રોજગાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI )ની અસરને લઈને લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે
વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં AI ને કારણે નોકરીઓ પર જોખમ ઓછું રહેશે .
રોજગાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI )ની અસરને લઈને લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે . એવી આશંકા હતી કે AI ના વધતા ઉપયોગને કારણે આવનારા સમયમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ જઈ શકે છે . જોકે , વિશ્વ બેંકના એક નવા અહેવાલ મુજબ , ભારત જેવા વિકાસશીલ દેશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે . અહેવાલ મુજબ , વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં AI ને કારણે નોકરીઓ પર જોખમ ઓછું રહેશે .
વિશ્વ બેંકના અહેવાલ અનુસાર , વિકસિત દેશોમાં AI ને કારણે લગભગ 14.2 ટકા નોકરીઓ પ્રભાવિત થવાનું જોખમ છે . જયારે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ જોખમ માત્ર 4.5 ટકા જેટલું છે . તેનું મુખ્ય કારણ એ છે કે વિકાસશીલ દેશોમાં મોટી સંખ્યામાં લોકો ખેતી , નાના ઉદ્યોગો અને એવા કામ સાથે જોડાયેલા છે , જેને AI થી સરળતાથી બદલી શકાય તેમ નથી .
આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે AI માત્ર નોકરીઓ છીનવી લેનાર ટેક્નોલોજી નહીં બને , પરંતુ કામ કરવા માટે મદદરૂપ સાથી બની શકે છે . AI ની મદદથી લોકો પોતાનું કામ વધુ ઝડપથી અને સારી રીતે કરી શકે છે . આ ઉપરાંત , વિકાસશીલ દેશોમાં AI ઉત્પાદન વધારવા માટે પણ સારું કામ કર્યું છે અને મહત્વની ભૂમિકા ભજવી છે .
વિશ્વ બેંકના અંદાજ મુજબ , AI વિકાસશીલ દેશોમાં લગભગ 16.2 ટકા નોકરીઓની વધારવામાં મદદ કરી શકે છે . AI નો ઉપયોગ ડોક્ટરોને રોગનું ઈલાજ કરવામાં , ખેડૂતોને પાક અને હવામાન વિશે યોગ્ય નિર્ણય લેવામાં , વ્યવસાયોની હમેશા કાર્ય કરવાની ક્ષમતા વધારવાની અને સરકારોને કર વસુલ કરવામાં મદદ કરી શકે છે .
અહેવાલમાં ભારતના 'સર્વમ AI ' મોડેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે . ભારતમાં AI નો ઉપયોગ ખેડૂતોને હવામાનની આગાહી અને ખેતી સંબંધિત માહિતી આપવામાં મદદ કરવા માટે થઈ રહ્યો છે .
વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમિત ગિલના જણાવ્યા મુજબ , ભારત જેવા દેશોને AI નો લાભ લેવા માટે મોટા અને મોંઘા ડેટા સેન્ટર અથવા વધારે પડતા ખર્ચો કરતાં મોડેલની જરૂર નથી . નાના અને ઓછા ખર્ચ કરતા AI ટુલ્સને પણ જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં લઈને ખેતી , શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સુધારો લાવી શકાય છે .
જાહેરાત
જાહેરાત
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands
Samsung Galaxy S26 FE Design Revealed in Fresh Leak Ahead of Launch
iQOO Z11 Colourways, Key Specifications Teased; Confirmed to Feature MediaTek Dimensity 7500 Turbo Chipset