Samsung Galaxy M17e 5G , Android 16 પર આધારિત One UI 8 પર ચાલશે .
Photo Credit: Samsung
સેમસંગે આગામી ગેલેક્સી M17e 5G ના બે રંગીન વેઝને ટીઝ કર્યા છે .
કંપનીએ જાહેરાત કરી છે કે આ મહિનાના અંતમાં Samsung Galaxy M17e 5G ભારતમાં લોન્ચ થશે .દક્ષિણ કોરિયન ટેક કંપની અનુસાર , આવનારો સ્માર્ટફોન સંદેશાવ્યવહાર , કન્ટેન્ટ કન્ઝમ્પશન અને રોજની પ્રોડક્ટિવિટી માટે વિશ્વસનીય પ્રદશન આપવા માટે તૈયાર કરવામાં આવે છે . તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચ HD + ડિસ્પ્લે મળશે . આ ફોનને Media Tek Dimensity 6300 5G ચિપસેટ પર ચાલશે અને તે Android આધારિત One UI 8 સાથે આવશે . Samsungએ પુષ્ટિ કરી છે કે Samsung Galaxy M17e 5G ભારતમાં 17 માર્ચે લોન્ચ થશે , જોકે કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર કિંમત જાહેર કરી નથી . આ સ્માર્ટફોન બે કલરમાં મળી રહેશે જે Vibe Violet અને Blitz Blue છે .
Samsung Galaxy M17e 5G કિંમત અને ઉપલબ્ધતા :
કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર કિંમત જાહેર કરી નથી .
આ સ્માર્ટફોની જાડાઈ લગભગ 8.2mm હોવાનું કહેવાય છે અને તેમાં Glass Fibre Reinforced Polymer (GFRP ) બેક પેનલ આપવામાં આવી છે . આ ઉપરાંત ફોનને ધૂળ અને પાણીના છાંટા સામે સુરક્ષા માટે IP54 રેટિંગ આપવામાં આવ્યું છે .ફોનમાં Media Tek Dimensity 6300 5G ચિપસેટ આપવામાં આવશે , જેમાં 2.4GHz પર ચાલતા છ Cortex-A55 કાર્યક્ષમતા કોર શામેલ છે .ગ્રાફિક્સ માટે તેમાં ARM Mali-G57 GPU મળશે , જે મલ્ટીમીડિયા અને કેઝયુઅલ ગેમિંગ માટે સપોર્ટ આપશે .
આ સ્માર્ટફોન Android 16 આધારિત One UI 8 પર ચાલશે અને કંપની મુજબ તેમાં છ વર્ષના સુરક્ષા અપડેટ્સ મળશે . સુરક્ષા માટે ફોનમાં Samsung Knox Vault પણ આપવામાં આવ્યું છે , જેને EAL5+ પમાણપત્ર મળ્યો હોવાનો દાવો કરાયો છે .
ફીચર્સની વાત કરીએ તો તેમાં Now Bar દ્રારા રીઅલ ટીમે અપડેટ્સ , સક્રિય કર્યો માટે લાઈવ નોટિફિકેશન અને હોમ સ્ક્રીન પર મોટા ફોલ્ડર્સ જેવી સુવિધાઓ મળશે . સાથે સાથે તેમાં Google Gemini AI સપોર્ટ અને Circle to Search ફીચર પણ આપવામાં આવશે .
આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવશે . સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળની બાજુએ 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે.Galaxy M17e 5Gમાં 6,000mAh બેટરી આપવામાં આવી છે , જે સ્ટ્રીમિંગ , બ્રાઉઝિંગ અને સોશિયલ મીડિયા જેવી લાંબી ઉપયોગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Samsung Hits $1 Trillion Valuation, Joining TSMC in Elite Club
Realme 16T 5G Tipped to Launch in India Soon as Leaked Marketing Image Suggests Design, Colourways
Xiaomi 13 Series Now Eligible for Battery Upgrade Programme in China With Up to 500mAh Increased Capacity