WhatsAppના નવા iOS અપડેટમાં ઈમોજી ટાઈપ કરતી વખતે સ્ટીકર સૂચનો જોવા મળતા હોવાથી વપરાશકર્તાઓ ઝડપથી યોગ્ય સ્ટીકર પસંદ કરી શકે છે .
Photo Credit: Reuters
આ નવી સુવિધા બધા વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં થોડા અઠવાડિયા લાગશે .
WhatsApp એ iOS માટે એક નવું ફીચર રજૂ કર્યું છે, જે વપરાશકર્તાઓને ચેટ દરમિયાન ઈમોજી ટાઈપ કરતી વખતે સંબંધિત સ્ટીકરો ઝડપથી શોધવા અને સામેવાળા વ્યક્તિને મોકલવા માટે સુવિધા આપે છે .આ ફિચરનો ઉપયોગ કરવા માટે સ્ટીકર કીબોર્ડ ખોલીને અલગ- અલગ સ્ટીકર પેકમાં સ્ક્રોલ કરવાની જરૂર નથી . આ નવા અપડેટ iOS એપને વર્ઝન 26.8.76 સુધી અપગ્રેડ કરે છે આ વર્ઝનમાં વપરાશકર્તા ચેટ બારમા કોઈ ઈમોજી દાખલ કરે ત્યારે એપ તરત જ તેના સાથે સંબંધિત સ્ટીકરો સૂચવે છે .આ સુવિધા વાતચીત દરમિયાન યોગ્ય સ્ટીકર પસંદ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનાવે છે.
વપરાશકર્તાઓ દેખાતા સ્ટીકરમાંથી પસંદગી કરીને તરત જ મોકલી શકે છે . જો વધુ વિકલ્પો જોઈએ તો "show more result " પર ટેપ કરીને વધારાના સ્ટીકરો બ્રાઉઝ કરી શકાય છે , જેમાં થર્ડ-પાર્ટી સ્ટીકર પેક પણ શામેલ હોય છે . ઉદાહરણ તરીકે , હસતું ઈમોજી ટાઈપ કરવાથી મજેદાર પ્રતિક્રિયાવાળા સ્ટીકરો દેખાશે , જયારે હાર્ટ ઈમોજી દાખલ કરવાથી પ્રેમ અને સ્નેહ દર્શાવતા સ્ટીકરો સૂચવાશે , જે આપણને ઉપરના ચિત્રમાં દેખાય છે .
એક અહેવાલ મુજબ , આ ફીચર પહેલા WABetalnfo દ્રારા iOS માટેના WhatsApp વર્ઝન 26.8.75માં જોવા મળ્યું હતું . પછી કંપનીએ સત્તાવાર ચેન્જલોગ સાથે નવા વર્ઝન 26.8.76 અપડેટમાં તેને સામેલ કર્યું છે . કંપનીએ જણાવ્યું છે કે આ ફીચર બધા વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં થોડા દિવસ લાગી શકે છે .
તાજેતરમાં WhatsApp દ્રારા અન્ય કેટલીક સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે . તેમાં એક ગ્રુપ મેસેજ હિસ્ટ્રી ફીચર છે .જે નવા સભ્યોને ગ્રુપમાં જોડાયા પહેલા મોકલાયેલા સંદેશાઓ જોવા દે છે. ઉપરાંત કંપની ભારતીય ફોન નંબર ધરાવતા વપરાશકર્તાઓ માટે SIM બાઈડિંગ સપોર્ટ પર કામ કરી રહી કહેવામાં આવે છે .
આ ઉપરાંત, અહેવાલો મુજબ કંપની એક વૈકલ્પિક પ્રીમિયમ સબ્સ્ક્રિપશન પ્લાન પર પણ કામ કરી રહી છે ."WhatsApp Plus" નામના આ સંભવિત પ્લેનમાં વધારાના કસ્ટમાઇઝેશન વિકલ્પો અને નવી સુવિધાઓ મળી શકે છે , જે Android અને iOS બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999