મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 

રાજકીય કૌભાંડ પછી પિતાની પ્રતિષ્ઠા બચાવવા પુત્ર રાજકારણમાં પ્રવેશ કરે છે

મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 

Photo Credit: JioHotstar

પ્રતીચાયા (2026) 24 એપ્રિલ , 2026 થી JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે 

હાઇલાઇટ્સ
  • પ્રતીચાયા (2026) 24 એપ્રિલ , 2026 થી JioHotstar પર સ્ટ્રીમ થઈ
  • મલયાલમ ફિલ્મ પ્રતીચાયા એક રાજકીય ડ્રામા
  • ફિલ્મમાં પિતા - પુત્રના સંબંધ , રાજકીય કાવતરાં અને પરિવારની પ્રતિષ્ઠા બ
જાહેરાત

મલયાલમ ફિલ્મ પ્રતીચાયા એક રાજકીય ડ્રામા છે , જેમાં એક મુખ્યમંત્રીનું જીવન કૌભાંડ પછી સંપૂર્ણ બદલાઈ જાય છે . તેના પર એક યુવતી પર હુમલો કરવાનો  આરોપ લાગે છે , જેના કારણે પરિસ્થિતિ બગડી જાય છે અને તેને પોતાના પદથી રાજીનામુ આપવું પડે છે . આ સમગ્ર ઘટનાથી તેની સંપૂર્ણ કારકિર્દી જ  નહીં પરંતુ પરિવાર પણ અસરગ્રસ્ત થાય છે .  આ સમયે તેનો પુત્ર જોન વર્ગીસ , જે એક  ટેક બિઝનેસમેન છે અને રાજકારણમાં પ્રવેશે  છે . ફિલ્મમાં  પિતા - પુત્રના સંબંધ , રાજકીય કાવતરાં અને પરિવારની પ્રતિષ્ઠા બચાવવાનો સંઘર્ષ મુખ્ય વિષય છે .


 

ક્યારે અને ક્યાં જોવું 
પ્રતીચાયા (2026) 24 એપ્રિલ , 2026 થી JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે . આ ફિલ્મ મલયાલમ સાથે હિન્દી , કન્નડ , તેલુગુ અને તમિલ ભાષામાં પણ ઉપલબ્ધ  છે .

ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મની વાર્તા પિતા અને પુત્રના સંબંધ પર આધારિત છે . પિતા કે એન .વર્ગીસ એક પ્રખ્યાત રાજકારણી છે , પરંતુ કૌભાંડ પછી તેની છબી ખરાબ થઈ જાય છે  . તેના કારણે તેને રાજીનામુ આપવું પડે છે . પુત્ર જોન વર્ગીસ શરૂઆતમાં રાજકારણથી દૂર રહે છે અને પોતાનો ટેક બિઝનેસ ચલાવે છે . પરંતુ પિતાની  સ્થિતિ અને પરિવારની પ્રતિષ્ઠા બચાવવા માટે તે રાજકારણમાં આવે છે . અહીંથી તેની નવી સફર શરૂ થાય છે , જેમાં તેને અનેક પડકારો અને કાવતરાઓનો  સામનો કરવો પડે છે .

કાસ્ટ અને ક્રૂ 
ફિલ્મના લેખક અને દિગ્દર્શક બી . ઉન્નીકૃષ્ણન છે . તેમને ગોકુલમ ગોપાલન અને બૈજુ ગોપાલન સાથે મળી આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું છે .  ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નિવિન પાઉલી છે . તેમના ઉપરાંત વિષ્ણુ અગસ્ત્ય , સબિતા આનંદ અને હરિશ્રી અશોકન જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં  જોવા મળે છે   .

અભિપ્રાય :
પ્રતીચાયા (2026) ને IMDb પર લગભગ 6.1 રેટિંગ મળ્યું છે . દર્શકોને ફિલ્મનો વાસ્તવિકતા સાથે જોડાયેલો રાજકીય ડ્રામા અને પાવરફુલ સ્ટોરીલાઈન પસંદ આવી છે  . ખાસ કરીને પિતા - પુત્રના સંબંધ અને રાજકીય સંઘર્ષને લોકો દ્રારા વખાણ મળ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »