OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો

OnePlusએ આગામી OnePlus 15T માટે નવો "વ્હાઇટ ચોકલેટ " કલર વિકલ્પ જાહેર કર્યો છે . સ્માર્ટફોન 6.32 ઇંચ ડિસ્પ્લે , મેટલ ફ્રેમ અને ડયુઅલ રિયર કેમેરા .

OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો

Photo Credit: Weibo/OnePlus

OnePlus 15Tમાં ચોરસ આકારનું કેમેરા મોડયુલ હશે .

હાઇલાઇટ્સ
  • "વ્હાઇટ ચોકલેટ " કલર વિકલ્પમાં
  • 6.32 ઇંચ ડિસ્પ્લે , માત્ર 1.1mm જેટલા પાતળા બેઝલ્સ
  • IP66, IP68, IP69 અને IP69K જેવા અનેક રેટિંગ્સ
જાહેરાત

OnePlus આ મહિનાના અંતમાં ચીનમાં OnePlus 15T લોન્ચ કરવાની તૈયારીમાં છે . આ ફોનમાં લોન્ચ પહેલા કંપનીએ આ હેન્ડસેટના  કેટલાક મહત્વપૂર્ણ સ્પેસિફિકેશન   અને ફીચર્સ જાહેર કર્યા છે . હવે કંપનીએ ફોન માટે ત્રીજો કલર વિકલ્પ પણ જાહેર કર્યો છે . સાથે જ આ ફોન ચીનમાં Oppoના ઓનલાઇન સ્ટોર મારફતે પ્રી -ઓર્ડર માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે . કંપનીએ ફોનની ડિસ્પ્લે અને ડિઝાઇન સંબંધિત વધુ વિગતો પણ શેર કરી છે. તેની સાથે આ પુષ્ટિ કરવામાં આવી છે કે આ  ફોનનું મેટલ ફ્રેમ અને ચોરસ આકારના રિયર કેમેરા મોડયુલ સાથે આવશે .

ચીનના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર શેર કરાયેલી પોસ્ટ મુજબ, OnePlus 15T હવે નવા " વ્હાઇટ ચોકલેટ " કલર વિકલ્પમાં પણ મળી રહેશે . આ કલર પહેલાથીથી જ જાહેર કરાયેલા "પ્યોર કોકો " (બ્રાઉન ) અને "રિલેક્સિંગ મેચા " (લીલો) કલર વિકલ્પો સાથે જોડાશે .

OnePlus 15Tમાં સ્પેસિફિકેશન અને ફીચર્સ:

કંપનીએ ડિસ્પ્લે સંબંધિત માહિતી આપતા કહ્યું છે કે OnePlus 15Tમાં 6.32 ઇંચ ડિસ્પ્લે હશે અને જેમાં માત્ર 1.1mm જેટલા પાતળા બેઝલ્સ હશે . તેમાં હોલ પંચ  ડિઝાઇન આપવામાં આવશે, જેમાં સલ્ફી કેમેરા હોઈ શકે છે . કંપનીએ વધુમાં જણાવ્યું છે કે ફોનના વ્હાઇટ કલર વેરિઅન્ટમાં પાછળની બાજુએ ગ્લાસ ફાઈબર પેનલ આપવામાં આવશે . કંપનીના દાવા મુજબ ફોનમાં વજન 50.50 હશે જ્યારે તેની પહોળાઈ 71.82mm હશે , જે ફોનને વધુ કોમ્પેકટ બનાવવામાં  મદદ કરશે .

હવે વાત ડિઝાઇનની તો આ OnePlus 15Tમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે , જે ચોરસ આકારના મેટલ મોડયુલમાં આવશે . તેની સાથે LED  ફ્લેશ પણ આપવામાં આવશે . ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ હશે , જયારે ડાબી બાજુએ એક વધારાનું બટન હશે , જે OnePlusની " "Plus Keys " હોઈ શકે છે .

કંપનીનો દાવો છે કે One Plus 15T  ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP66,  IP68,  IP69 અને  IP69K જેવા અનેક રેટિંગ્સ સાથે આવશે .જે તમારા ફોનને સુરક્ષિત રાખશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  2. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
  3. Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ
  4. Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે
  5. 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  6. 7000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Oppo Reno 15c હવે ઓછી કિંમતે ખરીદવાની તક
  7. WhatsApp Betaમાં મોટા ફેરફારોની ઝલક , View - Once Text અને Meta one Subscription પર કામ ચાલુ
  8. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  9. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  10. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »