એપલ દ્વારા 14 ઇંચના MacBook Pro લોન્ચ કર્યું છે. તેમાં નવી M5 ચિપ આપવામાં આવી છે.
Photo Credit: Apple
નવો MacBook Pro શક્તિશાળી M5 ચિપ સાથે સિલ્વર અને સ્પેસ બ્લેક કલરમાં મળશે
એપલ દ્વારા 14 ઇંચના MacBook Pro લોન્ચ કર્યું છે. તેમાં નવી M5 ચિપ આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેનું આ નવું MacBook Pro M4-સંચાલિત MacBook Pro કરતા 3.5 ગણું અને 1.6 ગણું સારું AI અને ગ્રાફિક્સ પ્રદર્શન તેમજ ઝડપી SSD કામગીરી આપે છે. નવા લેપટોપને એક જ ચાર્જ પર 24 કલાક સુધી બેટરી લાઇફ આપી શકે તે પ્રમાણે બનાવાયું છે. MacBook Pro માં 14.2-ઇંચનો લિક્વિડ રેટિના XDR ડિસ્પ્લે છે, જે નેનો-ટેક્સચર ફિનિશમાં આવશે. તેમાં, 12 મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ કેમેરા, ટચ ID અને મેગસેફ 3 પોર્ટનો સમાવેશ થાય છે.
M5 ચિપ સાથેના નવા MacBook Pro ની કિંમત 16GB RAM અને 512GB SSD સ્ટોરેજ ધરાવતા બેઝ મોડેલ માટે રૂ. 1,69,900 થી શરૂ થાય છે. તે 16GB રેમ 1TB સ્ટોરેજ તેમજ અને 24GB રેમ અને 1TB સ્ટોરેજ કન્ફિગરેશનમાં પણ ઉપલબ્ધ છે જેની કિંમત અનુક્રમે રૂ. 1,89,900 અને રૂ. 2,09,900 છે. MacBook Pro સિલ્વર અને સ્પેસ બ્લેક કલરમાં મળશે તેમજ તેને પ્રી ઓર્ડર કરી શકાય છે. ભારતમાં તેનું વેચાણ 22 ઓક્ટોબરથી શરૂ થશે. વિદ્યાર્થીઓ Appleના એજ્યુકેશન સ્ટોર દ્વારા રૂ. 10,000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
MacBook Pro માં નવી M5 ચિપ આપવામાં આવી છે. જેમાં 10 કોર CPU અને 10-કોર GPU છે, સાથે 32GB સુધી યુનિફાઇડ મેમરી અને 4TB સુધી SSD સ્ટોરેજ પણ છે. લેપટોપમાં ઓન-ડિવાઇસ AI કાર્યો માટે 16-કોર ન્યુરલ એન્જિન પણ છે. નવા MacBook Pro પર SSD સ્ટોરેજ પાછલા મોડેલ કરતા બમણું ઝડપી છે.
એપલનું કહેવું છે કે નવા MacBook Pro મોડેલમાં 72.4Wh બેટરી છે જે એક જ ચાર્જ પર 24 કલાક સુધીનો વિડિયો સ્ટ્રીમિંગ આપે છે. તે 70W USB ટાઇપ-C પાવર એડેપ્ટર સાથે આવે છે, પરંતુ ગ્રાહકો 96W પાવર એડેપ્ટર પણ પસંદ કરી શકે છે. MacBook Pro ની સાઈઝ 312.6×155×221.2mm છે અને તેનું વજન 1.55 કિલો છે.
MacBook Air (2025) મોડેલ પર 14.2-ઇંચ (3,024×1,964 પિક્સેલ્સ) ડિસ્પ્લે આ વર્ષે અગાઉ જેમ જ રાખવામાં આવ્યો છે. તેમાં 120Hz ProMotion રિફ્રેશ રેટ, ટ્રુ ટોન, 254ppi પિક્સલ ડેન્સિટી અને 1,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સાથે લિક્વિડ રેટિના પ્રો XDR પેનલ છે. ગ્રાહકો નેનો ટેક્સચર ફિનિશ ધરાવતા વૈકલ્પિક ડિસ્પ્લે વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
MacBook Pro (2025) માં કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 6E, બ્લૂટૂથ 5.3, ત્રણ થંડરબોલ્ટ 5 પોર્ટ, HDMI પોર્ટ, MagSafe 3 ચાર્જિંગ પોર્ટ, 3.5mm હેડફોન જેક અને SDXC કાર્ડ સ્લોટનો સમાવેશ થાય છે. તે 12-મેગાપિક્સલ સેન્ટર સ્ટેજ કેમેરા, ડોલ્બી એટમોસ સાથે છ-સ્પીકર સેટઅપ અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માટે ટચ ID સેન્સરથી સજ્જ છે. MacBook Pro macOS Tahoe (macOS 26) પર ચાલે છે અને Apple Intelligence ફીચર્સને સપોર્ટ આપે છે.
જાહેરાત
જાહેરાત