રિચાર્જ કરવા માટે WhatsApp અને PayU સાથે મળીને કાર્ય કરશે
Photo Credit: WhatsApp
WhatsApp પહેલાથી જ યુઝર્સના બિલ પેમેન્ટ અને મેટ્રો ટિકિટ બુકિંગ કરી શકે છે
WhatsApp એ ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે , જેના દ્રારા હવે યુઝર્સ સીધા એપમાં જ મોબાઈલ રિચાર્જ કરી શકે છે એટલે કે હવે રિચાર્જ કરવા માટે અલગ એપ ખોલવાની જરૂર નહીં પડે . કંપનીએ આ સુવિધા શરૂ કરવા માટે PayU સાથે ભાગીદારી કરી છે . આ ફીચર આવતા અઠવાડિયામાં Android અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ થશે . નવા અપડેટ પછી , પ્રીપેડ યુઝર્સ જુદા જુદા પ્લાન જોઈ શકે છે અને થોડા જ ક્લિકમાં રિચાર્જ પૂર્ણ કરી શકે છે . નોંધનીય છે કે WhatsApp પહેલેથી જ બિલ પેમેન્ટ અને કેટલીક શહેરોમાં મેટ્રો ટિકિટ બુકીંગ જેવી સુવિધાઓ આપે છે .
આ નવા ફીચરથી Airtel , Jio અને Vodafon Idea (VI ) જેવા ઓપરેટર્સના પ્રીપેડ યુઝર્સ સરળતાથી રિચાર્જ કરી શકે છે .યુઝર્સને એપ માંથી બહાર જવાની જરૂર નહીં પડે અને થોડા ટેપમાં જ રિચાર્જ થઈ જશે . આ સુવિધા ધીમે ધીમે બધા યુઝર્સ માટે શરૂ થઈ રહી છે .
આની ચુકવણીને સરળ બનાવવા માટે WhatsApp ના હોમ સ્ક્રીન પર ₹ (રૂપિયા ) આઈકન ઉમેરવામાં આવ્યું છે . આ આઈકન કેમેરા બટનની બાજુમાં દેખાશે , જ્યાંથી યુઝર્સ રિચાર્જ , UPI પેમેન્ટ અને મની ટ્રાન્સફર કરી શકે છે . આ આઈકન ચેટમાં પણ ઉપલબ્ધ છે , જેથી મેસેજ કરતા પણ તમે સીધું પેમેન્ટ મોકલી શકો .
UPI દ્રારા પેમેન્ટ કરવા માટે યુઝર્સને પોતાનો UPI PIN નાખવો પડશે . રિચાર્જ થયા પછી , સ્ક્રીન પર તમામ વિગતો સાથે કન્ફર્મેશન દેખાશે . તમે તમારી તમામ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ એપના પેમેન્ટ વિભાગમાં જોઈ શકો છો . રિચાર્જ કરવા માટે WhatsApp અને PayU સાથે મળીને કાર્ય કરશે . WhatsApp પહેલાથી જ યુઝર્સના બિલ પેમેન્ટ અને મેટ્રો ટિકિટ બુકિંગ કરી શકે છે .
જાહેરાત
જાહેરાત
Unpatchable Hardware Vulnerability Leaves Owners of Older iPhone XS, iPhone XR and iPhone 11 Models at Risk
Haier HQLED P7 Pro Series Smart TVs Launched in India With Dolby Atmos, 50W Speakers