મુસાફરો માટે ખાસ Dyson Supersonic Travel હળવું અને સ્માર્ટ હીટ કંટ્રોલ સાથે આવ્યું

ડાયસન કંપનીનું માનવું છે કે કદમાં નાનું હોવા છતાં આ ડ્રાયર મોટા સાઈઝના ડ્રાયર જેવું જ પ્રદર્શન કરે છે

મુસાફરો માટે ખાસ Dyson Supersonic Travel હળવું અને સ્માર્ટ હીટ કંટ્રોલ સાથે આવ્યું

Photo Credit: Dyson

આ ડ્રાયર પોર્ટેબિલિટી પર વધારે ફોક્સ કરે છે .

હાઇલાઇટ્સ
  • ડાયસને તેનું નવું કોમ્પેકટ હેર ડ્રાયર Dyson Supersonic Travel લોન્ચ
  • હેર ડ્રાયર 11.6 લિટર પ્રતિ સેકેન્ડનો એરફ્લો આપે છે
  • તેમાં સ્ટાઈલિંગ કન્સન્ટ્રેટર એટેચમેન્ટ મળે
જાહેરાત

ડાયસને મંગળવારે તેનું નવું કોમ્પેકટ હેર ડ્રાયર Dyson Supersonic Travel લોન્ચ કર્યું છે , જે મૂળ Supersonic મોડલનું નાનું અને હળવું વર્ઝન છે . ખાસ કરીને  વારંવાર મુસાફરી કરતાં લોકો માટે બનાવવામાં આવ્યું છે , જેથી જીમ કે નાના ટ્રિપ્સ દરમિયાન સરળતાથી લઈ જઈ શકાય છે . કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ પોર્ટેબલ હોવા છતાં પણ  Dyson ની જાણીતી એરફલો અને હીટ કંટ્રોલ પરફોર્મન્સ આપે છે . જેમને મુસાફરી દરમિયાન પણ પ્રોફેશનલ લેવલનું હેર ડ્રાયિંગ અને સ્ટાઇલિંગ જોઈએ  છે .

કિંમત અને ઉપલબ્ધતા 

આ હેર ડ્રાયર હાલ  પસંદગીના વૈશ્વિક બજારોમાં લગભગ $299.99 ( લગભગ 28,000 રૂપિયા )માં ઉપલબ્ધ છે . ભારત માટે કિંમત અને ઉપલબ્ધતા વિશે હજી  કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી .

મુખ્ય ફીચર્સ 

આ મોડલ મૂળ Supersonic કરતાં અંદાજે 32% નાનું  અને 25% હળવું છે અને તેનો વજન માત્ર 330 ગ્રામ છે . નાના કદ હોવા છતાં , કંપની એવું માને છે કે આ ફૂલ સાઈઝ મોડલ જેટલું જ  પાવરફુલ પરફોર્મન્સ આપે છે . તેમાં 3 હીટ સેટિંગ્સ અને 2 સ્પીડ મોડ્સ મળે છે , જેથી યુઝર્સ પોતાની જરૂર મુજબ એરફલો એડજસ્ટ કરી શકે .

હેર ડ્રાયર 11.6 લિટર પ્રતિ સેકેન્ડનો એરફ્લો આપે છે અને 100 - 240V સુધી કામ કરે છે , એટલે કે વિદેશમાં પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે .

આ ડિવાઈસમાં ઇન્ટેલિજન્ટ હીટ કંટ્રોલ ટેક્નોલોજી છે , જે દર સેકન્ડમાં 100 વખત તાપમાન માપે છે . આથી વાળને વધારે ગરમીથી નુકસાન થતું અટકાવી શકાય છે  . સાથે જ Dyson ની Air Multiplier ટેક્નોલોજી અને 110,000rpm સુધી સ્પીડ ધરાવતી મોટર મળીને ઝડપથી અને અસરકારક રીતે વાળ સૂકવવામાં મદદ  કરે છે .

ખાસ વાતો :

તેમાં સ્ટાઈલિંગ કન્સન્ટ્રેટર એટેચમેન્ટ મળે છે , જે ચોક્કસ સ્ટાઇલિંગ માટે કામ આવે છે . આ હેર ડ્રાયર અન્ય Dyson Supersonic અને Supersonic Nural મોડલ્સના  એટેચમેન્ટ્સ સાથે પણ કમ્પેટિબલ છે .

Dyson Supersonic Travel ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઈન થયું છે , જેમને મુસાફરી દરમિયાન પણ પ્રોફેશનલ લેવલનું હેર ડ્રાયિંગ અને સ્ટાઇલિંગ જોઈએ  છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  2. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  3. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  4. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  5. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  6. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  7. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  8. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  9. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  10. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »