મેટા મુજબ , નવા ટુલ્સ ઢોંગ, નકલી રોકાણ યોજનાઓ અને એકાઉન્ટ ટેકઓવર જેવા સામાન્ય ઓનલાઇન કૌભાંડો સામે લડવા માટે બનાવવામાં આવ્યા છે
Photo Credit: Meta
મેટા મુજબ , WhatsApp સંભવિત જોખમ વીશે વધુ વિગતો પણ પ્રદર્શિત કરશે .
ટેક જાયન્ટ Meta Platforms એ બુધવારે તેના મુખ્ય મેસેજિંગ પ્લેટેફોર્મ્સમાં નવા એન્ટી સ્કેમ ટૂલ્સ રજૂ કર્યા છે . WhatsApp, Facebook અને Messenger પર લોન્ચ કરવામાં આવેલી આ નવી સુવિધાઓનો હેતુ વપરાશકર્તાઓને ઓનલાઇન કૌભાંડો ઓળખવામાં અને તેનાથી બચવામાં મદદ કરવાનો છે . મેનલો પાર્ક સ્થિત કંપનીના જણાવ્યા મુજબ , આ અપડેટમાં ઈન એપ ચેતવણીઓ સુધારેલા સલામતી નિયંત્રણો અને નાણાકીય તથા ટેક કંપનીઓ સાથેની ભાગીદારીનો સમાવેશ થાય છે . આ પગલાં નકલી ઓળખ , ફેક રોકાણ યોજનાઓ અને એકાઉન્ટ ટેકઓવર જેવી સામાન્ય સ્કેમ ટેકનિક્સ સામે લડવા માટે બનાવવામાં આવ્યા છે .
WhatsApp પર Device Linkage Warning
Meta એ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે સૌથી મહત્વપૂર્ણ અપડેટમાં WhatsApp પર નવી Device Linkage Warning છે / આ ફીચર વપરાશકર્તાઓને ત્યારે ચેતવણી આપે છે . જયારે તેમનું WhatsApp એકાઉન્ટ નવા ડિવાઇસ સાથે લિંક થવાનો પ્રયાસ કરે છે .
નવી સુરક્ષા સિસ્ટમ હેઠળ , જો ડિવાઇસ લિંક કરવાનો પ્રયાસ શંકાસ્પ્રદ લાગશે તો WhatsApp સ્પષ્ટ ચેતવણી સંદેશ દર્શાવશે . આ સુચનામાં સમજાવવામાં આવશે કે જો એકાઉન્ટ લિંક થશે તો બીજી વ્યક્તિ તમારા સંદેશાઓ ઍક્સેસ કરી શકે છે . વપરાશકર્તાઓની વિનંતી મંજૂર કરતા પહેલા ધ્યાનપૂર્વક ચકાસણી કરવાની સલાહ આપવામાં આવશે .
Metaના જણાવ્યા અનુસાર એપ સંભવિત જોખમ વિષે વધુ માહિતી પણ બતાવશે અને યાદ અપાવશે કે જે ડિવાઇસને લિંક કરવામાં આવી રહ્યું છે તે વપરાશકર્તાની ચેટ્સ ઍક્સેસ કરી શકે છે .
અન્ય સુવિધાઓ :
Meta Messenger અને Facebook પર પણ વધારાના સુરક્ષા પગલાં લઈ રહી છે . Messengerમાં હવે AI આધારિત સ્કેમ ડિટેક્શન વધુ દેશોમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે . જયારે નવા સંપર્ક સાથેની ચેટમાં સ્કેમ જેવા પેટર્ન જોવા મળશે ત્યારે Messenger વપરાશકર્તાને ચેતવણી આપશે . સાથે જ વપરાશકર્તાને AI દ્રારા સ્કેમ સમીક્ષા માટે તાજેતરના સંદેશાઓ શેર કરવા માટે પણ પૂછવામાં આવી શકે છે .
જો સંભવિત કૌભાંડના સંકેતો જોવા મળશે તો Messenger સામાન્ય સ્કેમ યુક્તિઓ વિશે માહિતી આપશે અને વપરાશકર્તાઓને શું પગલાં લેવા તે અંગે સૂચનો પણ આપશે .
Facebook પર Meta નવી સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે .જે શંકાસ્પ્રદ ફ્રેન્ડ રિકવેસ્ટ માટે ચેતવણી આપે છે . જો કોઈ એકાઉન્ટ અસામાન્ય વર્તન દશાવે - જેમ કે ખૂબ ઓછા મ્યુચ્યુઅલ મિત્રો હોય અથવા અલગ દેશનું સ્થાન દર્શાવતું હોય તો સિસ્ટમ તે વિનંતીને શંકાસ્પદ તરીકે ચિહ્નિત કરી શકે છે .
આવી સ્થિતિમાં Facebook વપરાશકર્તાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા એકાઉન્ટની સારી રીતે તપાસ કરવા માટે ચેતવણી બતાવશે . જો વિનંતી શંકાસ્પદ લાગે તો તેને બ્લોક અથવા નકારવાની સલાહ પણ આપવામાં આવશે .
મેટા મુજબ , આ તમામ નવી સુવિધાઓ તેના પ્લેટફોર્મ્સ પર વપરાશકર્તાઓને કૌભાંડના પ્રયાસો વહેલા ઓળખવામાં એની અજાણ્યા એકાઉન્ટ્સ સાથે સંવાદ કરતી વખતે વધુ સુરક્ષિત નિર્ણય લેવામાં મદદ કરવા માટે રજૂ કરવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત