વોટ્સએપના સેટિંગ્સમાં આ નવું 'વન-ક્લિક બટન' સક્રિય થવા પર ઘણા કડક સુરક્ષા પગલાં લાગુ કરે છે

મેટા-માલિકીની મેસેજિંગ સર્વિસ WhatsApp એ સોમવારે તેના વપરાશકર્તાઓ માટે "સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ" નામની એક નવી સુરક્ષા સુવિધા લોન્ચ કરી છે. જેનો હેતુ જોખમમાં રહેલા વ્યક્તિઓને અત્યાધુનિક સાયબર હુમલાઓથી બચાવવાનો છે.

વોટ્સએપના સેટિંગ્સમાં આ નવું 'વન-ક્લિક બટન' સક્રિય થવા પર ઘણા કડક સુરક્ષા પગલાં લાગુ કરે છે

Photo Credit: WhatsApp

સાયબર હુમલાઓ અને સ્પાયવેર સુરક્ષા માટે WhatsAppની પહેલમાં સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ સામેલ

હાઇલાઇટ્સ
  • નવો સુરક્ષા માપદંડ આગામી અઠવાડિયામાં બધા વપરાશકર્તાઓ માટે રોલઆઉટ
  • અજાણ્યા સંપર્કો તરફથી આવતા કોલને આપમેળે સાયલન્સ કરે છે
  • મેટાએ વોટ્સએપને સુરક્ષા માટે રસ્ટ નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ રજૂ કર
જાહેરાત

મેટા-માલિકીની મેસેજિંગ સર્વિસ WhatsApp એ સોમવારે તેના વપરાશકર્તાઓ માટે "સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ" નામની એક નવી સુરક્ષા સુવિધા લોન્ચ કરી છે. જેનો હેતુ જોખમમાં રહેલા વ્યક્તિઓને અત્યાધુનિક સાયબર હુમલાઓથી બચાવવાનો છે.
"સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ" એવી સુવિધા છે જે લક્ષિત વપરાશકર્તાના એકાઉન્ટને સૌથી પ્રતિબંધિત સેટિંગમાં લૉક કરવાનો દાવો કરે છે, જે તેમના સંપર્કોની સૂચિમાં ન હોય તેવા લોકો પાસેથી આવેલી લિન્ક અને અન્ય મીડિયાને રોકે છે.
મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનું કહેવું છે કે તેનો નવો સુરક્ષા માપદંડ આગામી અઠવાડિયામાં બધા વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

આ સાથે, WhatsApp હવે મુખ્ય યુએસ ટેક કંપનીઓની હરોળમાં જોડાઈ ગયું છે જે ઉચ્ચ જોખમ ધરાવતા વપરાશકર્તાઓને સાયબર હુમલાઓથી બચાવવા માટે વધુ પ્રતિબંધિત છતાં સુરક્ષિત અનુભવ પ્રદાન કરી રહી છે.

WhatsApp ની બ્લોગ પોસ્ટ મુજબ, નવી કડક એકાઉન્ટ સેટિંગ્સ સુવિધા પત્રકારો અથવા જાહેરજીવનમાં સક્રિય એવી વ્યક્તિઓ માટે છે જેમને સાયબર હુમલાનું જોખમ વધારે છે. તે મૂળભૂત રીતે WhatsApp એકાઉન્ટ પર લોકડાઉન મોડને સક્ષમ કરે છે, જે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની કાર્યક્ષમતાને મર્યાદિત કરે છે.

આ સુવિધા તમારા ફોન પર WhatsApp ખોલીને અને સેટિંગ્સ > પ્રાઇવસી > એડવાન્સ્ડ પર નેવિગેટ કરીને સક્ષમ કરી શકાય છે.

આ નવો 'સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ' મોડ શું છે?

વોટ્સએપના સેટિંગ્સમાં આ નવું 'વન-ક્લિક બટન' સક્રિય થવા પર ઘણા કડક સુરક્ષા પગલાં લાગુ કરે છે. તેમાં મુખ્યત્વે ત્રણ મુખ્ય ફેરફારો શામેલ છે:

  • મીડિયા બ્લોક: અજાણ્યા મોકલનારાઓના કોઈપણ મીડિયા અથવા એટેચમેન્ટને સંપૂર્ણપણે ડિસેબલ કરે છે.
  • લિંક પ્રિવ્યૂ અક્ષમ કરશે: દૂષિત લિંક્સને રોકવા માટે ચેટ્સમાં દેખાતા URL ના થંબનેલ (પ્રિવ્યૂ) ને ડિસેબલ કરે છે.
  • કોલ સાયલન્સ: અજાણ્યા સંપર્કો તરફથી આવતા કોલને આપમેળે સાયલન્સ કરે છે.
  • નિષ્ણાતોના મતે, આ ત્રણ મોડ્સને અદ્યતન હેકર્સ અને સર્વેલન્સ ટૂલ્સ (સ્પાયવેર) માટે ગેટવે માનવામાં આવે છે.

મેટા દ્વારા તેના ઉદ્દેશને પૂરો કરવા, મેટા-માલિકીની એપ્લિકેશને ફોટા, વિડિયોઝ અને મેસેજીસને સંભવિત સુરક્ષા ભંગથી બચાવવા માટે રસ્ટ નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ રજૂ કરી છે.

કંપનીના જણાવ્યા મુજબ, રસ્ટ એ મેમરી-સેફ લેંગ્વેજ છે જે MP4 ફાઇલો મોકલવા અને સતત ફોર્મેટ કરવા માટે WhatsApp ની ક્રોસ-પ્લેટફોર્મ C++ લાઇબ્રેરી, wamedia સાથે સમાંતર વિકસાવવામાં આવી હતી. બે અમલીકરણો વચ્ચે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે, ડિફરન્શિયલ ફઝિંગ અને એક્સટેન્સિવ ઇન્ટિગ્રેશનઅને યુનિટ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટેક જાયન્ટે C++ કોડની 160,000 લાઇનને રસ્ટની 90,000 લાઇનથી બદલી, જેમાં C++ કરતાં પ્રદર્શન અને રનટાઇમ મેમરી ઉપયોગના ફાયદા દર્શાવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. તેનાથી WhatsAppને એક સુરક્ષિત, ઉચ્ચ-પ્રદર્શન, ક્રોસ-પ્લેટફોર્મ લાઇબ્રેરી વિકસાવવામાં સક્ષમ બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે જેથી ખાતરી કરી શકાય કે પ્લેટફોર્મ પર શેર કરાયેલ મીડિયા બધા ડિવાઈઝ પર સુસંગત અને સલામત છે.

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »