Moto Pad 70માં ઓડિયો માટે તેમાં Dolby Atmos સપોર્ટ સાથે ક્વાડ સ્પીકર્સ મળશે
Photo Credit: Motorola
Moto Pad 70ની જાડાઈ માત્ર 6.29mm છે .
Motorola ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાનું નવું Moto Pad 70 લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ પુષ્ટિ કરી છે કે આ 5G ટેબ્લેટ 9 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થશે અને તેનું વેચાણ Flipkart મારફતે કરવામાં આવશે . લોન્ચ પહેલાં જ Flipkart પર લાઈવ થયેલા માઈક્રોસાઇટ દ્રારા ટેબ્લેટના અનેક મહત્વપૂર્ણ ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે .
Moto Pad 70 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Moto Pad 70માં 12.1 ઇંચની 2.5K ડિસ્પ્લે મળશે , જ 800 nits HBM બ્રાઇટનેસ અને DCI -P3 કલર ગેમટના 96 ટકા કવરેજ સાથે આવશે . આ ડિસ્પ્લે વધુ તેજસ્વી અને કલરફુલ વિઝ્યુઅલ અનુભવ આપશે .
કંપની આ ટેબ્લેટ સાથે Moto Pen પણ બોક્સમાં આપશે . તેમાં 4,096 પ્રેશર લેવલ , Tilt Detection અને Palm Rejection જેવા ફીચર્સ મળશે . ઉપરાંત તેમાં AI Rewrite, Circle to Search, AI Summary અને AI Continue Writing જેવા AI આધારિત ફીચર્સ તેમજ Gemini ઇન્ટિગ્રેશન પણ ઉપલબ્ધ રહેશે .
પરફોર્મન્સ માટે Moto Pad 70માં MdiaTek Dimensity 6400 પ્રોસેસર આપવામાં આવશે . ટેબ્લેટની જાડાઈ માત્ર 6.29mm છે તેનું વજન 530 ગ્રામ છે . આ ઉપરાંત તે Moto Folio Keyboard સાથે મેગ્નેટિક સ્નેપ - ઓન પોગો - પિન કનેક્શનને સપોર્ટ કરશે .
પાવર માટે તેમાં 10,200mAh બેટરી આપવામાં આવી છે , જે 68W TurboPower ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ઓડિયો માટે તેમાં Dolby Atmos સપોર્ટ સાથે ક્વાડ સ્પીકર્સ મળશે . આ ઉપરાંત Smart Connect ફીચર દ્રારા અન્ય Motorola ડિવાઈસ સાથે સરળતાથી ફાઈલ શેર કરી શકાશે .
Moto Pad 70 Android 16 પર ચાલશે . Motorolaએ આ ટેબ્લેટ માટે Android 18 સુધી OS અપડેટ અને 2030 સુધી સિક્યોરિટી અપડેટ આપવાની ખાતરી આપી છે .
કંપની 31 જુલાઈએ Moto Pad 70 Groove પણ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે . તેમાં પણ 12.1 ઇંચની 2.5K ડિસ્પ્લે અને 10,200mAh બેટરી જેવા ફીચર્સ મળશે .
જાહેરાત
જાહેરાત