એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે ' વિમલ ખન્ના '

વિમલ ખન્ના એક રોમાંચક ફિલ્મ છે , જેમાં એક વ્યક્તિ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પ્રયાસ કરે છે 

એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે ' વિમલ ખન્ના '

Photo Credit: Amazon MX Player

વિમલ ખન્ના સિરીઝ 15 મે , 2026 ના રોજ એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમિંગ 

હાઇલાઇટ્સ
  • વિમલ ખન્ના સિરીઝ 15 મે , 2026થી એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ
  • વિમલ ખન્ના એ એક રોમાંચથી ભરપૂર થ્રિલર સિરીઝ
  • સુરેન્દ્ર મોહન પાઠકની લોકપ્રિય " વિમલ સિરીઝ " પરથી પ્રેરિત
જાહેરાત

વિમલ ખન્ના એ એક રોમાંચથી ભરપૂર થ્રિલર સિરીઝ છે , જે ડર , રહસ્યો અને પોતાના અસ્તિત્વ માટેના સંઘર્ષની કહાની છે . આ શો સુરેન્દ્ર મોહન પાઠકની  લોકપ્રિય  " વિમલ સિરીઝ " પરથી પ્રેરિત છે અને આ બહુ પ્રખ્યાત પુસ્તકના પાત્રોને સ્ક્રીન પર જીવંત બનાવે છે . લાગણીઓ અને સસ્પેન્સથી ભરેલી આ કહાની  ખાસ કરીને થ્રિલર પ્રેમીઓને ખુબ જ આકર્ષે છે . આ સિરીઝમાં વિમલ ખન્નાના પાત્રમાં સની હિન્દુજા જોવા મળે છે , જયારે ઈશા તલવાર અમૃતા  તરીકે , મનજીત સિંહ રાઠોડ જેસન તરીકે અને અન્ય અનુભવી કલાકારો મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે .

ક્યારે અને ક્યાં જોવું :

વિમલ ખન્ના સિરીઝ 15 મે , 2026થી એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે . દર્શકો એમએક્સ પ્લેયર એપ , એમેઝોન શોપિંગ એપ , ફાયર ટીવી અને એરટેલ  એક્સસ્ટ્રીમ પર આ શોને મફતમાં જોઈ શકે છે .

ટ્રેલર અને પ્લોટ :

આ ફિલ્મના ટ્રેલરમાં એક એવા વ્યક્તિની કહાની રજૂ કરવામાં આવી છે , જેના જીવનમાં મોટો વળાંક ત્યારે આવે છે જયારે તેના પર પોતાના ભાઈની હત્યાનો ખોટો આરોપ મૂકાય છે . પોતાને બચાવવા માટે તેને ભાગવું , છુપાવવું અને સતત લડવું પણ પડે છે . તે જીવતા રહેવા માટે પોતાની નવી ઓળખ બનાવે છે ,  છતાં પણ દરેક પગલે નવું જોખમ તેનો પીછો કરે છે . અંતે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તેને બુદ્ધિ અને હિંમતનો  સહારો લેવો પડે છે .

કલાકારો અને ક્રૂ :

આ સિરીઝમાં સની હિન્દુજા સાથે ઈશા તલવાર , તારા અલીશા બેરી અને અક્ષય આનંદ જેવા કલાકારો જોવા મળે છે . આ શોનું નિર્દેશન સાકેત ચૌધરી અને અભિનવ પારીકે કર્યું છે  .

અભિપ્રાય :

આ સિરીઝ તાજેતરમાં જ રિલીઝ થઈ હોવા છતાં દર્શકોમાં આની સારી ચર્ચા છે . સસ્પેન્સ અને થ્રિલથી ભરેલી કહાનીના કારણે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે  . હાલમાં IMDb રેટિંગ  ઉપલબ્ધ નથી , પરંતુ ટૂંક સમયમાં અપડેટ થવાની શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »