UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર

હવેથી ટ્રાન્ઝેક્શન ફ્રી નહીં રહે , સરકાર દ્રારા તેના પર ચાર્જ લગાવામાં આવશે

UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર

Photo Credit: Pexels/Nataliya Vaitkevich

સૌથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન UPI દ્રારા જ થાય છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં આજે મોટા ભાગના ડિજિટલ પેમેન્ટ UPI દ્રારા થાય
  • 2020થી UPI અને RuPay ડેબિટ કાર્ડ માટે સરકારે Zero MDR લાગુ કર્યો
  • મોટા વેપારીઓ માટે UPI પર 0.3% MDR
જાહેરાત

કેન્દ્ર સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ , 2007માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મંજુર થશે , તો UPI દ્રારા થતા કેટલાક વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ( MDR ) લાગુ થઈ શકે છે . હાલમાં UPI પર Zero MDR લાગુ છે , એટલે વેપારીઓને UPI પેમેન્ટ સ્વીકારવા બદલ કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી .

MDR શું છે ?

MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ . જયારે કોઈ ગ્રાહક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ થી ખરીદી કરે છે , ત્યારે વેપારીઓને મળતી રકમમાંથી થોડો ભાગ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ફી તરીકે જાય છે . તેને MDR કહેવામાં આવે છે .

પરંતુ વર્ષ 2020થી UPI અને RuPay ડેબિટ કાર્ડ માટે સરકારે Zero MDR લાગુ કર્યો હતો . એટલે UPIથી પેમેન્ટ થાય ત્યારે વેપારીને પુરી રકમ મળે છે અને કોઈ MDR ચૂકવવો પડતો નથી .

શું હવે ગ્રાહકોને UPI વાપરવા માટે પૈસા ચૂકવવા પડશે ?

ના , હાલના પ્રસ્તાવમાં ક્યાંક પણ ગ્રાહકો પાસેથી UPI ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ વસુલવાની વાત નથી . જો MDR લાગુ થશે તો તેનો ખર્ચ મુખ્યત્વે વેપારીઓ પર આવશે . એટલે સામાન્ય UPI યુઝર્સને વધારાની ટ્રાન્ઝેક્શન ફી ચુકવવાની શક્યતા નથી .

સરકાર આ ફેરફાર શા માટે કરવા માંગે છે ?

ભારતમાં આજે મોટા ભાગના ડિજિટલ પેમેન્ટ UPI દ્રારા થાય છે .દેશમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી લગભગ 88% ટ્રાન્ઝેક્શન UPI દ્રારા થાય છે . દર મહિને 23 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન અને અંદાજે રૂપિયા 30 લાખ કરોડથી વધુની લેવડદેવડ UPI દ્રારા જ થાય છે .

આટલા મોટા નેટવર્કને ચલાવવા , તેની સુરક્ષા વધારવા અને નવા ફીચર્સ ઉમેરવા માટે સતત મોટા ખર્ચની જરૂર પડે છે . નિષ્ણાંતોનું માનવું છે કે Zero MDR મોડલ લાંબા ગાળે આ સિસ્ટમ માટે આર્થિક રીતે ટકી નહીં શકે .

MDRની માંગ શા માટે ?

+પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( PCI ) લાંબા સમયથી સરકારને Zero MDR નીતિ પર ફરી વિચારવાનું કહી રહી છે . PCIનું કહેવું છે કે UPI અને RuPay સેવાઓ જાળવવા માટે દર વર્ષે લગભગ રૂપિયા 10,000 કરોડનો ખર્ચ થાય છે , જયારે સરકાર તરફથી મળતું રૂપિયા 1,500 કરોડ પૂરતા નથી .

આથી PCIએ સૂચના આપી છે કે મોટા વેપારીઓ માટે UPI પર 0.3% MDR કરવામાં આવે , જયારે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ પહેલાની જેમ સરળ અને સુવિધાજનક જ રહે .

ટૂંકમાં સમજીએ તો જો સરકારનો પ્રસ્તાવ કાયદો બનશે , તો UPI પર MDR લાગુ થઈ શકે છે . જોકે હાલની માહિતી પ્રમાણે તેનો સીધો અસર સામાન્ય ગ્રાહકો પર નહીં , પરંતુ વેપારીઓ પર આવવાની શક્યતા વધુ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »