એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના

એપલે હજુ સુધી આ ફોનની કોઈ પણ સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ અનેક અહેવાલો મુજબ આ સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે છે

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના

Photo Credit: Gadget 360

એપલ આ વર્ષે ફોલ્ડેબલ ફોનના માર્કેટમાં પ્રવેશી શકે છે અને સેમસંગ અને હુઆવેઇ સાથે સ્પર્ધા કરશે

હાઇલાઇટ્સ
  • iPhone Fold ' બદલે ' iPhone Ultra
  • આ સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે
  • 1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના
જાહેરાત

તાજેતરમાં એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone  ના અનેક લીક્સ સામે આવ્યા છે . જેમાં આ ફોનની સંભવિત કિંમત અને સ્ટોરેજ વિકલ્પો વિશેની વિગતોનો સંકેત આપવામાં આવ્યા છે .અત્યાર સુધીના અહેવાલો મુજબ આ iPhone Fold તરીકે ઓળખવામાં આવે છે પરંતુ નવા લીક્સ પ્રમાણે કંપની આને નવા નામે લોન્ચ કરી શકે છે .  સસ્તા iPhone 17e ના લોન્ચ પછી એપલના પ્રીમિયમ મોડેલ્સ પર વધુ ધ્યાન અપાયો છે . જોકે કંપનીએ હજુ સુધી કોઈ પણ સત્તાવાર  પુષ્ટિ કરી નથી , પરંતુ અહેવાલો મુજબ તે સપ્ટેમ્બર મહિનામાં રજૂ થઇ શકે છે .

'iPhone Ultra ' ની સંભવિત કિંમત :

ચીનના ટિપસ્ટરે Weibo પર શેર કરાયેલા પોસ્ટ મુજબ ,Appleનો ફોલ્ડેબલ iPhone ચીનમાં ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવી શકે છે .તેમાં 256GB વેરિઅન્ટ કિંમત CNY 15,999(લગભગ  2,14,400 રૂપિયા), 512GB મોડેલની કિંમત CNY 17,999(લગભગ 2,41,100 રૂપિયા ) અને 1TB મોડેલની કિંમત CNY 19,999(લગભગ 2,67,900 રૂપિયા )હોઈ શકે છે . અત્યારના વિનિમય દર પ્રમાણે આ કિંમતો લગભગ $2,330, $2,621 અને $2,913 જેટલી થાય છે .

આ પ્રકારના ભાવમાં તફાવત હોવાના કારણે  કેટલાકનું માનવું છે કે ફોલ્ડેબલ iPhoneની શરૂઆતની કિંમત લગભગ $1,999( લગભગ 1,84,700 રૂપિયા ) હોઈ શકે છે . 512GB અને 1TB મોડેલની કિંમત લગભગ $2,199 અને $2,399 સુધી જઈ શકે છે .

'iPhone Fold ' બદલે ' iPhone Ultra '
Weibo પર એક અન્ય ટિપસ્ટર Whylab એ દાવો કર્યો છે કે એપલ આ iPhone Fold  બદલે  iPhone Ultra નામથી રજૂ કરી શકે છે . Apple Watch Ultra અને  M સિરીઝ ચીપના Ultra વર્ઝન સાથે સુસંગત માનવામાં આવે છે .

તે જ ટિપસ્ટરે  અનુમાન બતાવ્યો છે કે આ ફોનની શરૂઆતની કિંમત CNY 10,000( લગભગ 1,34,100 રૂપિયા ) જેટલી ઓછી પણ હોઈ શકે છે , પરંતુ આ  અન્ય લીક્સ સાથે મેળ ખાતો નથી.

મેમરી:
એક બીજા અહેવાલ મુજબ દક્ષિણ કોરિયન કંપની Samsung આ ફોલ્ડેબલ iPhone માટે 12GB RAM મોડયુલ સપ્લાય કરી શકે છે.જો આ સાચું સાબિત થાય તો  તે આવનારા અન્ય એપલ સ્માર્ટફોન જેમ કે iPhone Air અને iPhone 17 pro સાથે સમાન મેમરી હશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના
  2. Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં
  3. Poco X8 Pro Seriesની સંપૂર્ણ વિગતો
  4. Realme 16T 5G, Realme P4R 5Gટૂંક સમયમાં ભારતમાં આવી શકે: કલર અને સ્ટોરેજની વિગતો સામે આવી
  5. 2026માં આવી શકવા Appleનું ફોલ્ડેબલ iPhone , iPad - સ્ટાઇલ UI અને મલ્ટીટાસ્કિંગ ફીચર્સની શક્યતા
  6. ગુરુના ચંદ્રો ઓરોરાને કેવી રીતે અસર કરે છે ? JWSTના નવા અવલોકમાં અનોખો ખુલાસો
  7. PS Plus માટે માર્ચમાં નવી ગેમ્સ !
  8. Motorola Edge 70 Fusion+ રજૂ , 144Hz AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા
  9. ઓનલાઇન કૌભાંડ સામે Metaનો મોટો પગલું : WhatsApp, Facebook અને Messengerમાં નવી સુરક્ષા ચેતવણીઓ લોન્ચ
  10. 200MP Leica કેમેરા અને 16GB RAM સાથે Xiaomi 17 Ultra ભારતમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »