OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ : જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા

OnePlus ટૂંક સમયમાં ભારતમાં Nord Buds 4 Pro TWS લોન્ચ કરવા જઈ રહ્યું છે .19 માર્ચે થનારા આ ઈયરબડ્સમાં 55db સુધીનું ANC , Hi-Res ઑડીયો સપોર્ટ

OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ :  જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા

Photo Credit: OnePlus

OnePlus Nord Buds 4 Pro 3D સ્પેશિયલ ઑડીયોને સપોર્ટ કરશે .

હાઇલાઇટ્સ
  • ભાતમાં 19 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે
  • ટાઇટેનિયમ- કોટેડ 12mm ડ્રાઈવર્સ, Hi-Res વાયરલેસ ઑડિયો
  • ઈયરબડ્સમાં છ માઈક્રોફોન સેટઅપ
જાહેરાત

OnePlus એ મંગળવારે જાહેરાત કરી છે કે તેનો નવો OnePlus Nord Buds 4 Pro  આ મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે . આ ટ્રુ વાયરલેસ સ્ટીરીયો (TWS ) ઇયરબડ્સ દેશમાં Amazon , Flipkart અને OnePlusના અધિકૃત ઓનલાઇન સ્ટોર મારફતે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે . કંપની  આ ઇયરબડ્સને બે કલર વિકલ્પોમાં રજૂ કરશે , જે છે Radiant Gray અને Raven Black. કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે OnePlus Nord Buds 4 Pro  ભાતમાં 19 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે . ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને OnePlus વેબસાઈટ  પર સમર્પિત માઈક્રોસાઇટ પણ લાઈવ થઇ ગઈ છે જ્યાં આ TWSની મુખ્ય વિશેષતાઓ દર્શાવવામાં આવી છે .

ડિઝાઈનની વાત કરીએ તો , Nord Buds 4 Proમાં કાંકરા આકારનો ચાર્જિંગ કેસ મળશે જેમાં LED આપવામાં આવશે . ઈન-ઈયર સ્ટાઇલના ઇયરબડ્સ સિલિકોન  ટિપ્સ સાથે આવશે જેથી લાંબા સમય સુધી આરામદાયક ઉપયોગી મળી શકે .

ફીચર્સની વાત કરીએ તો , આ ઇયરબડ્સમાં 55db સુધીનું સક્રિય અવાજ રદ (ANC ) મળશે અને તેને TUV Rheinland ઉચ્ચ પ્રદર્શન અવાજ રદ પ્રમાણપત્ર પણ  પ્રાપ્ત થયું છે . તેમાં ટાઇટેનિયમ- કોટેડ 12mm ડ્રાઈવર્સ, Hi-Res વાયરલેસ ઑડિયો  અને LHDC 5.0 કોડેક માટે સપોર્ટ આપવામાં આવશે .

આ ઉપરાંત  OnePlus Nord Buds 4 Proમાં 3D  સ્પેશિયલ ઑડિયો અને ગેમ સાઉન્ડ સ્પેશિયલ ઑડિયો સપોર્ટ પણ મળશે . યુઝર્સ ઈયરબડ્સના સ્ટેમ પર સ્વાઇપ કરીને વોલ્યુમ કંટ્રોલ કરી શકશે .  તેમજ ટ્રેક પ્લે અથવા પોઝ કરવા માટે ટેપ કરી શકશે .આ ઈયરબડ્સમાં છ માઈક્રોફોન સેટઅપ આપવામાં આવશે  અને  AI  ક્લિયર કોલ ટેક્નોલોજી પણ મળશે .

કંપનીનો દાવો છે કે Nord Buds 4 Pro માનો ડ્રાઈવર Nord Buds 3 Pro કરતા 100 ટકા વધુ પાવર પ્રદાન કરે છે . આ TWS થોડું નાનું ચાર્જિંગ કેસ સાથે આવશે , જે અગાઉના મોડેલના કેસ કરતા લગભગ 10 ટકા વધુ કોમ્પેકટ હોવાનું કહેવાય છે .

 Nord Buds 3 Pro જુલાઈ 2024માં ભારતમાં રૂપિયા 3,299ની કિંમતે લોન્ચ થયો હતો . તેમાં 49db ANC અને 44 કલાક સુધીની બેટરી લાઇફનો દાવો કરવામાં  આવ્યો હતો . નવા Nord Buds 4 Pro માં અગાઉના મોડેલની સરખામણીમાં સુધારેલા ઑડિયો અને ફીચર્સ મળવાની અપેક્ષા છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Redmi K100 Proના ફીચર્સ જાહેર , Snapdragon 8 Elite Gen 5 ને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
  7. 10,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Oppo F35 Pro ની એન્ટ્રીની તૈયારી
  8. LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે
  9. UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર
  10. 8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »