REDMAGIC એ ગુરુવારે REDMAGIC 11 Air ની વૈશ્વિક લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે. નુબિયા સબ-બ્રાન્ડનો નવીનતમ ગેમિંગ-કેન્દ્રિત સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ દ્વારા સંચાલિત છે,
Photo Credit: Red Magic
રેડ મેજિક 11 એર બે રંગમાં રજૂ કરવામાં આવી છે.
REDMAGIC એ મહિનાની શરૂઆતમાં REDMAGIC 11 Air ચીનમાં લોન્ચ કર્યા બાદ હવે તેના ગુરુવારે વૈશ્વિક લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે. નુબિયા સબ-બ્રાન્ડનો નવીનતમ ગેમિંગ-કેન્દ્રિત સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ દ્વારા સંચાલિત છે, જેમાં 16GB સુધી LPDDR5x અલ્ટ્રા રેમ છે. તેમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.85-ઇંચ 1.5K ડિસ્પ્લે છે. થર્મલ મેનેજમેન્ટ માટે, રેડ મેજિક 11 એરમાં ડ્યુઅલ એક્ટિવ કૂલિંગ ફેન સાથે ICE કૂલિંગ સિસ્ટમ છે. હેન્ડસેટમાં 7,000mAh બેટરી છે અને તે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તે એન્ડ્રોઇડ 16 આધારિત Redmegic OS 11.0 પર ચાલે છે.
REDMAGIC 11 Air ના 12 GB રેમ અને 256 GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત 499 યુરો (આશરે રૂ. 55,૦૦૦) થી શરૂ થાય છે. તે હાઈ એન્ડ 16 GB રેમ અને 512 GB કન્ફિગરેશનમાં પણ ઉપલબ્ધ છે.
આ ફોન ક્વોન્ટમ બ્લેક અને સ્ટારડસ્ટ વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, અને redmagic.gg અને પસંદગીના ભાગીદારો દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો EUR 1 (આશરે રૂ. 110) વાઉચર સાથે Red Magic 11 Air પ્રી-બુક કરી શકે છે, જેમાં EUR 30 (આશરે રૂ. 3,300) ડિસ્કાઉન્ટ, એક મફત ભેટ અને ગેમિંગ-કેન્દ્રિત હેન્ડસેટની વહેલી ઍક્સેસનો સમાવેશ થાય છે. REDMAGIC 11 Airનું વૈશ્વિકસ્તરે વેચાણ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે.
REDMAGIC 11 Air ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટથી સંચાલિત છે અને તે 16GB સુધીની રેમ અને 512GB સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ગેમિંગ પ્રદર્શનને વધુ ઑપ્ટિમાઇઝ કરવા માટે, REDMAGIC એ તેની માલિકીની RedCore R4 ગેમિંગ ચિપને ઈન્ટિગ્રેટ કરી છે. આ કો-પ્રોસેસર ચોક્કસ ગેમિંગ એક્ટિવિટીનું સંચાલન કરવા માટે મુખ્ય SoC સાથે કામ કરે છે અને વપરાશકારના અનુભવને વધુ સારો બનાવે છે. REDMAGIC 11 Air માં આગળના ભાગમાં અલ્ટ્રા-નેરો બેઝલ્સ સાથે 2688×1216 ફુલ-સ્ક્રીન ડિસ્પ્લે છે. પેનલ 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, મેજિક ટચ 3.0 ટેકનોલોજી 960Hz સુધીનો મલ્ટિ-ફ્રિકવન્સી સેમ્પલિંગ રેટ અને 2,500Hz સુધીનો તાત્કાલિક ટચ રિસ્પોન્સ આપે છે.
કંટ્રોલ્સ માટે, ફોનમાં વિશિષ્ટ 520Hz શોલ્ડર ટ્રિગર્સનો સમાવેશ થાય છે, જે સ્પર્ધાત્મક ગેમિંગ માટે કન્સોલ-સ્ટાઇલ ઇનપુટ પ્રદાન કરે છે. આ ટ્રિગર્સ હવે વર્ટિકલ ગેમિંગ મોડ્સને સપોર્ટ કરે છે, જે વિવિધ ગેમ સ્ટાઇલમાં તેમની ઉપયોગિતાને વધારે છે. તેમાં અન્ય ફીચર્સ જોઈએ તો, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, હેપ્ટિક્સ માટે 0809 એક્સ-એક્સિસ લીનીઅર મોટર, ધૂળ અને પાણી સામે પ્રતિકાર માટે તે IP54 રેટિંગ સાથે આવે છે.
ઓપ્ટિક્સ માટે, રેડ મેજિક 11 એરમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સનો સમાવેશ થાય છે. ફ્રન્ટમાં, સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 16-મેગાપિક્સલનો કેમેરા છે.
REDMAGIC 11 Air 120W ફાસ્ટ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેની 163.82×76.54×7.85mm છે અને તેનું વજન 207 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત
Google Maps Is Adding Gemini Support for Walking and Cycling Navigation