આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ઈ-કોમર્સ જાયન્ટ દ્વારા ભારતમાં સોમવારથી દિવાળી સ્પેશિયલ સેલ શરૂ કરાયું છે.
Photo Credit: HP
એમેઝોન સેલ 2025: AMD Ryzen 7 સાથે HP Victus ની કિંમત રૂ. 62,240 છે, જે રૂ. 84,838 થી ઘટીને રૂ
ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરે લોન્ચ કરાયું તેને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ઈ-કોમર્સ જાયન્ટ દ્વારા ભારતમાં સોમવારથી દિવાળી સ્પેશિયલ સેલ શરૂ કરાયું છે. આ સેલ દિવાળી સુધી ચાલવાની શક્યતા છે. લોકો ખાસ કરીને ગેમિંગ લેપટોપ પર મળતા ડિસ્કાઉન્ટ પર નજર કરી રહ્યા છે આ સાથે લેપટોપ વપરાશમાં નવા માટે પણ યોગ્ય મોડલનો સમાવેશ થાય છે. આ સેલમાં લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટવોચ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ તેમજ રેફ્રિજરેટર, એર કન્ડીશનર અને સ્માર્ટ ટીવી જેવા હોમ એપ્લાયન્સિસ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.અગાઉ, અમે AI પ્રોડક્ટિવિટી લેપટોપ, 2-ઇન-1 લેપટોપ, પાતળા અને હળવા લેપટોપ, તેમજ એક લાખથી ઓછી કિંમતના ગેમિંગ લેપટોપ પર ડિસ્કાઉન્ટ અંગે માહિતી આપી હતી. આજે આપણે શિખાઉ માણસો માટે અનુકૂળ ગેમિંગ લેપટોપમાં ઓફરની માહતી મેળવીશું.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી સ્પેશિયલ સેલ દરમિયાન કેટલાક શિખાઉ માટે અનુકૂળ ગેમિંગ લેપટોપ ડીલ્સ પર એક નજર કરીએ. Intel 13th Gen i5-13420H અને NVIDIA GeForce RTX 3050 સાથે MSI Thin 15 જેનો ભાવ રૂ. 82,990 હોય છે તે હાલમાં સેલ હેઠળ રૂ. 51,240 માં ઉપલબ્ધ છે. 12th Gen Intel Core i5-12450HX અને NVIDIA RTX 3050 સાથે આવતું Lenovo LOQ 2024 જેની કિંમત રૂ. 96,590 છે તે ડિસ્કાઉન્ટ હેઠળ રૂ. 61,240માં મળી રહ્યું છે. AMD Ryzen 7 7445HS અને RTX 3050 સાથે HP Victus ની કિંમત રૂ. 84,838 થી ઘટાડીને 62,240 કરાઈ છે.
સેલ દરમ્યાન અન્ય વિકલ્પમાં Intel Core i7-13th Gen 13620H સાથે આવતું Acer ALG અને NVIDIA GeForce RTX 3050 નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 99,990 છે અને હાલમાં તે રૂ. 66,990 માં મળે છે. AMD Ryzen 7 7435HS અને NVIDIA RTX 3050 સાથે ASUS TUF ગેમિંગ A15 ની કિંમત જે વાસ્તવમાં રૂ. 89,990 છે તે ડિસ્કાઉન્ટ બાદ રૂ. 64,490માં મળી રહ્યું છે. આ સાથે જ Intel Core i5 13th Gen 13450HX અને NVIDIA RTX 3050 સાથે આવતું Dell G15-5530 જેની કિંમત રૂ. 1,05,398 છે તે આ સેલમાં તમને રૂ. 68,240 મળશે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી સ્પેશિયલ સેલમાં માત્ર ભાવમાં ઘટાડા ઉપરાંત પણ અન્ય ઓફર્સ આપવામાં આવી રહી છે. જેમાં કેટલીક બાઈકોના કાર્ડથી પેમેન્ટ પર છૂટ આપવામાં આવે કે. એક્સિસ બેંક, બોબકાર્ડ, IDFC ફર્સ્ટ બેંક અને RBL બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેમાં વધારાના બોનસ ઑફર્સનો સમાવેશ થાય છે, જેના ઉપયોગથી કુલ રૂ. 65,000 સુધીની બચત થશે. આ પ્રમોશન 6 ઓક્ટોબરના રોજ મધ્યરાત્રિથી 12 ઓક્ટોબર રાતના 11:59 વાગ્યા સુધી માન્ય છે.
જાહેરાત
જાહેરાત