Realme Note 80 ઇન્ડોનેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ

હાલમાં Realme Note 80 ઇન્ડોનેશિયામાં Realme ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ .

Realme Note 80  ઇન્ડોનેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ

Photo Credit: Realme

Realme Note 80માં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • ફોનમાં 6,300mAh ક્ષમતાની મોટી બેટરી
  • Glacier Blue અને Storm Black કલર વિકલ્પોમાં
  • 6.74 ઈંચનું HD +(720*1,600 પિક્સેલ )LCD ડિસ્પ્લે
જાહેરાત

Realme Note 80ને કંપનીએ તેના લાઇનઅપમાં નવા બજેટ સ્માર્ટફોન તરીકે પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે .  સ્માર્ટફોન હાલમાં ઇન્ડોનેશિયામાં કંપનીની અધિકૃત વેબસાઈટ મારફતે ખરીદી માટે ઉપલબ્ધ છે .આ હેન્ડસેટ બે કલર વિકલ્પો અને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે . તેમાં ઓક્ટા-કોર Unisoc T 7250 ચિપસેટ આપવામાં આવ્યો છે , જે Mail G57 GPU સાથે જોડાયેલ છે . આ ઉપરાંત ફોનમાં 6,300mAh ક્ષમતાની મોટી બેટરી આપવામાં આવી છે , જે 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ફોટોગ્રાફી માટે તેમાં LED  ફ્લેશ સાથે સિંગલ રિયર કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે .

Realme Note 80 કિંમત અને ઉપલબ્ધતા :
ઇન્ડોનેશિયામાં Realme Note 80ની કિંમત 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે IDR 16,99,000(લગભગ રૂપિયા 9,000)થી શરૂ થાય છે . જયારે 4GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા ટોપ  વેરિઅન્ટની કિંમત   IDR 19,99,000(લગભગ રૂપિયા 11,000) રાખવામાં આવી છે . 

કંપનીનો આ નવો સ્માર્ટફોન હાલ દેશમાં Realme ઇન્ડોનેશિયા ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ છે . Realme Note 80 Glacier Blue અને Storm Black કલર વિકલ્પોમાં આવે છે .

Realme Note 80 સ્પેસીફીકેશન્સ અને ફીચર્સ :

Realme Note 80 ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને તે Android 15 આધારિત Realme UI 6.0 પર ચાલે છે . આ ફોનમાં 6.74 ઈંચનું HD +(720*1,600 પિક્સેલ )LCD  ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જેમાં 90Hz  સુધીનો રિફ્રેશ રેટ 260ppi પિક્સેલ ડેન્સિટી ,180Hz ટચ સેમ્પલિંગ રેટ અને 563 nits  સુધીની પીક બ્રાઇટનેસ મળે છે . ડિસ્પ્લેને Panda MN228 પ્રોટેકશન આપવામાં આવ્યું છે .

પરફોર્મન્સ માટે ફોનમાં ઓક્ટા-કોર Unisoc T7250 પ્રોસેસર અને Mail G57 GPU આપવામાં આવ્યા છે . તેમાં 4GB LPDDR4*RAM અને 128GB સુધી eMMC  5.1 સ્ટોરેજ ઉપલબ્ધ છે .

કેમેરાની વાત કરીએ તો Realme Note 80માં પાછળના ભાગમાં 8 મેગાપિક્સલનો સિંગલ કેમેરા છે , જેમાં f/2.0 અપર્ચર અને ઓટોફોક્સ સપોર્ટ મળે છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . જેમાં  f/2.2 અપર્ચર અને 77 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુ મળે છે . આ સ્માર્ટફોન 720p/30fps  સુધી વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે .

બેટરી માટે ફોનમાં 6,300mAh ક્ષમતાની મોટી બેટરી આપવામાં આવી છે , જે 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 5 , Bluetooth 5.2, USB Type-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક આપવામાં આવ્યા છે . સાથે જ Beidou, GPS, GLONASS અને Galileo નેવિગેશન સપોર્ટ પણ મળે છે .

સેન્સર્સમાં પ્રોક્સિમિટી સેન્સર , એમ્બિયન્ટ લાઈટ સેન્સર , કલર ટેમ્પરેચર સેન્સર, ઈ-કંપાસ એક્સીલેરોમીટર અને ગાયરોસ્કોપનો સમાવેશ થાય છે . સુરક્ષા માટે તેમાં  ઈન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . આ સ્માર્ટફોનનું માપ 167.2*76.6*7.94mm છે અને તેનું વજન અંદાજે 197 ગ્રામ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો
  2. OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ : જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા
  3. Realme Note 80 ઇન્ડોનેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ
  4. Lava Bold 2 5G માટે Amazon માઈક્રોસાઇટ લાઈવ : 13 માર્ચે ભારત લોન્ચની પુષ્ટિ
  5. 17 માર્ચે ચીનમાં ડેબ્યુ કરશે Oppo Find N6 ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લેની શક્યતા
  6. ચીન લોન્ચ પહેલા OnePlus 15Tની પ્રથમ સત્તાવાર ઇમેજ બહાર
  7. WhatsApp iOS માટે નવું સ્ટીકર સૂચન ફીચર લાવ્યું .
  8. ભારતમાં મેસેજિંગ એપ્સ માટે SIM Binding ફરજિયાત ? Department of Telecommunicationsના નવા નિયમનો અર્થ શું ?
  9. આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
  10. Googleના નવા ફાઇબર-ઓપ્ટિક માર્ગોથી ભારતની ડિજિટલ શક્તિમાં વધારો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »