JioHotstar પર જુલાઈએ આવશે ક્રાઈમ - કોમેડી સિરીઝ ' પ્રીતમ અને પેડ્રો ' 

રાજકુમાર હિરાની OTT પર ડેબ્યુ ' પ્રીતમ અને પેડ્રો ' 3 જુલાઈ 2026 થી  JioHotstar પર સ્ટ્રીમ થશે 

JioHotstar પર જુલાઈએ આવશે ક્રાઈમ - કોમેડી સિરીઝ ' પ્રીતમ અને પેડ્રો ' 

Photo Credit: JioHotstar

પ્રીતમ અને પેડ્રોનું સ્ટ્રીમિંગ 3 જુલાઈ , 2026 થી JioHotstar પર શરૂ થશે 

હાઇલાઇટ્સ
  • રાજકુમાર હિરાની હવે OTT પ્લેટફોર્મ પર
  • ' પ્રીતમ અને પેડ્રો 'ની વાર્તા બે પોલીસ અધિકારીઓની આસપાસ ફરે
  • વેબ સિરીઝ 3 જુલાઈ , 2026 ના રોજ માત્ર JioHotstar પર સ્ટ્રીમ
જાહેરાત

જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની હવે OTT પ્લેટફોર્મ પર પોતાની નવી વેબ સિરીઝ ' પ્રીતમ અને પેડ્રો '  સાથે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે . JioHotstar દ્રારા આ સિરીઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે . ' મુન્નાભાઈ M.B.B.S.'  , ' PK ' અને અન્ય લોકપ્રિય ફિલ્મો માટે જાણીતા રાજકુમાર હિરાનીની આ નવી  ક્રાઈમ - કોમેડી સિરીઝને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે .  આ વાર્તા બે અલગ સ્ટાઈલના પોલીસ અધિકારીઓની આસપાસ ફરે છે , જે એક ત્યજી દેવાયેલા ATM કેસની તપાસ કરે છે . 

ક્યાં અને ક્યારે જોવી ?

 આ વેબ સિરીઝ 3 જુલાઈ , 2026 ના રોજ માત્ર JioHotstar પર સ્ટ્રીમ કરવામાં  આવશે . સિરીઝ જોવા માટે દર્શકોને પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન લેવું પડશે . નિર્માતાઓએ હાલમાં શોની સંપૂર્ણ વાર્તા ગુપ્ત રાખી છે , પરંતુ ટીઝર દ્રારા તેની ઝલક દર્શાવવામાં આવી છે .

ટ્રેલર અને પ્લોટ :

' પ્રીતમ અને પેડ્રો 'ની વાર્તા બે પોલીસ અધિકારીઓની આસપાસ ફરે છે , જેમના કામ કરવાની રીતો એકબીજાથી સંપૂર્ણ પણે અલગ છે . એક પોલીસ અધિકારી  જુના જમાનાની તપાસ રીતોમાં વિશ્વાસ રાખે છે , જયારે બીજો ટેક્નોલોજી અને નવા આધુનિક ડિવાઈસ પર આધાર રાખે છે . બંનેને એક અજાણી ATM કેસની તપાસ  માટે સાથે કામ કરવું  પડે છે , જ્યાંથી રહસ્ય અને હાસ્યની શરૂઆત થાય છે .  નિર્માતાઓ અનુસાર , આ સિરીઝમાં કોમેડી સાથે સસ્પેન્સ અને  ડ્રામાનો પણ  ધમાકા જોવા મળે છે .

ક્રૂ અને કલાકારો :

આ સિરીઝનું દિગ્દર્શન અવિનાશ અરુણ દ્રારા કરવામાં આવ્યું છે . સ્ટારકાસ્ટની વાત કરીએ તો તેમાં વિક્રાંત મેસી , અર્શદ વારસી , બમન ઈરાની , સંજય દત્ત , મોના સિંહ અને શ્રુતિ મરાઠે જેવા કલાકારો જોવા મળશે . અહેવાલ મુજબ , રાજકુમાર હિરાનીના પુત્ર વીર હિરાની પણ આ સિરીઝથી અભિનય ક્ષેત્રે  આવે છે  .

અભિપ્રાય :

હાલમાં આ વેબ સિરીઝનું IMDb રેટિંગ ઉપલબ્ધ નથી , કારણ કે તે હજુ રિલીઝ થવાની બાકી છે . જોકે , સ્ટારકાસ્ટ અને રાજકુમાર હિરાનીના નામને કારણે સિરીઝને લઈને દર્શકોમાં પહેલેથી જ સારો માહોલ બન્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »