એન્ડ્રોઇડ યુઝર્સ ધ્યાન આપો ! WhatsApp અને Google Photosની આ સેટિંગથી ફોનની સ્ટોરેજ થશે ખાલી

WhatsAppની સેટિંગ ચેન્જ કરીને સ્ટોરેજને જલ્દી ભરાતા રોકાઈ શકે છે

એન્ડ્રોઇડ યુઝર્સ ધ્યાન આપો ! WhatsApp અને Google Photosની આ સેટિંગથી ફોનની સ્ટોરેજ થશે ખાલી

Photo Credit: Pexels/BM Amaro

WhatsApp એ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે .

હાઇલાઇટ્સ
  • WhatsAppના ફોટા અને વિડીયો ઘણી વખત બે વખત બેકઅપ થાય
  • WhatsApp તમારી ચેટ અને મીડિયા ફાઈલ્સનું બેકઅપ સીધું તમારા Google એકાઉન્ટ
  • WhatsAppની સેટિંગ ચેન્જ કરીને સ્ટોરેજને જલ્દી ભરાતા રોકાઈ શકે છે
જાહેરાત

આજકાલ ફોનમાં ગમે તેટલી સ્ટોરેજ હોય , તે થોડા સમયમાં જ ભરાઈ જાય છે . જો તમે Android ફોન વાપરો છો અને વારંવાર સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યાનો સામનો કરો છો, તો તેનું એક કારણ WhatsApp  પણ હોઈ શકે છે . ઘણા યુઝર્સને ખબર નથી હોતી કે WhatsAppના ફોટા અને વિડીયો ઘણી વખત બે વખત બેકઅપ થાય છે . એક વખત WhatsApp દ્રારા અને બીજી વખત Google Photos દ્રારા . તેના કારણે ક્લાઉડ સ્ટોરેજ ઝડપથી ભરાઈ જાય છે .

આવું કેમ થાય છે ?

WhatsApp  તમારી ચેટ અને મીડિયા ફાઈલ્સનું બેકઅપ સીધું તમારા Google એકાઉન્ટમાં સેવ કરે છે . બીજી તરફ , Google Photos તમારા ફોનમાં રહેલા WhatsApp Image અને WhatsApp  Video ફોલ્ડરને સ્કેન કરીને તે જ ફાઈલ્સને ફરીથી ક્લાઉડમાં અપલોડ કરે છે . એટલે એક જ ફોટા અને વીડિયોનું બે વખત બેકઅપ થઈ જાય છે .

Google Photosમાં WhatsApp મીડિયા બેકઅપ કેવી રીતે બંધ કરશો ?

  • સૌથી પહેલા તમારા Android ફોનમાં Google Photos એપ ખોલો 
  • હવે ઉપર જમણી બાજુ દેખાતા પ્રોફાઈલ ફોટા પર ટેપ કરો .
  • ત્યારબાદ Photos Setting > Backup >Device folders પર જાઓ .
  • હવે WhatsApp Images અને WhatsApp Video શોધો .
  • બંનેની સામેનો ટોગલ બંધ કરી દો .
  • ત્યાર પછી Google Photos આ ફોલ્ડર્સનું બેકઅપ નહીં લે .

WhatsAppના ફોટા અને વિડીયો ગેલેરીમાં સેવ થતા કેવી રીતે રોકશે ?

  • સૌથી પહેલા WhatsApp  ખોલો .
  • ઉપર જમણી બાજુ આવેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરો .
  • હવે Settings > Chats પર જાઓ . અહીં Media Visibility વિકલ્પને બંધ કરી દો .
  • આ સેટિંગ બંધ કર્યા પછી નવા ફોટા અને વિડીયો તમારા ફોનની ગેલેરીમાં આપમેળે સેવ નહીં થાય .

આ સરળ ફેરફારો કરીને તમે ફોનની સાથે Google ક્લાઉડ સ્ટોરેજ પણ બચાવી શકો છો અને બિનજરૂરી ડુપ્લિકેટ ફાઇલ્સથી બચી શકો છો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »