Lava Bold 2 5G માટે Amazon માઈક્રોસાઇટ લાઈવ : 13 માર્ચે ભારત લોન્ચની પુષ્ટિ

તાજેતરમાં એમેઝોન પર સમર્પતિ માઈક્રોસાઇટે Lava Bold 2 5G માટેની ઉપલબ્ધતા ઈ-કોર્મસ પ્લેટફોર્મ દ્રારા થશે એ પુષ્ટિ કરી છે.

Lava Bold 2 5G  માટે Amazon માઈક્રોસાઇટ લાઈવ : 13 માર્ચે ભારત લોન્ચની પુષ્ટિ

Photo Credit: Lava

Lava Bold 2 5G 2025માં લોન્ચ થયેલા Lava Bold 5Gનું સ્થાન લેશે .

હાઇલાઇટ્સ
  • હેન્ડસેટમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર
  • ભારતમાં 13 માર્ચે બપોરે 12 વાગ્યે IST લોન્ચ
  • હેન્ડસેટમાં 6.67 ઇંચ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે
જાહેરાત

આ સોમવારે કંપનીએ પુષ્ટિ કરી હતી કે Lava Bold 2 5G  આ અડવાડિયાના અંતમાં ભારતમાં લોન્ચ થશે . ઈ કોમર્સ પ્લેટફોર્મ પર હેન્ડસેટ માટે સમર્પિત માઈક્રોસાઇટ  અપડેટ કર્યા બાદ સ્માર્ટફોન નિર્માતાએ તેની લોન્ચ તારીખ જાહેર કરી છે . આ ફોનના  માર્કેટિંગ અનુસાર , ફોનમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર  અને હોલ પંચ ડિસ્પ્લે કટઆઉટ મળશે . આ સ્માર્ટફોન ગયા વર્ષના Lava Bold 5Gના ઉત્તરાધિકારી તરીકે આવશે . જેમાં 6.67 ઈંચનું 3D કર્વ્ડ  AMOLED  ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે .

Lava Bold 2 5G  ભારતમાં 13 માર્ચે લોન્ચ થશે 
Amazon પર માઈક્રોસાઇટએ અપડેટ કરીને પુષ્ટિ કરી છે કે Lava Bold 2 5G  ભારતમાં 13 માર્ચે બપોરે 12 વાગ્યે IST લોન્ચ થશે . કંપનીએ જણાવ્યું છે કે આ  હેન્ડસેટમાં   ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે , જે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ફોન અનલોક કરવા માટે ઉપયોગી રહેશે .

આગામી Lava  Bold 2 5Gમાં સેન્ટર્ડ હોલ પંચ ડિસ્પ્લે કટઆઉટ હશે, જેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટેનો કેમેરો હોઈ શકે છે . ફોન સ્ક્રીનની આસપાસ પાતળા બેઝલ્સ સાથે દેખાય છે , જયારે નીચેનો ભાગ થોડો જાડો ચિન સાથે હોઈ શકે છે .

આ કંપનીએ ભારતમાં Lava  Bold 2 5G વિષે પહેલીવાર ટીઝ કર્યા પછી થોડા દિવસોમાં જ તેની લોન્ચ તારીખ જાહેર કરી છે , પહેલાથી જ સ્પષ્ટ થઇ ગયું છે કે હેન્ડસેટ Amazon  દ્રારા દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ રહેશે , તેને ઓછામાં ઓછા કાળા રંગ વિકલ્પમાં ઓફર કરવામાં આવશે . ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને  LED ફ્લેશ આપવામાં આવશે , જે લંબચોરસ કેમેરા મોડયુલમાં રાખવામાં આવ્યું છે.

ડિઝાઈનની દ્રષ્ટિએ , આ હેન્ડસેટમાં ફ્લેટ ફ્રેમ અને ફ્લેટ રિયર પેનલ જોવા મળશે . ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યૂમ કંટ્રોલ બટન મૂકવામાં આવશે . જોકે કંપનીએ હજુ સુધી ફોનના કેમેરા સ્પેસિફિકેશન, ચિપસેટ , ડિસ્પ્લે સાઈઝ , બેટરી ક્ષમતા અને અન્ય વિગતો જાહેર કરી નથી .

આ સ્માર્ટફોન ગયા વર્ષના  Lava  Bold 2 5Gને સફળ બનાવશે , જે એપ્રિલ 2025માં ભારતમાં રૂપિયા 10,499ની શરૂઆતની કિંમતે 4GB +128GB RAM અને  સ્ટોરેજ વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો . આ હેન્ડસેટમાં 6.67 ઇંચ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો હતો , જે 120Hz રિફ્રેશ રેટ  સપોર્ટ કરે છે . ફોનમાં 5,000mAh બેટરી અને 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો
  2. OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ : જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા
  3. Realme Note 80 ઇન્ડોનેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ
  4. Lava Bold 2 5G માટે Amazon માઈક્રોસાઇટ લાઈવ : 13 માર્ચે ભારત લોન્ચની પુષ્ટિ
  5. 17 માર્ચે ચીનમાં ડેબ્યુ કરશે Oppo Find N6 ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લેની શક્યતા
  6. ચીન લોન્ચ પહેલા OnePlus 15Tની પ્રથમ સત્તાવાર ઇમેજ બહાર
  7. WhatsApp iOS માટે નવું સ્ટીકર સૂચન ફીચર લાવ્યું .
  8. ભારતમાં મેસેજિંગ એપ્સ માટે SIM Binding ફરજિયાત ? Department of Telecommunicationsના નવા નિયમનો અર્થ શું ?
  9. આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
  10. Googleના નવા ફાઇબર-ઓપ્ટિક માર્ગોથી ભારતની ડિજિટલ શક્તિમાં વધારો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »