કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ

Call of Duty : Modern Warfare 4ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે . રિલીઝ તારીખ , વાર્તા , DMZ મોડ , કેપ્ટન પ્રાઈસ અને સપોર્ટેડ પ્લેટફોર્મ વિશેની બધી માહિતી જાણો

કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ

Photo Credit: Activision/ Infinity Ward

Call of Duty : Modern Warfare 4, 23 ઓક્ટોબર 2026માં લોન્ચ થશે .

હાઇલાઇટ્સ
  • Call of Duty : Modern Warfare 4 ની જાહેરાત
  • PlayStation 5, Xbox Series X/S અને PC પ્લેટફોર્મ પર
  • Call of Duty : Modern Warfare 4, 23 ઓક્ટોબર 2026માં લોન્ચ થશે .
જાહેરાત

એક્ટીવિઝન અને ઇન્ફિનિટી વોર્ડે સત્તાવાર રીતે Call of Duty : Modern Warfare 4 ની જાહેરાત કરી છે . લોકપ્રિય ફર્સ્ટ - પર્સન શૂટર ગેમ સિરીઝની નવી સિક્વલ 23 ઓક્ટોબર , 2026 ના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ થશે . કંપનીના જણાવ્યા મુજબ ,નવી ગેમમાં નવી સ્ટોરીલાઇન , સુધારેલા મલ્ટિપ્લેયર અનુભવ અને ખેલાડીઓમાં લોકપ્રિય  DMZ એક્સટ્રેક્શન મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે , ખાસ વાત એ છે કે આ પહેલી વખત Nintendo Switch 2 માટે પણ  ઉપલબ્ધ  રહેશે , જયારે PlayStation 5, Xbox Series X/S અને PC પ્લેટફોર્મ પર પણ લોન્ચના દિવસથી જ રમાવી શકાશે .

Call of Duty : Modern Warfare 4 ની વાર્તા કોરિયન દ્વીપમાં સર્જાયેલા મોટા લશ્કરી સંઘર્ષની આસપાસ કેન્દ્રિત છે . ખેલાડીઓ જુદા જુદા મિશન અને ઓપરેશન્સમાં ભાગ લેશે , જ્યાં ટીમવર્ક અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા મહત્વપૂર્ણ રહેશે . આ સિરીઝનો સૌથી લોકપ્રિય પાત્ર કેપ્ટન પ્રાઈસ ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે . તેની સાથે દક્ષિણ કોરિયાના સૈનિકો અને નવી પાત્રોની ટીમ પણ સ્ટોરીનો મહત્વનો ભાગ બનશે .

ડેવલપર ઇન્ફિનિટી વોર્ડનું કહેવું છે કે આ વખતે ટાસ્ક પહેલા કરતાં વધુ મોટા હશે . ગેમમાં અદ્યતન ટેક્નોલોજી , વિશાળ મેદાનો અને વધુ સિનેમેટિક અનુભવ  આપવા માટે નવા ગેમપ્લે  એડ કરવામાં આવે છે . જુદા જુદા સ્થળોએ ફેલાયેલા મિશનો ખેલાડીઓને અલગ - અલગ મુશ્કેલીનો સામનો કરાવશે .

મલ્ટિપ્લેયર વિભાગમાં પણ અનેક નવી સુવિધાઓ જોવા મળશે . ખેલાડીઓ તરફથી સકારાત્મક અભિપ્રાય મળ્યો છે . DMZ મોડ ફરી પાછો લાવવામાં  આવ્યો  છે . જોકે , તમામ નકશા અને ગેમ મોડ્સ વિશેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી અને કંપની આગામી મહિનાઓમાં વધુ માહિતી શેર કરશે .

Modern Warfare 4 Playstation 5,  Xbox Series X /S , Steam , Battle.net , PC અને Nintendo Switch 2 પર ઉપલબ્ધ રહેશે . જોકે  Playstation 4 અને Xbox One જેવા જુના કન્સોલ માટે આ ગેમ લોન્ચ કરવામાં આવશે નહીં . હાલમાં ગેમ માટે પ્રી - ઓર્ડર શરૂ થઈ ગયા છે અને ગેમિંગ કરનાર લોકો તેના ઓક્ટોબર લોન્ચની રાહ જોઈ રહ્યા છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »