REDMAGIC Astra 2 Android 16 આધારિત RedmagicOS 11.5 પર કામ કરે છે .
Photo Credit: Red Magic
આ ટેબલેટમાં 9.06 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે
REDMAGICએ તેનું નવું ગેમિંગ ટેબલેટ REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યું છે . કંપનીએ તેમાં 9.06 ઇંચની OLED ડિસ્પ્લે , Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ અને 16GB સુધીની રેમ આપી છે . આ ઉપરાંત ટેબલેટમાં 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે . કંપનીનો દાવો છે કે USB 3.2 Gen 2 પોર્ટની મદદથી ટેબલેટને લગભગ 60 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે .
REDMAGIC Astra 2ને Black Eclipse અને Silver Starfrost કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે . તેનો 12GB + 256GB વેરિઅન્ટ 749 ડોલર ( આશરે રૂપિયા 72,000) માં ઉપલબ્ધ રહેશે , જયારે 16GB + 512GB મોડલની કિંમત 849 ડોલર ( આશરે રૂપિયા 81,700) રાખવામાં આવી છે . ટેબલેટ કંપનીની અધિકૃત વેબસાઈટ પર લિસ્ટ થયો છે . તેની Early Bird Access સેલ 10 ઓગસ્ટથી શરૂ થશે , જયારે Open Sale 26 ઓગસ્ટથી શરૂ થશે .
આ ટેબલેટમાં 9.06 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2400 x 1504 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે . તેમાં 165Hz રિફ્રેશ રેટ , 1600 nits પીક બ્રાઇટનેસ અને 5280Hz PWM ડિમિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
પરફોર્મન્સ માટે તેમાં 3nm આધારિત Snapdrangon 8 Elite Gen 5 ઓક્ટા - કોર પ્રોસેસર સાથે Adreno 840 GPU આપવામાં આવ્યો છે . આ ટેબલેટમાં 16GB LPDDR5T RAM અને 512GB સુધી UFS 4.1 Pro સ્ટોરેજ મળે છે . તે Android 16 આધારિત RedmagicOS 11.5 પર કામ કરે છે .
ફોટોગ્રાફી માટે REDMAGIC Astra 2 માં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . સુરક્ષા માટે પાવર બટનમાં ઇન્ટિગ્રેટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યો છે . આ ઉપરાંત DTS:X Ultra સપોર્ટ ધરાવતા ડયુઅલ સ્પીકર્સ પણ મળે છે .
કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7, Bluetooth 5.4 અને USB Type-C Gen 2 પોર્ટ આપવામાં આવ્યા છે . ટેબલેટમાં 8300mAh બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે .
જાહેરાત
જાહેરાત
Redmi Note 17 Pro Max Appears on Thailand's NBTC Certification Database, Might Launch Soon