17 માર્ચે ચીનમાં ડેબ્યુ કરશે Oppo Find N6 ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લેની શક્યતા

Oppo Find N6 17 માર્ચે ચીનમાં રજૂ થશે . ફોનમાં ટાઇટેનિયમ એલોય હિંજ , AI સ્ટાઈલસ સપોર્ટ , 8.12 ઇંચ આંતરિક ડિસ્પ્લે અને Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ મળવાની શક્યતા છે .

17 માર્ચે ચીનમાં ડેબ્યુ કરશે Oppo Find N6 ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લેની શક્યતા

Photo Credit: Oppo

Oppo Find N6 હવે બે કલરમાં મળી રહેશે.

હાઇલાઇટ્સ
  • ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લે
  • ફોનને ફોલ્ડ અથવા અનફોલ્ડ કરતી વખતે હિંજ સ્ટ્રક્ચર દબાણને વધુ અસરકારક રીતે
  • 8.12 ઈંચનું આંતરિક ડિસ્પ્લે અને 6.62 ઇંચની કવર સ્ક્રીન
જાહેરાત

Oppo કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે આવનારો ફોલ્ડેબલ સ્માર્ટફોન Oppo Find N6 17 માર્ચે ચીનમાં લોન્ચ થશે .લોન્ચ પહેલા કંપનીએ તેનો ટીઝર વિડીયો જાહેર કર્યો છે . આ વીડિયોમાં આ ફોનની ડિઝાઇન અને કલર વિકલ્પો જોવા મળે છે .આ સાથે જ કંપનીએ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા મતલબ આંતરિક ડિસ્પ્લે પર દેખાતી ક્રીઝને ઘટાડવાનો પણ દાવો કર્યો છે .કંપની મુજબ Oppo Find N6 17ને નવા એન્જિનિયરિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે . તેમાં ટાઇટેનિયમ એલોય હિંજને ખાસ મેમરી ગ્લાસ લેયર સાથે જોડવામાં આવ્યું છે . આ બંને ઘટકોનો ઉદ્દેશ લાંબા સમય સુધી ઉપયોગ કાર્ય પછી પણ ડિસ્પ્લે પર દેખાતી ક્રીઝ ઘટાડવી અને સ્ક્રીનને સમતળ રાખવી છે .

ફોલ્ડેબલ ડિસ્પ્લે ક્રીઝ ઘટાડવા નવી ડિઝાઇન 

ફોનને ફોલ્ડ અથવા અનફોલ્ડ કરતી વખતે હિંજ સ્ટ્રક્ચર દબાણને વધુ અસરકારક રીતે વહેંચે છે  જયારે મેમરી ગ્લાસ લેયર ફોન ખોલ્યા પછી ડિસ્પ્લેને ફરીથી  સમતળ બનાવવા મદદ કરે છે . આ ફોન માટે કંપનીએ દાવો કર્યો છે કે આ ડિઝાઇન અગાઉના ફોલ્ડેબલ સ્માર્ટફોનની તુલનામાં ક્રીઝની દ્રશ્યતા નોંધપાત્ર રીતે ઘટાડશે . 

AI સ્ટાઇલસ  સપોર્ટ :
Find N6 નવા Oppo AI સ્ટાઇલસને પણ સપોર્ટ કરશે . આ સાથે ફોનમાં મોટા આંતરિક ડિસ્પ્લે સાથે આ સ્ટાઇલસ લેખન , નોંધ લેવા અને સર્જનાત્મક કામોને વધુ સરળ બનાવશે એવી અપેક્ષા છે . 

કલર અને સ્ટોરેજ :
આ ફોન સત્તાવાર પ્રી-ઓર્ડર પેજ મુજબ Find N6 ત્રણ રંગોમાં મળી જશે . જે આ મુજબ છે. Golden Orange, Original Titanium અને Deep Black છે . વાત કરીએ  સ્ટોરેજની તો આ ફોનમાં 12GB RAM + 256GB સ્ટોરેજ , 16GB RAM + 512GB સ્ટોરેજ અને 16GB RAM + 1TB  સ્ટોરેજ   મળશે . આની સાથે જ વધારે સ્ટોરેજ વેરિએન્ટમાં સેટેલાઇટ કનેક્ટિવિટી માટે પણ સપોર્ટ મળવાની શક્યતા છે .

સ્પેસિફિકેશન :
આવનારી માહિતી મુજબ , Oppo Find N6માં લગભગ 8.12 ઈંચનું આંતરિક ડિસ્પ્લે અને 6.62 ઇંચની કવર સ્ક્રીન મળી છે . આ ફોલ્ડેબલ સ્માર્ટફોન Qualcomm Snapdragon  8 Elite Gen 5 પ્રોસેસર પર ચાલશે . આ ફોનમાં 6000mAh બેટરી સાથે ઝડપી ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે . કેમેરા વિભાગમાં 200 મેગાપિક્સલ Samsung HP5 પ્રાથમિક કેમેરો , તેમજ 50 મેગાપિક્સલ Samsung JN5 સેન્સર આધારિત અલ્ટ્રા વાઈડ અને પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા  મળવાની અપેક્ષા છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો
  2. OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ : જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા
  3. Realme Note 80 ઇન્ડોનેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ
  4. Lava Bold 2 5G માટે Amazon માઈક્રોસાઇટ લાઈવ : 13 માર્ચે ભારત લોન્ચની પુષ્ટિ
  5. 17 માર્ચે ચીનમાં ડેબ્યુ કરશે Oppo Find N6 ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લેની શક્યતા
  6. ચીન લોન્ચ પહેલા OnePlus 15Tની પ્રથમ સત્તાવાર ઇમેજ બહાર
  7. WhatsApp iOS માટે નવું સ્ટીકર સૂચન ફીચર લાવ્યું .
  8. ભારતમાં મેસેજિંગ એપ્સ માટે SIM Binding ફરજિયાત ? Department of Telecommunicationsના નવા નિયમનો અર્થ શું ?
  9. આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
  10. Googleના નવા ફાઇબર-ઓપ્ટિક માર્ગોથી ભારતની ડિજિટલ શક્તિમાં વધારો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »