એપલ ભારતમાં તેની સપ્લાય ચેઇનના કર્મચારીઓ માટે સ્કિલ બિલ્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું વિસ્તરણ કરી રહી છે.

એપલ ભારતમાં તેની સપ્લાય ચેઇનના કર્મચારીઓ માટે સ્કિલ બિલ્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું વિસ્તરણ કરી રહી છે. આ માટે એપલે બેંગલુરુમાં એક નવું શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં દેશભરના એપલ સપ્લાયર સુવિધાઓ પર ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરાયા છે.

એપલ ભારતમાં તેની સપ્લાય ચેઇનના કર્મચારીઓ માટે સ્કિલ બિલ્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું વિસ્તરણ કરી રહી છે.

Photo Credit: Apple

એપલ એજ્યુકેશન હબ મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન સાથે સહયોગમાં કાર્ય કરે છે

હાઇલાઇટ્સ
  • એપલ સપ્લાયર કર્મચારીઓ માટે 75 થી વધુ અભ્યાસક્રમો ઓફર કરે છે
  • નવેસરથી શીખતા આમાટે ડિજિટલ લિટરસી અને સ્વિફ્ટ કોડિંગથી શરૂ થાય છે
  • ડિસેમ્બર 2024 માં શરૂ કરાયેલા રોબોટિક્સ તાલીમ કાર્યક્રમને સારો પ્રતિસાદ
જાહેરાત

એપલ ભારતમાં તેની સપ્લાય ચેઇનના કર્મચારીઓ માટે સ્કિલ બિલ્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું વિસ્તરણ કરી રહી છે. આ માટે એપલે બેંગલુરુમાં એક નવું શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં દેશભરના એપલ સપ્લાયર સુવિધાઓ પર ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરાયા છે.

ભારતમાં એપલનું આ પ્રથમ એપલ એજ્યુકેશન હબ, મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE) સાથે સહયોગમાં કાર્યરત છે અને માર્ચમાં નવા અભ્યાસક્રમો ઓફર કરવાનું શરૂ કરશે.

એપલ ભારતમાં 25 થી વધુ સપ્લાયર સાઇટ્સ પર સપ્લાયર કર્મચારીઓ માટે પણ વિવિધ ડેવલપમેન્ટ કોર્સ રજૂ કરી રહી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સથી શરૂ કરીને, નવો અભ્યાસક્રમ સપ્લાયર કર્મચારીઓને ડિજિટલ સાક્ષરતા, સ્વિફ્ટ કોડિંગ, રોબોટિક્સ, ઓટોમેશન ટેકનોલોજી અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગમાં કુશળતા વિકસાવવામાં મદદ કરશે. આ નવા અભ્યાસક્રમો એપલના વૈશ્વિક $50 મિલિયન સપ્લાયર એમ્પ્લોઈ ડેવલપમેન્ટ ફંડની લેટેસ્ટ પહેલ ચિહ્નિત છે.

એપલના પર્યાવરણ અને સપ્લાય ચેઇન ઇનોવેશનના વાઇસ પ્રેસિડેન્ટ સારાહ ચાંડલરે જણાવ્યું. "અમે ભારતમાં અમારા ટેકનિકલ તાલીમ અભ્યાસક્રમોનો વિસ્તાર કરવા માટે રોમાંચિત છીએ, જેનાથી હજારો કર્મચારીઓને મૂલ્યવાન નવી કુશળતા શીખવાની અને કારકિર્દી વૃદ્ધિ માટે નવા માર્ગો શોધવાની તક મળે છે."

"અમારા ઉત્પાદનોને પ્રેરિત કરતી ઇનોવેશનની ભાવના અમારી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં લોકોને ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાને પણ માર્ગદર્શન આપે છે,"

MAHE સાથે એપલના જોડાણના ભાગ રૂપે, એજ્યુકેશન હબ હેઠળ ટ્રેનર્સ અને વિદ્યાર્થીઓને સાથે લવાશે, જેથી તેઓ એજ્યુકેટર્સ પાસેથી સીધું શીખી શકે. જેની શરૂઆત નવેસરથી શીખતા માટે ડિજિટલ લિટરસી અને સ્વિફ્ટ કોડિંગથી શરૂ થાય છે. MAHE ના ફેકલ્ટી સપ્લાયર ટ્રેનર્સને આ અભ્યાસક્રમો શીખવશે. જેનાથી તેઓ વિશાળ કર્મચારી ગ્રુપને આ સેશન પહોંચાડી શકે.

હાલમાં, એપલ અને તેના પાર્ટનર્સ ભારતમાં સપ્લાયર કર્મચારીઓ માટે 75 થી વધુ અભ્યાસક્રમો ઓફર કરે છે. ડિસેમ્બર 2024 માં શરૂ થયેલા ભારતમાં તેના રોબોટિક્સ તાલીમ કાર્યક્રમની પ્રારંભિક સફળતા બાદ, એપલ આ વર્ષે વધુ સ્થળોએ ઓફરનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે. આ કાર્યક્રમ રોબોટિક્સ લેબમાં ફેક્ટરી શિક્ષકોને તાલીમ આપી તેમને ક્વોલિફાય કરે છે. આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પછી આ તાલીમ આપનારાઓ અભ્યાસક્રમને કસ્ટમાઇઝ કરે છે અને સેશન આપે છે.

“આ સહયોગ એપલની તેના સપ્લાયર કર્મચારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મણિપાલના એપ્લાઇડ શિક્ષણમાં અનુભવને એકસાથે લાવે છે જેથી વિકાસ માટે અર્થપૂર્ણ તકો ઊભી થાય,” એમ MAHE ના વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) એમ.ડી. વેંકટેશે જણાવ્યું હતું. “સપ્લાયર કોમ્યુનિટી ભારતના ઉત્પાદન ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ છે, અને તેમની સ્કિલ્સમાં ઇન્વેસ્ટ કરવું અગાઉ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.”

વિશ્વભરમાં, એપલ સપ્લાયર્સ સાથે હાથ મિલાવીને કામ કરે છે જેથી એપલની સપ્લાય ચેઇનમાં રહેલા લોકોને સેવા આપતા અને તકો પૂરી પાડતા કાર્યક્રમો ઓફર કરી શકાય. આ કાર્યક્રમોમાં વિસ્તૃત અધિકાર જાગૃતિ તાલીમથી લઈને ટેકનિકલ, વ્યાવસાયિક અને આરોગ્ય શિક્ષણ અને સમુદાય સ્થિતિસ્થાપકતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

એપલ આ વર્ષે ભારતમાં વિકલાંગ વ્યક્તિઓ માટે વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમ પણ વિકસાવી રહ્યું છે, જે તાજેતરમાં સાલકોમ્પ સાથે શરૂ થયો હતો. અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 18,000 થી વધુ સપ્લાયર કર્મચારીઓને લાભ મળી ચૂક્યો છે, આ કાર્યક્રમ સપ્લાયર્સ સાથે કામ કરે છે જેથી અપંગ વ્યક્તિઓ માટે એપલની સપ્લાય ચેઇન વધુ સારી બનાવશે જેથી રોજગાર અને વ્યાવસાયિક વિકાસની તકો પૂરી પાડી શકાય, સાથે જ સપ્લાયર સુવિધાઓ , સુલભતા અને સમાવેશીતા પ્રથાઓમાં સુધારો કરી શકાય. આ કાર્યક્રમ સ્થાનિક બિનનફાકારક સંસ્થા Enable India સાથે એપલની લાંબા સમયથી ચાલતી ભાગીદારી પર આધારિત છે.

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ
  2. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  3. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  4. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  5. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  6. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
  7. બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું
  8. હવે રીલ્સ સેવ કરવી થઈ ગઈ સરળ : તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
  9. Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન
  10. Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »