Poco X8 Pro Max 5G માં 3nm ઓક્ટા કોર Media Tek Dimensity 9500s ચિપસેટ આવે છે
Photo Credit: Flipkart/Poco
આવનારા Poco X8 Pro series વિષે તમારી જાણકારીનું બધું અહીંયા છે .
Xiaomiની સબ બ્રાન્ડ Poco ટૂંક સમયમાં તેની નવી Poco X8 Pro Series ભારતમાં રજૂ કરવાની છે .આ શ્રેણીમાં Poco X8 Pro 5G અને Poco X8 Pro Max 5G નામના બે સ્માર્ટફોન સામેલ છે . કંપની છેલ્લા કેટલાક દિવસોથી આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સને ટીઝ કરી રહી છે . આ ફોન લોન્ચ બાદ ઈ - કોર્મસ પ્લેટફોર્મ Amazon પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે તેની પુષ્ટિ પણ કરવામાં આવી છે . કંપનીએ જણાવ્યું છે કે Poco X8 Pro Max 5G માં મોટી 9,000mAh બેટરી મળશે .
લોન્ચ તારીખ અને ઉપલબ્ધતા :
Poco કંપની 17 માર્ચે સાંજે 5:30 વાગ્યે ભારતમાં Poco X8 Pro Max 5G અને Poco X8 Pro 5G લોન્ચ કરશે . કંપનીએ કોઈ સત્તાવાર જાહેર નથી કર્યું કે આ લોન્ચ લાઇવસ્ટ્રીમ દ્રારા થશે કે કોઈ ખાસ ઇવેન્ટ દ્રારા. Poco X8 Pro 5G Iron Man Edition પણ એ જ દિવસે રજૂ કરવામાં આવશે . Poco X8 Pro series માટે માઈક્રોસાઇટ Amazon પર લાઈવ કરવામાં આવશે . આ સ્માર્ટફોન કાળા અને સફેદ કલરમાં આવી શકે છે .
ભારતમાં કિંમત :
કંપનીએ Poco X8 Pro series નીશકે કોઈ પણ કિંમત જાહેર કરી નથી જોકે રિપોર્ટ મુજબ Poco X8 Pro Max 5Gની કિંમત લગભગ રૂપિયા 42,000 અને Poco X8 Pro 5Gની કિંમત આશરે રૂપિયા 35,000 હોઈ શકે છે . અગાઉનો Poco X7 pro 5G ભારતમાં રૂપિયા 27,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો .
ડિઝાઇન અને ડિસ્પ્લે :
આ ફોનની ડિઝાઈનની વાત કરીએ તો Poco X8 Pro series માં ફ્લેટ રિયર પેનલ અને પિલ-આકારનો કેમેરા મોડયુલ જોવા મળે છે . તેમાં ડયુઅલ કેમેરા લેન્સ ડયુઅલ LED ફ્લેશ આપવામાં આવશે . Poco X8 Pro Max 5G માં 6.38 ઇંચ 1.5K OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 2,000 બિટ્સ સુધી પીક બ્રાઇટનેસ મળવાની શક્યતા છે . બીજી તરફ Poco X8 Pro 5G માં 6.59 ઇંચ OLED ડિસ્પ્લે મળશે .
પ્રદર્શન :
Poco X8 Pro Max 5Gમાં Media Tek Dimensity 9500s પ્રોસેસર મળે છે .જે An Tu Tu પર 31 લાખથી વધુ સ્કોર મેળવી શકે છે .Poco X8 Pro 5Gમાં Media Tek Dimensity 8500 Ultra ચિપસેટ સાથે આવે છે . બંને ફોનમાં વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ અને ગ્રેફાઇટ લેયર આપવામાં આવશે જેથી ગેમિંગ દરમિયાન ગરમી કંટ્રોલમાં રહે .
કેમેરા :
Poco X8 Pro seriesમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે . Pro Max મોડેલમાં 50MP Light Hunter 600 સેન્સર OIS મળશે , જ્યારે Poco X8 Pro 5G માં 50MP sony IMX882 કેમેરા હોઈ શકે છે . આ બંને ફોનમાં 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 20MP ફ્રન્ટ કેમેરા હશે .
બેટરી અને ચાર્જિંગ :
Poco X8 Pro Max 5G માં 9000mAh બેટરી આપવામાં આવશે જે ત્રણ દિવસ સુધી ચાલી શકે છે અને Poco X8 Pro 5G માં 6500mAh બેટરી આપવામાં આવશે . આ બંને સ્માર્ટફોન 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરશે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
iPhone 18 Pro Series Could Bring Back Silver Colour, New Leak Suggests
Oukitel WP600, WP70 Ultra and WP63 Rugged Phones With Up 20,000mAh Battery Unveiled Ahead of IFA 2026