP સિરીઝ આવી ભારતમાં : MIniLED ડિસ્પ્લે અને Dolby Atmos સપોર્ટ સાથે

તોશિબા ટીવીનું વેચાણ Amazon , Flipkart અને Reliance Digital દ્રારા કરવામાં આવશે .

Toshiba Z670SP સિરીઝ આવી ભારતમાં : MIniLED ડિસ્પ્લે અને Dolby Atmos સપોર્ટ સાથે

Photo Credit: Toshiba

તોશિબા ટીવી 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે .

હાઇલાઇટ્સ
  • Toshiba Z670SP સિરીઝ 55 ઇંચ , 65 ઇંચ , 75 ઇંચ , 85 ઇંચ 100 ઇંચની સાઈઝમાં
  • આ સિરીઝના તમામ ટીવીમાં MiniLED ટેક્નોલોજી આપવામાં આવી
  • ઓડિયો માટે ફ્રન્ટ ફાયરિંગ સ્પીકર્સ આપવામાં આવ્યા
જાહેરાત

તોશિબાએ ભારતમાં તેના ટીવી પોર્ટફોલિયોને વધારતા નવી  Z670SP સિરીઝ લોન્ચ કરી છે . તોશિબાની આ નવી સિરીઝ ખાસ છે કારણ કે તેમાં MiniLED  ડિસ્પ્લે સાથે ફ્રન્ટ ફાયરિંગ સ્પીકર્સ આપવામાં આવ્યા છે . આ ટીવી પાંચ અલગ અલગ સાઈઝમાં આવે છે અને દરેક મોડેલમાં Dolby Vision અને Dolby Atmosનો સપોર્ટ મળે છે . સાથે જ 144Hz રિફ્રેશ રેટ હોવાથી ઝડપી મૂવમેન્ટ દરમિયાન પણ સ્ક્રીન સ્મૂથ દેખાય છે . REGZA Intelligence નામની  AI  સિસ્ટમ ટીવીના પિક્ચર અને સાઉન્ડ સેટિંગ્સને આપમેળે એડજસ્ટ કરે છે .

Toshiba Z670SP ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા 

Toshiba Z670SP સિરીઝ 55 ઇંચ , 65 ઇંચ , 75 ઇંચ , 85 ઇંચ અને 100 ઇંચની સાઈઝમાં ઉપલબ્ધ છે . તેની શરૂઆતની કિંમત રૂપિયા 64,990 રાખવામાં આવી છે  . ગ્રાહકો ખરીદી વખતે રૂપિયા 10,000 સુધીનું કેશબેક પણ મળી શકે છે . આ ટીવી Amazon  India , Flipkart અને Reliance Digital પર ઉપલબ્ધ  રહેશે . લોન્ચ ઓફરમાં ઝીરો ડાઉન પેમેન્ટ , આકર્ષક કેશબેક અને 2 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે .

Toshiba Z670SP સ્પેસિફિકેશન્સ , સુવિધાઓ 

આ સિરીઝના તમામ ટીવીમાં MiniLED ટેક્નોલોજી આપવામાં આવી છે , જે વધુ સારી બ્રાઇટનેસ , ડીપ બ્લેક અને શાર્પ કોન્ટ્રાસ્ટ આપે છે . આ ટીવી REGZA  Engine ZRi દ્રારા ચાલે છે , જે વિડિઓ કન્ટેન્ટને અપસ્કેલ કરીને વધુ ક્લિયર બનાવે છે .

144Hz રિફ્રેશ રેટ આ ટીવીની મુખ્ય ખાસિયત છે , જેના કારણે સ્પોર્ટ્સ અને ગેમિંગ દરમિયાન મૂવમેન્ટ વધારે સ્મૂથ લાગે છે . તેમાં Game Mode Pro પણ આપવામાં આવ્યો છે  , જે ગેમ રમતી વખતે લેગ ઘટાડે છે અને ઝડપી રિસ્પોન્સ આપે છે .

ઓડિયો માટે ફ્રન્ટ ફાયરિંગ સ્પીકર્સ આપવામાં આવ્યા છે , જે સીધો અવાજ આગળ તરફ  આપે છે . સાથે REGZA Power Audio + અને Eilex Prism ટેક્નોલોજી  સાઉન્ડ અનુભવને વધુ સારું બનાવે છે . આ ઉપરાંત QLED કલર ટેક્નોલોજી વધુ રિચ અને બ્રાઇટ કલર્સ આપે છે .

REGZA Intelligence નામની AI સિસ્ટમ ટીવીમાં ખાસ છે . તે આપમેળે કન્ટેન્ટ મુજબ પિક્ચર અને સાઉન્ડ સેટિંગ્સને એડજસ્ટ કરે છે , જેથી યુઝરને હમેશા બેસ્ટ વ્યૂઇંગ  અનુભવ મળે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  2. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  3. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  4. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  5. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  6. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  7. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  8. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  9. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  10. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »