Samsung Galaxy Tab S12 series, Galaxy Watch Ultra2, and Galaxy Watch9 ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 માં આવી શકે

ટેક જાયન્ટ Samsung દ્વારા તેના ફ્લેગશીપ ટેબલેટ અને સ્માર્ટવોચ GSMA IMEI ડેટાબેઝમાં સત્તાવાર રીતે જોવા મળ્યા છે. લીક થયેલી ઇમેજ સ્માર્ટવોચ Samsung Galaxy Tab S12+, Galaxy Watch Ultra2, and Galaxy Watch9 મોડેલ્સ નજીકના ભવિષ્યમાં લોન્ચ કરાશે તેમ સૂચવે છે.

Samsung Galaxy Tab S12 series, Galaxy Watch Ultra2, and Galaxy Watch9 ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 માં આવી શકે

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી ટેબ S12 શ્રેણી, ગેલેક્સી વોચ અલ્ટ્રા2 અને ગેલેક્સી વોચ9 ટૂંકમાં લોન્ચ કરાશે

હાઇલાઇટ્સ
  • • ટેબ્લેટમાં કોઈ સ્ટાન્ડર્ડ મોડેલ નહીં, "પ્લસ"ની વાપસી
  • • "ગેલેક્સી અનપેક્ડ" ઇવેન્ટમાં નવા ફોલ્ડેબલ ફોન સાથે રજૂ કરાશે
  • • ફ્લેગશીપ ટેબલેટ અને સ્માર્ટવોચ GSMA IMEI ડેટાબેઝમાં સત્તાવાર જોવા મળ્યા
જાહેરાત

ટેક જાયન્ટ Samsung દ્વારા તેના ફ્લેગશીપ ટેબલેટ અને સ્માર્ટવોચ GSMA IMEI ડેટાબેઝમાં સત્તાવાર રીતે જોવા મળ્યા છે. લીક થયેલી ઇમેજ સ્માર્ટવોચ Samsung Galaxy Tab S12+, Galaxy Watch Ultra2, and Galaxy Watch9 મોડેલ્સ નજીકના ભવિષ્યમાં લોન્ચ કરાશે તેમ સૂચવે છે.
ટેક જાયન્ટ સેમસંગ મોબાઇલ વિશ્વમાં પોતાનું નેતૃત્વ મજબૂત કરવા માટે પડદા પાછળ સઘન રીતે કામ કરી રહી છે. કંપનીના ભાવિ ઉત્પાદન રોડમેપ સામાન્ય રીતે સર્ટિફિકેશન્સ અને ડેટાબેઝ રેકોર્ડ્સ દ્વારા જાણવા મળે છે જે સત્તાવાર લોન્ચના મહિનાઓ પહેલા બહાર આવે છે.

ટેબ્લેટ વ્યૂહરચનામાં ફેરફાર: કોઈ સ્ટાન્ડર્ડ મોડેલ નહીં, "પ્લસ"ની વાપસી

IMEI ડેટાબેઝમાંથી મેળવેલી સૌથી ખાસ માહિતીમાંની એક સેમસંગની ટેબ્લેટ શ્રેણીમાં વ્યૂહાત્મક ફેરફાર દર્શાવે છે. પાછલી જનરેશનની ગેલેક્સી ટેબ S11 શ્રેણીમાં ફક્ત સ્ટાન્ડર્ડ ગેલેક્સી ટેબ S11 અને હાઇ-એન્ડ ગેલેક્સી ટેબ S11 અલ્ટ્રા મોડેલોનો સમાવેશ થતો હતો. જો કે, 2026 ના નવા રેકોર્ડ્સ અનુસાર, સેમસંગ આ વખતે એક અલગ અભિગમ અપનાવી રહ્યું હોય તેવું લાગે છે.

ડેટાબેઝ રેકોર્ડ્સમાં સ્ટાન્ડર્ડ " Samsung Galaxy Tab S12" મોડેલ જોવા મળતું નથી, પરંતુ શ્રેણીના સૌથી શક્તિશાળી સભ્ય Samsung Galaxy Tab S12 અલ્ટ્રા 5G, મોડેલ નંબર SM-X946B છે. આ ડીવાઇઝ ટેબ્લેટ બજારમાં સેમસંગનું સંપૂર્ણ પાવરહાઉસ રહેશે

જોકે, વાસ્તવિક આશ્ચર્ય "પ્લસ" મોડેલનું પુનરાગમન હતું. લીક થયેલી છબીઓમાં સ્પષ્ટપણે ગેલેક્સી ટેબ S12+ 5G મોડેલ SM-X846B મોડેલ નંબર સાથે દેખાય છે. આ સૂચવે છે કે સેમસંગ તેના વપરાશકર્તાઓને એક વાંચગાળાનો વિકલ્પ ઓફર કરવા માંગે છે જે અલ્ટ્રા મોડેલના વિશાળ કદમાં ગયા વિના પ્રમાણભૂત મોડેલ કરતાં વધુ ઉચ્ચ પ્રદર્શન અને મોટી સ્ક્રીન પ્રદાન કરે છે. કંપનીનું આ પગલું ટેબ્લેટ બજારમાં પ્રીમિયમ સેગમેન્ટને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે.

વેરેબલ ટેકનોલોજીમાં એક નવો યુગ: Galaxy Watch Ultra2, and Galaxy Wat

સ્માર્ટવોચ માર્કેટમાં તેની મજબૂત સ્થિતિ જાળવી રાખવા માટે, કંપની તેની મુખ્ય સીરિઝ અને ભૂતકાળમાં લોન્ચ કરેલી મજબૂત "અલ્ટ્રા" સીરિઝ બંનેને અપડેટ કરી રહી છે.

GSMA IMEI ડેટાબેઝમાં મળેલા રેકોર્ડ્સ અનુસાર, કંપનીની નવી પેઢીની સ્ટાન્ડર્ડ સ્માર્ટવોચ, Galaxy Watch9, મોડેલ નંબર SM-L345U સાથે આવી રહી છે. જે વધુ અદ્યતન હેલ્થ ટ્રેકિંગ સુવિધાઓ અને લાંબી બેટરી લાઇફ પ્રદાન કરે છે.
ગેલેક્સી વોચ અલ્ટ્રા 2 નામનું નવું મોડેલ, ડેટાબેઝમાં મોડેલ નંબર SM-L716U સાથે દેખાયું. પ્રથમ વોચ અલ્ટ્રા મોડેલની સફળતા પછી, બીજી જનરેશનમાં વધુ મજબૂત મટિરિયલ, અદ્યતન GPS સુવિધાઓ અને એક્સ્ટ્રીમ ગેમ્સ માટે ખાસ મોડ્સ હોવાની શક્યતા છે.
સંભવિત લોન્ચ તારીખ

આ નવા ડીવાઇઝ સેમસંગના વિસ્તરતા ઇકોસિસ્ટમનો એક ભાગ છે. માહિતી એ પણ સૂચવે છે કે કંપની તેના ખૂબ જ અપેક્ષિત નવા ફોલ્ડેબલ ફોન, ગેલેક્સી ઝેડ ફોલ્ડ8, ગેલેક્સી ઝેડ ફ્લિપ 8 અને રહસ્યમય ગેલેક્સી ફોલ્ડેબલ પર કામ કરી રહી છે.

સેમસંગના ભૂતકાળના પ્રોડક્ટ લોન્ચ સાયકલ પર નજર કરીએ તો, IMEI ડેટાબેઝમાં ઉમેરવામાં આવતા ઉપકરણ અને તેના સત્તાવાર લોન્ચ વચ્ચે સામાન્ય રીતે 6-7 મહિનાનો તફાવત હોય છે. આ ઐતિહાસિક ડેટાના આધારે, એવું અનુમાન લગાવવું ખોટું નહીં હોય કે ગેલેક્સી ટેબ S12 શ્રેણી, ગેલેક્સી વોચ9 અને વોચ અલ્ટ્રા 2 ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 માં એક મુખ્ય "ગેલેક્સી અનપેક્ડ" ઇવેન્ટમાં નવા ફોલ્ડેબલ ફોન સાથે રજૂ કરવામાં આવશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  2. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  3. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
  4. Redmi K100 Proના ફીચર્સ જાહેર , Snapdragon 8 Elite Gen 5 ને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
  5. 10,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Oppo F35 Pro ની એન્ટ્રીની તૈયારી
  6. LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે
  7. UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર
  8. 8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
  9. Moto G Max India Launch : Snapdragon ચિપસેટ અને 50MP કેમેરા સાથે આવી શકે છે નવો સ્માર્ટફોન
  10. ચાવી કે બેગ ખોવાઈ જાય તો નહીં રહે ચિંતા! JioTag 2માં મળ્યા શાનદાર ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »