વનપ્લ્સનો ફ્લેગશિપ OnePlus 13R હાલમાં Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. OnePlus 13R રૂ. 42,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે Flipkart પર રૂ. 38,000 થી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
૪૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના ટોચના કેમેરા ફોન: ભારતમાં Vivo V60 ની કિંમત ૩૬,૯૯૯ રૂપિયાથી શરૂ થાય છે
વનપ્લ્સનો ફ્લેગશિપ OnePlus 13R હાલમાં Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. OnePlus 13R રૂ. 42,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે Flipkart પર રૂ. 38,000 થી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
તે ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. જો તમે તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો હવે યોગ્ય સમય હોઈ શકે છે. તેમાં મળી રહેલી ઓફર અંગે આજે આપણે જાણીશું.
ગ્રાહકો વધારાના ડિસ્કાઉન્ટ મેળવવા માટે પસંદગીના કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જેઓ સમગ્ર રકમ એકસાથે ચૂકવવા માંગતા ના હોય તેમને માટે ફ્લિપકાર્ટ EMI વિકલ્પો પણ પ્રદાન કરી રહી છે.
ભારતમાં OnePlus 13R જાન્યુઆરી 2025માં લોન્ચ કરવામાં આવો હતો અને તે સમયે તેની શરૂઆતી કિંમત રૂ. 42,999 હતી. Flipkart પર, આ સ્માર્ટફોન હાલમાં રૂ. 37,990 માં ઉપલબ્ધ છે, જે રૂ. 5,009 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ બતાવે છે. આ ઉપરાંત, જો તમે ખરીદી કરવા માટે Flipkart Axis અથવા Flipkart SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને રૂ. 1,900 નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. વધુમાં, ગ્રાહકો 36 મહિના માટે દર મહિને 1,336 રૂપિયાથી શરૂ થતા EMI વિકલ્પનો પણ લાભ લઈ શકે છે.
OnePlus 13R 5G 6.78-ઇંચ 1.5K LTPO 4.1 AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits ની પીક બ્રાઇટનેસ છે. વધુમાં, ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i દ્વારા સુરક્ષિત છે. OnePlus 13R સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. આ ડિવાઇઝ 6000mAh બેટરીથી સજ્જ છે અને તે 80W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 15 આધારિત OxygenOS 15 પર ચાલે છે.
કેમેરા વિશે વાત કરીએ તો, OnePlus 13R સ્માર્ટફોન 50MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને 50MP ટેલિફોટો લેન્સ સાથે આવે છે. વધુમાં, સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા છે. વધુમાં, આ સ્માર્ટફોન 6,000mAh બેટરી સાથે પણ આવે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત
Google Maps Is Adding Gemini Support for Walking and Cycling Navigation