iQOO Z11ની કિંમત ચીનમાં આશરે CNY 2,000 (રૂપિયા 26,700) થી CNY 3,000( રૂપિયા 40,100) વચ્ચે હોઈ શકે છે .
Photo Credit: iQOO
જાન્યુઆરીમાં 7,600mAh બેટરી સાથે iQOO Z11 ટર્બો લોન્ચ થયો
iQOOએ ચીનમાં તેના આગામી iQOO Z11 સ્માર્ટફોન લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે . કંપનીના તાજેતરના સાતમા વર્ષગાંઠના કાર્યક્રમ દરમિયાન આ હેન્ડસેટને હાઈલાઈટ કરવામાં આવ્યો હતો .જ્યાં આ સ્માર્ટફોનની કેટલીક મુખ્ય વિશેષતાઓ જાહેર કરવામાં આવી હતી . iQOO Z11 તાજેતરમાં ઘણા સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર પણ દેખાયો છે જે સૂચવે છે કે તેનો લોન્ચ નજીકના દિવસોમાં થઇ શકે છે . કંપનીએ ડિવાઈસના કેટલાક મુખ્ય હાઈલાઈટની પુષ્ટિ કરી છે જયારે તાજેતરના લીક્સ અને ટિપસ્ટર રિપોર્ટ્સ દ્રારા તેની વધુ વિગતો બહાર આવી છે .
ટિપસ્ટર Digital Chat Stationએ Weibo પર શેર કરેલી પોસ્ટમાં આ વાત નો દાવો કર્યો છે કે iQOO Z11માં 6.83 ઇંચનો ફ્લેટ ડિસ્પ્લે હોઈ શકે છે જે 1.5K રિઝોલ્યુશન અને 165Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . આ વિગતો કંપની દ્રારા ટીઝ કરાયેલા ગેમિંગ ફોક્સ ડિસ્પ્લે સાથે મેળ ખાતી જણાય છે . આ હેન્ડસેટમાં 9,020mAh બેટરી સાથે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળી શકે છે . જો આ માહિતી સાચી સાબિત થાય તો આ બેટરી આ વર્ષની શરૂઆતમાં ચીનમાં લોન્ચ થયેલા iQOO Z11 Turboમાં આપવામાં આવેલી 7,600mAh બેટરી કરતા નોંધપાત્ર રીતે મોટી રહેશે .
લિક્સ અનુસાર iQOO Z11ને 16GB RAM અને 512GB ઓનબોર્ડ સ્ટોરેજ સુધીના કન્ફિગરેશનમાં રજૂ કરવામાં આવી શકે . આ સ્માર્ટફોન આ મહિનાના અંત સુધી ચીનમાં લોન્ચ થઇ શકે છે .જોકે કંપનીએ કોઈ પણ સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી .
કંપનીના એક મોટા અધિકારીએ ફોનની સંભવિત કિંમત વિશે સંકેતો પણ આપ્યા છે . iQOO Z11ની કિંમત ચીનમાં આશરે CNY 2,000 (રૂપિયા 26,700) થી CNY 3,000( રૂપિયા 40,100) વચ્ચે હોઈ શકે છે .
ચીનમાં iQOO Z11 Turbo 12GB +256GB વેરિઅન્ટ માટે CNY 2,699 આશરે (રૂપિયા 35,999)થી શરૂ થાય છે અને 16GB +1TB મોડેલ માટે CNY 3,999 આશરે (52,000) સુધી જાય છે .
જાહેરાત
જાહેરાત
James Webb Telescope Captures Rare Infrared Footprints of Io and Ganymede Inside Jupiter’s Auroras
Perplexity Ordered to Stop Deploying Shopping AI Agents on Amazon: Report