PS Plus માટે માર્ચમાં નવી ગેમ્સ !

પર્સોના 5 રોયલ , મેડન NFL 26 અને ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ :રીટર્ન ટૂ મોરિયા પણ આ મહિને ગેમ કેટલોગમાં જોડાઈ રહ્યા છે

PS Plus માટે માર્ચમાં નવી ગેમ્સ !

Photo Credit: Saber Interactive/ Focus Entertainment

વોરહેમર 40,000: સ્પેસ મરીન 2 2024માં રિલીઝ થઇ

હાઇલાઇટ્સ
  • થર્ડ પર્સન શૂટર Warhammer 40,000: Space Marine 2 ઉમેરાઈ શકે
  • Classics Catalogue માં ફાઇટિંગ ગેમ Tekken Dark Resurrection
  • PS Plus Monthly Games પણ તમામ સભ્યો માટે ઉપલબ્ધ
જાહેરાત

આ માર્ચમાં મહિના માટેના PS Plus Game Catalogue ની લાઇનઅપ વિશેની માહિતી ઓનલાઇન લીક થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે . ગેમ સબ્સ્ક્રિપશન  સર્વિસમાં આ મહિને પ્રશંસનીય થર્ડ પર્સન શૂટર Warhammer 40,000: Space Marine 2 ઉમેરાઈ શકે છે . ઉપરાંત Atlus નું લોકપ્રિય RPG Persona 5 Royal પણ આ મહિને ગેમ કેટલોગમાં જોડાવાની શક્યતા છે . આ બંને સિવાય ચાર અન્ય ટાઇટલ્સ પણ સેવામાં ઉમેરાઈ શકે છે .લીકર મુજબ આ બધી ગેમ્સ 17 માર્ચે PS Plus Game Catalogue માં ઉમેરાઈ શકે છે .જોકે Sony આ મહિને 11 માર્ચે PS Plus માટે આવનારી ગેમ્સની સત્તાવાર  લાઇનઅપ જાહેર કરશે . Game Catalogue PS Plus Extra અને Deluxe/Premium ટીયર સભ્યો માટે ઉપલબ્ધ છે .

PS Plus Game Catalogue માટે માર્ચ ટાઇટલ્સ લીક 
આ મહિના માટેના ગેમ કેટલોગ ટાઇટલ્સ અંગે અગાઉ એવી અફવા હતી કે Capcomનું એક્શન RPG Dragon's  Dogma 2 પણ PS Plusમાં ઉમેરાઈ શકે છે  પરંતુ જાણીતા લિકર billbil-kun  એ આ અફવાને ખોટી ગણાવી છે . મંગળવારે પ્રકાશિત થયેલા Dealabsના અહેવાલમાં ટીપસ્ટરે છ ગેમ્સની યાદી શેર કરી છે , જે તેની માહિતી મુજબ માર્ચમાં ગેમ કેટલોગમાં જોડાઈ શકે છે .આ યાદીમાં સૌથી નોંધપાત્ર ઉમેરો Space Marine 2 છે . Saber Interactive દ્રારા બનાવવામાં આવેલું આ થર્ડ- પર્સન શૂટર 2024માં PS5, PC અને Xbox Series S /X માટે લોન્ચ થયું હતું .  

બીજો મોટો ઉમેરો Persona 5 Royal  હોઈ શકે છે , જે મૂળ Persona 5નું સુધારેલું સંસ્કરણ છે અને તેમાં નવી સ્ટોરી અને વધારાની ગેમ સામગ્રી ઉમેરવામાં આવી છે .

આ સિવાય PS Plus Game Catalogue માં જોડાવાની શક્યતા ધરાવતી અન્ય ગેમ્સમાં Madden NFL 26, Metal Eden, The Lord Of the Rings: Return to Moria અને Astroneer નો સમાવેશ થાય છે .
 

PS Plus Deluxe/Premium સબસ્ક્રાઇબર્સ માટે Classics Catalogue માં ફાઇટિંગ ગેમ Tekken Dark Resurrection પણ ઉમેરાશે , જેમ કે sonyએ અગાઉં  જાહેરાત કરી હતી .

બીજી તરફ માર્ચ માટેની PS Plus Monthly Games પણ તમામ સભ્યો માટે ઉપલબ્ધ છે . તેમાં PGA Tour 2K25, Monster Hunter Rice, Slime Rancher 2 અને The Elder Scrolls Online:Gold Road જેવી ગેમ્સનો સમાવેશ થાય છે , જેને સભ્યો તેમની ગેમ લાઈબ્રેરીમાં ઉમેરાવી શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »