NTES મોબાઈલ એપથી ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકાય છે
Photo Credit: Pexel/Anirudh
ભારતમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે .
ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે . ટ્રેન મુસાફરીને સૌથી સસ્તું અને સરળ સાધન માનવામાં આવે છે . ઘણી વખત એવું પણ બને છે કે મુસાફરો સ્ટેશન પર પહોંચે પછી તેમને ખબર પડે કે ટ્રેનનું પ્લેટફોર્મ બદલાઈ ગયું છે . આવી સ્થિતિમાં લોકોને ઉતાવળમાં એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવું પડે છે . સ્ટેશન પર પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવે છે , પરંતુ ભીડ અને અવાજને કારણે તે દરેક મુસાફર સુધી સ્પષ્ટ રીતે પહોંચતી નથી .
આવી સ્થિતિમાં તમે ટેક્નોલોજીની મદદ લઈ શકો છો . એક મોબાઈલ એપ દ્રારા તમે જાણી શકો છો કે તમારી ટ્રેન ક્યાં પ્લેટફોર્મ પર આવશે . જો પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર થાય તો તેની માહિતી પણ મળી જાય છે . એટલું જ નહીં , ટ્રેન ક્યાં સુધી પહોંચી છે , ક્યારે સ્ટેશન પરથી નીકળી છે અને તમારા સ્ટેશન પર ક્યારે પહોંચશે તેનો અંદાજ પણ જાણી શકાય છે .
NTES શું છે ?
NTES એટલે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ . આ ભારતીય રેલવેની સત્તાવાર સાઈટ છે , જે ટ્રેનની લાઈવ માહિતી આપે છે . તેમ ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ , અલગ - અલગ સ્ટેશનો પર પહોંચવાનો અંદાજિત સમય અને પ્લેટફોર્મની માહિતી જોઈ શકાય છે . આ સેવા Android અને iPhone માટે ઉપલબ્ધ NTES એપ તેમજ તેની સત્તાવાર વેબસાઈટ પર પણ મળી રહે છે .
NTES મોબાઈલ એપથી ટ્રેનની માહિતી કેવી રીતે મેળવવી ?
NTES વેબસાઈટ પરથી લાઈવ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ?
જાહેરાત
જાહેરાત
Amazon Great Freedom Sale 2026: Top Smartphone Deals From Leading Brands
Alan Wake 2 Has Crossed 3 Million Copies Sold Nearly 3 Years After Launch, Remedy Confirms